બળદેવભાઈ પટેલ

બહુવૈકલ્પિક જનીનો

બહુવૈકલ્પિક જનીનો સજીવમાં કોઈ એક નિશ્ચિત આનુવંશિક લક્ષણ માટે જવાબદાર એક જ જનીનનાં બેથી વધારે સ્વરૂપો. મેંડેલ અને તેમના અનુયાયીઓએ સામાન્ય જનીનના વૈકલ્પિક સ્વરૂપ માટે ‘કારક’ (allele or allelomorph) શબ્દ પ્રચલિત કર્યો. કોઈ એક જનીન અનેક રીતે વિકૃતિ પામી અનેક વૈકલ્પિક અભિવ્યક્તિઓ ઉત્પન્ન કરે છે. આવાં જનીનોને બહુવૈકલ્પિક જનીનો કહે…

વધુ વાંચો >

બહેડાં

બહેડાં : દ્વિદળી વર્ગમાં આવેલા કૉમ્બ્રિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia bellirica Roxb. (સં. बिभीतक; હિં. बहेरा; બં, ભૈરાહ, મ. બેહેડા; અં. Belliric myrobalan) છે. તે 40 મી. સુધીની ઊંચાઈ ધરાવતું સુંદર વૃક્ષ છે અને તેનો ઘેરાવો 1.8 મી.થી 3.0 મીટર જેટલો હોય છે. તે ભારતનાં પર્ણપાતી જંગલોમાં…

વધુ વાંચો >

બાવચી

બાવચી : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Psoralea corylifolia Linn. (સં. बाकुची, सोमराज, अवल्गुजा, चंद्रलेखा, सुगंधकंटक, હિં. बाब्ची, बावंची; બં. सोमराज, બાવચી; મ. બાબચી, બાવચ્યા; ગુ. બાવચી, માળી બાવચો; માળવી બાવચો) છે. તે ટટ્ટાર એકવર્ષાયુ અને 30 સેમી.થી 180 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ…

વધુ વાંચો >

બાવટો

બાવટો : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Eleusine coracana Gaertn. (સં. नर्तफा, बहुदल;  હિં. नाचनी; બં. મરુઆ; મ. નાગલી, નાચણી; ગુ. બાવટો, નાગલી; તા. રાગી; અં. Finger millet, African millet) છે. તે 30થી 60 સેમી. ઊંચું, ટટ્ટાર એકવર્ષાયુ તૃણ છે. તેનું તલશાખન (tillering) ગુચ્છિત (tufted)…

વધુ વાંચો >

બાવળ

બાવળ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના માઇમોસોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia nilotica Delite subsp. indica (Benth.) Brenan syn. A. arobica Willd. var. indica Benth. (સં. बब्बुल, आभाल, किंकिंरात, हिं. बबूल, पंकीकर; બં. બાબલા; મ. બાભૂળ; ગુ. બાવળ, કાળો બાવળ, રામબાવળ; અં. Indian Gum Arabic Tree) છે.…

વધુ વાંચો >

બિગોનિયા

બિગોનિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બિગોનિયેસી કુળની એક માંસલ, કંદિલ (tuberosus) અથવા પ્રકંદી (rhizomatous) શોભન પ્રજાતિ. તે બહુવર્ષાયુ શાકીય કે ઉપક્ષુપ (undershrub) જાતિઓ છે; જે ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલી છે અને મુખ્યત્વે અમેરિકામાં થાય છે. વિશ્વભરમાં તેની 600 જેટલી જાતિઓ નોંધાયેલી છે. ભારતમાં તેની લગભગ 80 જેટલી…

વધુ વાંચો >

બિગ્નોનિયેસી

બિગ્નોનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે લગભગ 120 પ્રજાતિ અને 750 જાતિઓનું બનેલું છે અને મુખ્યત્વે ઉષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલું છે. તેની બહુ ઓછી જાતિઓ બંને ગોળાર્ધોના સમશીતોષ્ણ પ્રદેશોમાં થાય છે. ઉત્તરીય દક્ષિણ અમેરિકામાં તેની પ્રજાતિઓ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. કેટલીક પ્રજાતિઓ ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને માડાગાસ્કરમાં…

વધુ વાંચો >

બિયો

બિયો : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પેપિલિયોનોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pterocarpus marsupium Roxb. (સં. बीजक, बंधूक पुष्प; હિં, असन, बीजसाल; બં. પિતશાલ; મ. અસન, બીબલા; ગુ. બિયો હિરાદખણ, બીવલો; અં. Indian Kino Tree) છે. તે મધ્યમ કદથી માંડી વિશાળ કદનું લગભગ 30.0 મી. જેટલું ઊંચું અને…

વધુ વાંચો >

બિલાડીનો ટોપ

બિલાડીનો ટોપ (mushroom) : બેસિડિયોમાયસેટિસ વર્ગમાં આવેલા કુળ ઍગેરિકેલ્સની ફૂગ અથવા આવી ફૂગનું પ્રકણીફળ (basidiocarp). બિલાડીના ટોપની મોટાભાગની જાતિઓ લાકડા પર અને ઘાસનાં મેદાનોમાં થાય છે. સમગ્ર વિશ્વમાં તેની લગભગ 3,300 જેટલી જાતિઓ થાય છે. તે ક્લૉરોફિલરહિત હોય છે અને તેમની આસપાસ રહેલી જીવંત કે કોહવાતી વનસ્પતિઓમાંથી પોષક દ્રવ્યોનું શોષણ…

વધુ વાંચો >

બીજ (વનસ્પતિ)

બીજ (વનસ્પતિ) : સપુષ્પ વનસ્પતિમાં જોવા મળતું ફલિત અંડક. તે આવરણ ધરાવતી પરિપક્વ મહાબીજાણુધાની (mega-sporangium) છે. પ્રત્યેક બીજ સૌથી બહારની બાજુએ બીજાવરણ (seed coat) ધરાવે છે. બહારના જાડા અપારદર્શી બીજાવરણને બાહ્યબીજાવરણ (testa) અને અંદરના પાતળા પારદર્શી બીજાવરણને અંત:બીજાવરણ (tegmen) કહે છે. કેટલીક વાર બાહ્ય અને અંત:બીજાવરણ એકબીજા સાથે જોડાઈ જઈ…

વધુ વાંચો >