બળદેવભાઈ પટેલ
કૅમ્પેન્યુલેસી
કૅમ્પેન્યુલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. (લૉબેલીઓઇડી સહિત) લગભગ 60 પ્રજાતિ અને 1500 જાતિઓનું બનેલું છે. મોટી પ્રજાતિઓમાં Campanula (230 જાતિઓ), Lobelia (225 જાતિઓ), Siphocampylus (200 જાતિઓ), Centropogon (200 જાતિઓ), Wahlenbergia (70 જાતિઓ), Phyteama (40 જાતિઓ), Cyanea (50 જાતિઓ) અને Lightfootia(40 જાતિઓ)નો સમાવેશ થાય છે. આ કુળની વનસ્પતિઓ…
વધુ વાંચો >કૅરિકેસી (પપેયેસી)
કૅરિકેસી (પપેયેસી) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળ મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અમેરિકા, પશ્ચિમ આફ્રિકા અને ઉષ્ણ પ્રદેશોમાં જોવા મળે છે. આ કુળમાં 4 પ્રજાતિઓ (Carica, Cylicomorpha, Jacaratia અને Jarilla) અને 55 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કુળની વનસ્પતિઓ પોચા પ્રકાંડવાળાં, નાનાં તાડ જેવાં વૃક્ષ, ક્ષુપ કે…
વધુ વાંચો >કૅરિયોટાઇપ (રંગસૂત્રપ્રરૂપ – karyotype)
કૅરિયોટાઇપ (રંગસૂત્રપ્રરૂપ – karyotype) : અભિરંજિત ફોટોસૂક્ષ્માલેખીય (photomicrographic) રંગસૂત્રોનાં કદ અને રંગસૂત્રકેન્દ્ર(centromere)ના સ્થાનને અનુલક્ષીને કરવામાં આવતી અનુક્રમિક ગોઠવણીનો નકશો. મનુષ્યના કૅરિયોટાઇપનો અભ્યાસ તંતુકોરકો (fibroblasts), અસ્થિમજ્જા, ત્વચા અને પરિઘવર્તી રુધિરના પેશીસંવર્ધન દ્વારા કરવામાં આવે છે. કોલ્ચિસિન અને અલ્પસાંદ્ર (hypotonic) દ્રાવણોનો ઉપયોગ સમવિભાજનની ભાજનાવસ્થા જકડવા (કૉલ્ચિસિન દ્વિધ્રુવીય ત્રાક બનતી અટકાવે છે.) અને…
વધુ વાંચો >કૅરેક્સ પ્રજાતિ
કૅરેક્સ પ્રજાતિ (Genus Carex) : એકદલાની શ્રેણી ગ્લુમેસીના કુળ સાયપરેસીની પ્રજાતિ. તેની બે જાતો જેમાંની C. fedia Nees દક્ષિણ ગુજરાતમાંથી અને બીજી C. myosupus Nees તારંગા બાલારામ પટ્ટી ઉપર હોવાનું નોંધાયેલ છે. સાયપરેસી કુળની આ પ્રજાતિ બરછટ ઘાસ જેવી બહુવર્ષાયુ 1500 જાતિઓ ધરાવે છે, જે વિશ્વના તમામ સમશીતોષ્ણ પ્રદેશોમાં અને…
વધુ વાંચો >કેર્યોટા
કેર્યોટા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી (પામી) કુળની ઊંચા તાડ ધરાવતી એક પ્રજાતિ. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે. તે પૈકી C. urens (શિવજટા, ભૈરવતાડ) આર્થિક મહત્વ ધરાવે છે. Caryota mitis Lour 3.6 મી.થી 12.0 મી. ઊંચા અને 10 સેમી.થી 17.5 સેમી. વ્યાસ ધરાવતા તાડની સુંદર જાતિ છે. ભારતમાં…
વધુ વાંચો >કૅર્યોફાઇલેસી
કૅર્યોફાઇલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળમાં 88 પ્રજાતિઓ અને લગભગ 1,750 જેટલી જાતિઓનો સમાવેશ, કરવામાં આવ્યો છે. તેની સૌથી મોટી પ્રજાતિઓ Silene (500 જાતિઓ), Dianthus (350 જાતિઓ), Arenaria (160 જાતિઓ) અને Stellaria, Cerastium, Lychnis અને Gypsophila (પ્રત્યેક લગભગ 100 જાતિઓ) છે. આ કુળની ગુજરાતમાં 4 પ્રજાતિઓ…
વધુ વાંચો >કૅલિયાન્ડ્રા
કૅલિયાન્ડ્રા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની શાખિકાવિહીન (unarmed), ક્ષુપ, નાનું વૃક્ષ કે કેટલીક વાર બહુવર્ષાયુ શાકીય સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. ભારતમાં તેની 10 જેટલી જાતિઓ થાય છે અને બળતણ માટે અને ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. Calliandra calothyrsus Meissn. syn. C. confusa Sprague & Riley. નામની જાતિ ટટ્ટાર…
વધુ વાંચો >કૅલેડિયમ
કૅલેડિયમ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની પ્રકાંડવિહીન ગાંઠામૂળીવાળી શાકીય પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે. ભારતમાં તેમના સુશોભિત પર્ણસમૂહ માટે લગભગ પાંચ જાતિઓ ઉગાડવામાં આવે છે. તેની શોભન જાતો ‘એન્જલ-વિંગ્ઝ’, ‘કોરેઝોન-દ-મારિયા’, ‘ઍલિફન્ટ્સ ઇયર’ વગેરે નામે જાણીતી છે. તેઓ ગોરાડુ જમીનમાં સૌથી સારી રીતે ઊગે છે અને તેમનું…
વધુ વાંચો >કૅલેન્ડ્યુલા
કૅલેન્ડ્યુલા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની ઉદ્યાનોમાં ઉગાડાતી એક પ્રજાતિ. તે 25 જેટલી એકવર્ષાયુ કે બહુવર્ષાયુ જાતિઓની બનેલી છે, ભારતમાં તેની બે જાતિઓ થાય છે. Calendula officinalis Linn. (પં. ઝર્ગુલ, અં. પૉટ મેરીગોલ્ડ) રોમિલ, એકવર્ષાયુ, 50 સેમી.થી 60 સેમી. ઊંચી શાકીય જાતિ છે – ઘણા ભાગોમાં તેને ઉદ્યાનોમાં…
વધુ વાંચો >કૅલેમસ (નેતર)
કૅલેમસ (નેતર) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી કુળની તાડની એક પ્રજાતિ. તે 390 જેટલી જાતિઓ ધરાવે છે અને ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોનાં જંગલોમાં વિતરણ પામેલી છે. મોટાભાગની જાતિઓ વૃક્ષો પર પર્ણો અને પર્ણ-આવરકો ઉપર આવેલા અંકુશ જેવા કાંટાઓ અથવા પર્ણના અક્ષની ચાબુક જેવી લાંબી રચનાઓ દ્વારા આરોહણ કરે છે.…
વધુ વાંચો >