બળદેવભાઈ કનીજિયા

સંધુ, ગુલઝારસિંગ

સંધુ, ગુલઝારસિંગ (જ. 1935, કોટલાબાદલા, લુધિયાણા, પંજાબ) : જાણીતા પંજાબી વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘અમર કથા’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવેલો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. 1960થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. અત્યાર સુધીમાં તેમના 4 વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. તેમની સંખ્યાબંધ વાર્તાઓ  હિંદી…

વધુ વાંચો >

સંધુ, વરિયમસિંગ

સંધુ, વરિયમસિંગ (જ. 5 ડિસેમ્બર 1945, ચાવિંડા કલન, જિ. અમૃતસર, પંજાબ) : પંજાબી લેખક. તેમણે ગુરુનાનક દેવ યુનિવર્સિટીમાંથી પંજાબીમાં એમ.એ.; પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ.; અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ જાલંધરમાં લ્યાલપુર ખાલસા કૉલેજમાં પંજાબીના અધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓ પંજાબ યુનિવર્સિટીમાં સેનેટ-સભ્ય; પંજાબ સાહિત્ય અકાદમીના કારોબારી સભ્ય તથા પંજાબ લેખક સભાના…

વધુ વાંચો >

સંધ્યા રેડ્ડી, કે. આર.

સંધ્યા રેડ્ડી, કે. આર. (શ્રીમતી) (જ. 22 જૂન 1953, ચિત્રદુર્ગ, કર્ણાટક) : કન્નડ લેખિકા. મૈસૂર યુનિવર્સિટીમાંથી તેમણે કન્નડમાં બી.એસસી.; એમ.એ. અને લોકસાહિત્યમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ બગલોરમાં એનજીઈએફ લિમિટેડના ગુણવત્તા અને ધોરણોના વિભાગનાં નાયબ મૅનેજરના પદ સાથે લેખનકાર્ય કરતાં રહ્યાં. 197981 દરમિયાન કન્નડ લોકસાહિત્ય એન્સાઇક્લોપીડિયાનાં સહ-સંપાદિકા; ‘એનજીઈએફવાણી’નાં સંપાદિકા; ટેક્નિકલ સામયિક…

વધુ વાંચો >

સંપટ કુમારાચારી, કોવેલા (સંપટ કુમાર)

સંપટ કુમારાચારી, કોવેલા (સંપટ કુમાર) (જ. 26 જૂન 1933, વારંગલ, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ અને વિવેચક. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી તેલુગુ અને હિંદીમાં એમ.એ., આંધ્ર યુનિવર્સિટીમાંથી ભાષાપ્રવીણ અને કાકટિય યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી હતી. તેઓ જટિયા સાહિત્ય પરિષદના પ્રમુખ; આંધ્ર પ્રદેશ સાહિત્ય અકાદમીના સંશોધન-સમિતિના સભ્ય રહ્યા હતા. તેઓ પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત…

વધુ વાંચો >

સંપુતાની, કોસુ

સંપુતાની, કોસુ (જ. 3 જાન્યુઆરી 1930, કોડિહાલ્લી, તા. ડોડ્ડાબલ્લાપુર, બૅંગલોર, કર્ણાટક) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ બાંધકામ વિભાગમાંથી સિવિલ એન્જિનિયર તરીકે સેવાનિવૃત્ત થયા પછી ‘મેઘા’ અને ‘ભાવના’ના સહ-સંપાદક રહ્યા. તેમની માતૃભાષા મરાઠી હોવા છતાં કન્નડમાં 24 ગ્રંથો આપ્યા છે. ‘ગોરવય્યા’ (1967); ‘નાગરી નારી’ (1984); ‘બુડુ બુદિકે સંતન્ના’ (1985) બાળગીતસંગ્રહો…

વધુ વાંચો >

સંબંધ મુદલિયાર, પમ્મલ

સંબંધ મુદલિયાર, પમ્મલ (જ. 1873; અ. 1964) : તમિળ રંગભૂમિના પિતા. માત્ર 18 વર્ષની વયે તેમણે 1891માં ‘સગુણ વિલાસ સભા’ નામના અવેતન રંગભૂમિ જૂથની સ્થાપના કરી. તેની શરૂઆત ફક્ત 7 સભ્યોથી કરી, જે ક્રમશ: એક શક્તિશાળી અને અતિ પ્રભાવશાળી સંસ્થા બની. લોક-રંગભૂમિનાં જૂથો દ્વારા શેરીના નાકે કે ખુલ્લાં મેદાનોમાં તેમજ…

વધુ વાંચો >

સંસારચંદ

સંસારચંદ (જ. 16 જૂન 1935, ફતેહપુર, જિ. કાંગરા, હિમાચલ પ્રદેશ) : હિંદી કવિ અને લેખક. તેમણે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાંથી બી.એ.; પંજાબ યુનિવર્સિટીમાંથી ‘પ્રભાકર’ની પદવી મેળવી. પછી અધ્યાપનકાર્ય કરીને સેવાનિવૃત્ત થયા. તેઓ કાંગરા કલા સંગમના સામાન્ય મંત્રી; કાંગરા લોકસાહિત્ય પરિષદના તથા અન્ય સાહિત્યિક સંસ્થાઓના મંત્રી રહ્યા. ‘પ્રભાકર’ તેમનું તખલ્લુસ છે. તેમની…

વધુ વાંચો >

સંસારચંદ્ર

સંસારચંદ્ર (જ. 28 ઑગસ્ટ 1917, મીરપુર, પંજાબ) : હિંદી તથા સંસ્કૃતના લેખક. તેમણે પંજાબ યુનિવર્સિટી, લાહોર અને પૂર્વ પંજાબ યુનિવર્સિટી, સોલનમાંથી સંસ્કૃત તથા હિંદીમાં એમ.એ.; પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી પીએચ.ડી. તથા બિહાર યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવીઓ પ્રાપ્ત કરી. કારકિર્દીની શરૂઆત કટારલેખનથી શરૂ કરીને 1948-63 દરમિયાન એસ. ડી. કૉલેજ, અંબાલામાં સંસ્કૃત તથા હિંદી…

વધુ વાંચો >

સંસ્કાર્તા, નાનુરામ

સંસ્કાર્તા, નાનુરામ (જ. 20 જુલાઈ 1916, ખારી, જિ. બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી લેખક. તેમણે કાશી સંસ્કૃત યુનિવર્સિટીમાંથી ‘સંસ્કૃતભૂષણ’; પંજાબ યુનિવર્સિટીમાંથી ‘પ્રભાકર’, ‘સાહિત્યરત્ન’ અને ‘સાહિત્ય મહોપાધ્યાય’ની પદવીઓ મેળવી હતી. તેઓ રાજસ્થાન સાહિત્ય અકાદમી, ઉદેપુરના સભ્ય રહેલા. અધ્યાપનકાર્ય કરી તેઓ સેવાનિવૃત્ત થયા છે. તેમણે રાજસ્થાની તથા હિંદીમાં કુલ 35 ગ્રંથો…

વધુ વાંચો >

સંસ્કૃતિ કે ચાર અધ્યાય (1956)

સંસ્કૃતિ કે ચાર અધ્યાય (1956) : ઐતિહાસિક ભૂમિકા સાથે ભારતીય સંસ્કૃતિના વિકાસનું વિગતવાર અને પૃથક્કરણાત્મક વૃત્તાંત આપતી રામધારીસિંહ ‘દિનકર’(જ. 1908)ની કૃતિ. આ કૃતિને 1959ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. દિનકર રાષ્ટ્રીય ચેતનાના કવિ હોઈ, પ્રબળ રાષ્ટ્રીય ચેતનાથી પ્રેરાઈને તેમણે આ ગ્રંથની રચના કરી છે. તેમણે ભારતીય સંસ્કૃતિના…

વધુ વાંચો >