બળદેવભાઈ કનીજિયા
સાળવી દિલિપ એમ.
સાળવી, દિલિપ એમ. (જ. 19 જુલાઈ 1952, રત્નાગિરિ, મહારાષ્ટ્ર) : ભારતીય અંગ્રેજીના વિજ્ઞાનકથા-લેખક. તેઓ એમ.એસસી.ની પદવી મેળવ્યા બાદ વિજ્ઞાનના પત્રકારત્વ અને લેખનકાર્યમાં જોડાયા. તેઓ ‘સાયન્સ રિપોર્ટર’ના સંપાદક અને ‘લિમ્કા બુક ઑવ્ રેકર્ડ્ઝ’માં સલાહકાર રહ્યા. તેમણે અંગ્રેજીમાં 28 ઉલ્લેખનીય ગ્રંથો આપ્યા છે. ‘અ પેસેજ ટુ ઍન્ટાર્ટિકા’ (1986); ‘રૉબોટ્સ આર કમિંગ’ (1989);…
વધુ વાંચો >સાંકૃત્યાયન કમલા
સાંકૃત્યાયન, કમલા (જ. 15 ઑગસ્ટ 1930; કલિમ્પોંગ, જિ. દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી અને હિંદી લેખિકા. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પ્રયાગમાંથી ‘સાહિત્યરત્ન’ની પદવી મેળવી. તેઓ દાર્જિલિંગમાં લોરેટો કૉલેજના હિંદી વિભાગનાં રીડર રહ્યાં; નવી દિલ્હીમાં લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય કમિશનનાં સભ્ય હતાં. તેમની માતૃભાષા નેપાળી હોવા…
વધુ વાંચો >સાંકૃત્યાયન રાહુલ
સાંકૃત્યાયન, રાહુલ (જ. 9 એપ્રિલ 1893, પન્દ્રાહા, જિ. આઝમગઢ, ઉત્તર પ્રદેશ; અ. એપ્રિલ 1963) : સર્વતોમુખી સર્જક પ્રતિભા ધરાવનાર નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, ચરિત્રલેખક, ચિંતક તથા વિશ્વયાત્રી. મૂળ નામ કેદારનાથ પાંડેય. બાળપણમાં જ્ઞાનપિપાસાથી પ્રેરાઈને ગૃહત્યાગ કર્યો. મૂળ નામ બદલીને બિહારમાં રામઉદારદાસ નામ ધારણ કરી વૈષ્ણવ સાધુ બની ગયા. પછી હિન્દુ ધર્મનો…
વધુ વાંચો >સાંડિલ્વી વજાહત અલી
સાંડિલ્વી, વજાહત અલી (જ. 1 માર્ચ 1916, સાંડિલા, ઉત્તર પ્રદેશ; અ. 9 ઑક્ટોબર 1996) : ઉર્દૂ લેખક. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એ., એલએલ.બી.ની પદવી મેળવી. વકીલાતની સાથોસાથ લેખનકાર્ય કર્યું. તેમણે અત્યાર સુધીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમના ‘ગૂંગી હવેલી’ (1971); ‘કૂલી નં. 399’ (1980); ‘ધૂપ કી ઐનક’ (1984) નામક વાર્તાસંગ્રહો લોકપ્રિય…
વધુ વાંચો >સિદ્ધુ ચરણદાસ
સિદ્ધુ, ચરણદાસ (જ. 1938, ભામ, જિ. હોશિયારપુર, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમને તેમની કૃતિ ‘ભગતસિંહ શહીદ : નાટક તિક્કડી’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી, પછી અમેરિકાની મેડિસન વિસ્કોન્સિનમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1960થી 2003 સુધી તેમણે હંસરાજ…
વધુ વાંચો >સિદ્ધેશ્વરીદેવી
સિદ્ધેશ્વરીદેવી (જ. 8 ઑગસ્ટ 1908, વારાણસી; અ. 18 માર્ચ 1977, દિલ્હી) : શુદ્ધ શાસ્ત્રીય બનારસી ગાયકીનાં અગ્રગણ્ય અને પ્રસિદ્ધ કલાકાર. તેમનાં દાદીમા મૈના એક સુપ્રસિદ્ધ ગાયિકા હતાં એટલે નાનપણથી જ સિદ્ધેશ્વરીદેવીને તેમની પાસેથી સંગીતનો અમૂલ્ય વારસો મળ્યો હતો. 11 વર્ષની વય સુધીમાં બંને માતા અને પિતા ગુમાવતાં કાશીનરેશનાં દરબારી ગાયિકા…
વધુ વાંચો >સિરકીર કોયલ (Sirkeer cuckoo)
સિરકીર કોયલ (Sirkeer cuckoo) : ઊડતા નોળિયા જેવું સામાન્ય પંખી. માથાથી પૂંછડી સુધી આખું ખૂલતા બદામી રંગનું 42.5 સેમી. કદનું પંખી. પીઠ પર ઘેરો, દાઢી પર સફેદ જેવો રંગ અને પેટાળ ઘેરા ચૉકલેટી રંગનું હોય છે. તેની ચાંચ પોપટ જેવી લાલચટક, છેડે પીળી અને અણીદાર હોય છે. આંખ ઉપરની પાંપણો…
વધુ વાંચો >સિર્પી, બાલસુબ્રહ્મણ્યમ્
સિર્પી, બાલસુબ્રહ્મણ્યમ્ (જ. 29 જુલાઈ 1936, આતુપોલ્લાચી, જિ. કોઇમ્બતૂર, તામિલનાડુ) : તમિળ કવિ અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ઓરુ ગિરામત્તુ નદી’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અન્નામલાઈ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. અને મદ્રાસ (ચેન્નાઈ) વિશ્વવિદ્યાલયમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી અને રશિયન ભાષામાં ડિપ્લોમા મેળવ્યો. તમિળ ઉપરાંત…
વધુ વાંચો >સિંગ લૈરેનમાયુમ ઇબૂન્ગોહલ
સિંગ, લૈરેનમાયુમ ઇબૂન્ગોહલ (જ. 1895; અ. 1966) : મણિપુરી નાટ્યકાર અને શિક્ષણકાર. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. બી.એલ. પરીક્ષા પાસ કરનાર તેઓ પ્રથમ મણિપુરી હતા. તેમણે મણિપુર સરકારમાં જુદા જુદા હોદ્દાઓ પર સેવા બજાવી. તેઓ મણિપુરના મહારાજાના દરબારના દરબારી, ચીફ કોર્ટના ન્યાયાધીશ અને છેલ્લે મણિપુરના પ્રથમ જિલ્લા અને સેશન્સ…
વધુ વાંચો >સિંગીરેડ્ડી નારાયણ રેડ્ડી
સિંગીરેડ્ડી, નારાયણ રેડ્ડી, ડૉ. (જ. 29 જુલાઈ 1931, હનુમાનજીપેટ, જિ. કરીમનગર, આંધ્રપ્રદેશ) : ખ્યાતનામ તેલુગુ કવિ. તેમના પિતાનું નામ મલ્લા રેડ્ડી, માતાનું નામ બચમ્મા. તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. તેઓ આંધ્રપ્રદેશ ઓપન યુનિવર્સિટીના કુલપતિ પણ રહેલા. આંધ્રપ્રદેશ રાજભાષા સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે કામગીરી કરી છે. ઓસ્માનિયા યુનિવર્સિટીમાં તેલુગુના પ્રાધ્યાપક રહેલા.…
વધુ વાંચો >