બળદેવભાઈ પટેલ
ગુવાર
ગુવાર : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cyamopsis tetragonoloba (Linn) Taub. Syn. C. psoralioides DC. (સં. ગૌરાણી, ગોરક્ષાફલિની; હિં. ગ્વાર; મ. ગોંવારી, બાંવચ્યા; ત. ગોરચિકુડુ, અં. ક્લસ્ટર બીન) છે. તેના સહસંબંધીઓમાં બાવચી, ઈકડ, અગથિયો, ભળતું જેઠીમધ, તણછ, તારછોડ વગેરે છે. સ્વરૂપ : તેના છોડ એકવર્ષાયુ,…
વધુ વાંચો >ગોવિંદજી
ગોવિંદજી (જ. 24 ઑક્ટોબર 1933, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : વિશ્વવિખ્યાત જીવભૌતિકશાસ્ત્રી. તેમના પિતા વિશ્વેશ્વરપ્રસાદ પ્રસિદ્ધ કેળવણીકાર હતા. ગોવિંદજી બાળપણથી જ જિજ્ઞાસુ હતા. તેમને વિસ્તૃત ચર્ચાઓ કરવાનો પુષ્કળ શોખ હતો. તેમણે અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી બી.એસસી. અને એમ.એસસી.ની ઉપાધિઓ સર્વપ્રથમ ક્રમે આવીને મેળવી હતી. તેમણે 1956માં ભારત છોડ્યું અને યુ.એસ.માં જઈ વસ્યા. હાલમાં તેઓ…
વધુ વાંચો >ગ્રીનગાર્ડ પૉલ
ગ્રીનગાર્ડ પૉલ (જ. 11 ડિસેમ્બર 1925, ન્યૂયૉર્ક સિટી, યુ.એસ.; અ. 13 એપ્રિલ 2019, મેનહટ્ટન, ન્યૂયોર્ક, યુ. એસ.) : 2000ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા, આણ્વિક અને કોષીય ચેતાવિજ્ઞાની (neurologist). તેમણે જોન્સ હૉપકિન્સ યુનિવર્સિટી, બાલ્ટિમોરમાંથી 1953માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. અનુસ્નાતક-કાર્ય કર્યા પછી તેમણે ગાયગી રિસર્ચ લૅબોરેટરી, આર્ડસ્લે, ન્યૂયૉર્કમાં 1959–67 સુધી સેવા…
વધુ વાંચો >ગ્રે, એસા
ગ્રે, એસા (જ. 18 નવેમ્બર 1810, સકોઇટ, ન્યૂયૉર્ક; અ. 30 જાન્યુઆરી 1888, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : અમેરિકાના સુપ્રસિદ્ધ વનસ્પતિવિજ્ઞાની. તેઓ ઉત્તર અમેરિકાના હાર્વર્ડ વિશ્વવિદ્યાલયની હાર્વર્ડ કૉલેજમાં નૅચરલ હિસ્ટરીના પ્રાધ્યાપક (1842–1888) હતા. તેમણે ઉત્તર અમેરિકાના વનસ્પતિસમૂહનો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. આ પ્રદેશની વનસ્પતિઓની માહિતીનું સંકલન તેમના જેટલું કોઈએ કર્યું નથી. ‘અ મૅન્યુઅલ…
વધુ વાંચો >ચણા
ચણા : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cicer arietinum Linn. (સં. હરિમંથ, ચણક; હિં. ચના, છોલા; બં. ચણક; મ. હરભરા; તા. ક. કડલે; મલ. કટાલા; ફા. નખુદ; અ. હમસ; અં. બૅંગાલ ગ્રામ, હૉર્સ ગ્રામ, ચિક પી ગ્રામ) છે. તે કઠોળ વર્ગનો પાક છે. તેનો છોડ…
વધુ વાંચો >ચણોઠી (ગુંજા)
ચણોઠી (ગુંજા) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Abrus precatorius Linn. (સં. ગુંજા; હિં. ગુંજા, ઘુઘચી, ચોટલી, ચિરમિટી; બં. કુંચ; મ. ગુંજ; ક. ગુલુગુંજે, એરડુ; તે. ગુલવિંદે; ફા. ચશ્મે ખરૂસ્; અં. ક્રેબ્સ આઇ, ઇંડિયન લિકરિસ, વીડ ટ્રી) છે. તે બહુવર્ષાયુ અરોમિલ (glabrescent) વીંટળાતી આરોહી વનસ્પતિ…
વધુ વાંચો >ચમારદુધેલી (નાગલા દુધેલી)
ચમારદુધેલી (નાગલા દુધેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ક્લેપિયેડેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pergularia daemia (Forsk.) Chiov syn. P. extensa N. E. Br.; Daemia extensa R.Br (સં. ફલકંટકા, ઇંદિવરા; મ. ઉતરણી, ઉતરંડ; હિં. ઉતરણ; ક. કુરૂટિગે, કુટિગ; તા. વેલિપારૂત્તિ; તે. ગુરુટિચેટ્ટ, જસ્તુપુ; મલા. વેલિપારૂત્તિ) છે. તે વાસ મારતી ક્ષીરરસયુક્ત વળવેલ…
વધુ વાંચો >ચમેલી (જૅસ્મિન)
ચમેલી (જૅસ્મિન) : દ્વિદળી વર્ગમાં આવેલા ઑલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum grandiflorum Linn. (સં. ચંબેલી, ચેતકી, જાતિ, માલતી; હિં. ચંબેલી; મ. જાઈ; ક. જાજિમલ્લિગે; તે. જાજી, માલતી; મલા. પિચ્યાકં, માલતી; અં. સ્પૅનિશ જૅસ્મિન, કૉમન જૅસ્મિન) છે. તે મોટી આરોહણ કરવા મથતી કે વળવેલ સ્વરૂપ ક્ષુપ વનસ્પતિ છે…
વધુ વાંચો >ચંદન (સુખડ)
ચંદન (સુખડ) : દ્વિદળી વર્ગના સેન્ટેલેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Santalum album Linn. (સં. હિં. મ. ચંદન; ક. શ્રીગંધમારા; તે. ચંદનમુ; તા. મલા. ચંદનમારં; ફા. સંદલ; અ. સંદલે, અબાયદ; અં. સેંડલવૂડ) છે. તે નાનાથી માંડી મધ્યમ કદનું (8–10 મી. ઊંચું) અર્ધ-પરોપજીવી (semi-parasite), સદાહરિત (evergreen) અને પાતળી શાખાઓ ધરાવતું વૃક્ષ…
વધુ વાંચો >ચંપો
ચંપો : દ્વિદળી વર્ગમાં આવેલા મૅગ્નોલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Michelia champaca Linn. (હિં. બં. ચંપા, ચંપાક્ષ; મ. પીવળા-ચંપા, સોન-ચંપા; ગુ. ચંપો, પીળો ચંપો; તે. ચંપાકામુ; ત. શેમ્બુગા, ચંબુગમ; ક. સમ્પીગે; મલા. ચંપકમ્; અં. ચંપક) છે. તે 30 મી. સુધીની ઊંચાઈ અને 3.5 મી.નો ઘેરાવો ધરાવતું સદાહરિત વૃક્ષ…
વધુ વાંચો >