બળદેવભાઈ પટેલ

ચારોળી

ચારોળી : દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Buchanania Lanzan spreng. syn. B. latifolia Roxb. (સં. ચાર, રાજાદન, અજકર્ણ; બં. પિયાલ, આસના, પિયાશાલ; હિં. ચિરૌંજી; મ. ચાર, ચારોળી; ક. મોરાંપ્ય, મોરવે, મોરટી, ચાર્વાલ; તા. કારપ્યારૂક્કુ-પ્યુ; મલા. મુરળ; તે. ચારુપય્યુ, ચારુમામિંડી; ફા. બુકલે ખાજા; અ. હબુસ્સમીના; અં. આલ્મંડેટ…

વધુ વાંચો >

ચિકાખાઈ (શિકાખાઈ)

ચિકાખાઈ (શિકાખાઈ) : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia sinuata (Lour.) Merril syn. A. concinna DC. (સં. વિમલા, સપ્તલા, શ્રીવલ્લી; મ. હિ. શિકાકાઈ; બં. બનરિઠા; ક. શિંગીકાઈ, શીગેયવલ્લી; તા. કિયાકક; તે. ચિકાયા; મલા. ચિકાકાઈ) છે. તે કાંટાળી, આરોહી ક્ષુપ-સ્વરૂપ ધરાવતી જાતિ છે અને ભારતના ઉષ્ણકટિબંધીય જંગલોમાં…

વધુ વાંચો >

ચિનાર

ચિનાર : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લેટેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Platanus orientalis Linn. (કા. ચિનાર, બુના, બોનીન; અં. ઑરિયેન્ટલ પ્લેન) છે. તે વિશાળ, સુંદર પર્ણપાતી વૃક્ષ છે. તેની ઊંચાઈ 30 મી. જેટલી અને ઘેરાવો 12 મી. જેટલો હોય છે. તે મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં સતલજની પશ્ચિમે 1200–2400 મી.ની ઊંચાઈએ થાય…

વધુ વાંચો >

ચિમેડ

ચિમેડ : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia absus Linn. (સં. અરણ્યકુલ્લિથકા; મ. ઈવળા, રાનકુળીથ, રાનહુલગે; હિં. બનકુલથી, ચાક્ષુ; બં. વનકુલથી; ક. કણ્ણકુટકીનબીજ; ફા. ચષ્મક; અ. ચશ્મિઝજ, તશ્મિજ; અં. ફોરલીવ્હડ કેસિયા) છે. તે ટટ્ટાર, એકવર્ષાયુ, 25–60 સેમી. ઊંચી, કડક, ભૂખરા ચીકણા રોમ વડે આવરિત શાકીય…

વધુ વાંચો >

ચિલગોજા

ચિલગોજા : અનાવૃતબીજધારી (gymnosperm) વિભાગમાં આવેલા પાઇનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pinus gerardiana wall [હિં. ચિલગોજા, નીઓઝા (બીજ); અં. ચિલગોજા, પાઇન] છે. અફઘાનિસ્તાનમાં તે ગલગોજા તરીકે ઓળખાય છે. તે નાનું કે મધ્યમ કદનું 24 મી. જેટલી ઊંચાઈ અને 3.5 મી.નો ઘેરાવો ધરાવતું વૃક્ષ છે અને ઉત્તર-પશ્ચિમ હિમાલયની અંદરની શુષ્ક…

વધુ વાંચો >

ચીકુ

ચીકુ : દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Achras sapota Linn. (ગુ., મ., હિં. : ચીકુ; અં. સેપોડિલા) છે. તે 3–4 મી. ઊંચું નાનકડું વૃક્ષ છે. તે વાતરોધી (wind-resistant) હોય છે. તેની છાલમાંથી સફેદ ગુંદર જેવો ક્ષીરરસ (latex) સ્રવે છે. જેને ‘ચિકલ’ (chicle) કહે છે. પર્ણો મધ્યમ…

વધુ વાંચો >

ચીનોપોડીએસી

ચીનોપોડીએસી : મોટે ભાગે દરિયાકિનારે અને ખારી ભૂમિમાં મળી આવતું એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય વનસ્પતિકુળ. કેટલીક વાર ક્ષુપ અને ભાગ્યે જ નાનાં વૃક્ષ (haloxylon); પ્રકાંડ સાંધામય અને માંસલ; પર્ણો સામાન્યત: એકાંતરિક, સાદાં, માંસલ; અનુપપર્ણીય; પુષ્પવિન્યાસ મિશ્ર, કલગી, સંયુક્ત કલગી અથવા નાના પરિમિત પુષ્પવિન્યાસોની શૂકિ સ્વરૂપે; પુષ્પો નાનાં, ઘણુંખરું લીલાં, નિયમિત,…

વધુ વાંચો >

ચીલ

ચીલ : દ્વિદળી વર્ગમાં આવેલા ચીનોપોડિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Chenopodium album Linn. (સં. ચિલ્લિકા, ચંડિકા; મ. ચંદન બટવા, ગોડછીક, તાંબડી, ચીક, ચાકોલીઆચી ભાજી; હિં. ચિલ્લી, બડાબથુવા; બં. ચંદનબેટુ; ક. ચંદન બટ્ટવે; ફા. સરમક; અ. કુતુફ; અં. વાઇલ્ડ સ્પિનિઝ, વ્હાઇટ ગૂઝફૂટ) છે. તે બહુસ્વરૂપી (polymorphic), સફેદ, ટટ્ટાર 30–90 સેમી.…

વધુ વાંચો >

ચૂષક મૂળ (sucker root)

ચૂષક મૂળ (sucker root) : યજમાન(host)ના શરીરમાંથી પોષક તત્વો મેળવવા પરોપજીવી આવૃતબીજધારી (angiosperm) વનસ્પતિઓમાં વિકાસ પામેલ અસ્થાનિક (adventitious) મૂળ. આ મૂળ યજમાનની પેશીઓમાં પ્રવેશી બંનેનાં સંવહન પેશીતંત્રને જોડે છે. અમરવેલ જેવી સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિનાં ચૂષકો યજમાનની અન્નવાહક અને જલવાહક પેશીમાંથી અનુક્રમે કાર્બનિક પોષક દ્રવ્યો અને પાણી તેમજ ખનિજ ક્ષારો શોષે…

વધુ વાંચો >

ચેરી

ચેરી : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની વનસ્પતિ. તેની બે મુખ્ય જાતિઓ છે : (1) Prunus avium Linn (મીઠી ચેરી) અને (2) P. cerasus Linn (ખાટી ચેરી, લાલ ચેરી). મીઠી ચેરીનું વૃક્ષ 24 મી. સુધીની ઊંચાઈ ધરાવતું, ઉન્નત કે પિરામિડ સ્વરૂપનું હોય છે. તેની છાલ રતાશ પડતી કે ભૂરા રંગની…

વધુ વાંચો >