બળદેવભાઈ કનીજિયા
સસ્સી પુન્નુ
સસ્સી પુન્નુ : હાશિમ શાહ (1753-1823) રચિત કિસ્સા પ્રકારની પ્રણયકથા. તેમની આ કાવ્યમય કલ્પિત પ્રેમ-કિસ્સાની રચનાથી તેમને સારી એવી ખ્યાતિ મળી. આ પ્રેમકથાનું મૂળ સિંધમાં છે. ‘કિસ્સા’ પ્રકાર પશ્ચિમ પંજાબની કાવ્યશૈલીની વધુ નિકટ છે. આ સસ્સી પુન્નુના કિસ્સાની રચના પંજાબી સાહિત્યના પ્રારંભિક ગાળા દરમિયાન થઈ હોવી જોઈએ. તેમાં ચંદ્રને લગતી…
વધુ વાંચો >સહગલ, નયનતારા
સહગલ, નયનતારા (જ. 10 મે 1927, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : અંગ્રેજીમાં લખતાં ભારતીય લેખિકા. નામાંકિત સંસ્કૃત વિદ્વાન અને વકીલ આર. એસ. પંડિત તથા વિજયાલક્ષ્મી પંડિતની ત્રણ પુત્રીઓ પૈકીનાં વચેટ પુત્રી. તેમનું મોટાભાગનું શૈશવ અલ્લાહાબાદ ખાતેના નહેરુ પરિવારના પૈતૃક મકાન આનંદભવનમાં વીત્યું. પુણેમાં શાળાકીય શિક્ષણ લીધા પછી, મસૂરી નજીકની અમેરિકન મિશનરી શાળા…
વધુ વાંચો >સહગલ, મનમોહન
સહગલ, મનમોહન (જ. 15 એપ્રિલ 1932, જલંધર, પંજાબ) : હિંદી લેખક. તેમણે ફિલૉસૉફી અને હિંદીમાં એમ.એ.; તથા બી.ટી.; પીએચ.ડી. અને ડી.લિટ.ની ડિગ્રીઓ મેળવી હતી. તેઓ યુજીસી પ્રૉજેક્ટ પર કાર્ય કરતી પંજાબી યુનિવર્સિટીના હિંદી વિભાગમાં પ્રાધ્યાપક અને વડા રહ્યા. તેમની માતૃભાષા પંજાબી હોવા છતાં તેમણે હિંદીમાં 50થી વધુ ગ્રંથો આપ્યા છે.…
વધુ વાંચો >સહલ, કન્હૈયાલાલ
સહલ, કન્હૈયાલાલ (જ. 1911, નવલગઢ, શેખાવતી, રાજસ્થાન; અ. 1977) : રાજસ્થાની સંશોધક, વિવેચક. તેમણે હિંદી અને સંસ્કૃતમાં એમ. એ.ની ડિગ્રી મેળવી. તેઓ ગુજરાતી, મરાઠી અને બંગાળીના સારા જાણકાર હતા, શરૂમાં તેઓ પિલાનીમાં અધ્યાપક અને પછી બિરલા કૉલેજમાં હિંદીના પ્રાધ્યાપક રહ્યા. છેલ્લે આચાર્ય તરીકે સેવાનિવૃત્ત થયા. ‘રાજસ્થાની કહાવતેં એક અધ્યયન’ નામક…
વધુ વાંચો >સહસ્રબુધ્યે, રમેશ કે.
સહસ્રબુધ્યે, રમેશ કે. (જ. 8 સપ્ટેમ્બર 1938, પુણે, મહારાષ્ટ્ર) : મરાઠીના લોકપ્રિય વિજ્ઞાનલેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ.; અને બી.એસસી.; ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાંથી બી.જે.; ડીસીઇની પદવી મેળવી. પછી તેમણે નૅશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયામાં ફિલ્મ સંગ્રહાલયના ઑફિસર તરીકે કારકિર્દી શરૂ કરી. તેઓ મહારાષ્ટ્ર વિદ્યુત મંડળ માહિતી-પત્રિકાના સંપાદક; જર્નલ ઑવ્ મરાઠી વિજ્ઞાનપરિષદ…
વધુ વાંચો >સહાની, ભીષ્મ
સહાની, ભીષ્મ (જ. 8 ઑગસ્ટ 1915, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં); અ. 11 જુલાઈ 2004) : હિંદી નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. 1937માં તેમણે પંજાબ યુનિવર્સિટી, લાહોરમાંથી અંગ્રેજી સાથે એમ.એ. તથા 1958માં પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પંજાબ તથા દિલ્હી યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા. 1965-67 ‘નઈ કહાનિયાઁ’ નામના ટૂંકી વાર્તાઓના હિંદી જર્નલના સંપાદક.…
વધુ વાંચો >સહાય, શિવપૂજન
સહાય, શિવપૂજન (જ. 1893, ઉન્વાસ, જિ. શાહબાદ, બિહાર; અ. 1963) : હિંદી વાર્તાકાર, નવલકથાકાર, ચરિત્રકાર તથા પત્રકાર. તેમનો જન્મ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા મુનશી ઈશ્વરી-દયાળ ડુમરા રાજના અધિકારી હતા અને ઉર્દૂ તથા ફારસીના જાણકાર હતા. શિવપૂજને ગામની મદરેસામાં ઉર્દૂ અને ફારસીનો અભ્યાસ કર્યો અને 1912માં આરાહની કાયસ્થ…
વધુ વાંચો >સહા, રણજિતકુમાર
સહા, રણજિતકુમાર (જ. 21 જુલાઈ 1946, ભાગલપુર, બિહાર) : હિંદી લેખક તથા અનુવાદક. 1966માં તેમણે હિંદીમાં ભાગલપુર યુનિવર્સિટીમાંથી એમ.એ.; 1974માં વિશ્વભારતીમાંથી પીએચ.ડી.; 1964માં ફાઇન આર્ટ્સમાં, 1989માં કમ્પરેટિવ લિટરેચરમાં તથા તિબેટનમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યાં. તેઓ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીમાં ડેપ્યુટી સેક્રેટરી રહ્યા. 1977માં તેઓ ભાગલપુર યુનિવર્સિટીમાં હિંદીના અધ્યાપક; 197982 સુધી વિશ્વભારતી,…
વધુ વાંચો >સંઘવી, વસંત ચુનીલાલ
સંઘવી, વસંત ચુનીલાલ (જ. 8 માર્ચ 1938, માંડવી, કચ્છ-ગુજરાત) : પક્ષી જગતના અચ્છા અને ચિત્રાત્મક (pictorial) શૈલીના તસવીરકાર. વેપારી પરિવારના પુત્ર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માંડવીમાં. એસ.એસ.સી. પરીક્ષા પાસ કર્યા પછી માંડવીમાં મહેસૂલ ખાતાની સેવામાં જોડાયા. બાળપણથી જ પેઇન્ટિંગનું આકર્ષણ. કાળક્રમે ફોટોગ્રાફી તરફ ઢળ્યા. પિતા ચુનીલાલની નિશ્રામાં પોતાના નિવાસસ્થાને ફોટોગ્રાફી…
વધુ વાંચો >સંતોષમ, વી. જી.
સંતોષમ, વી. જી. (જ. 15 ઑગસ્ટ 1936, અલગપ્પાપુરમ્, જિ. તિરુનેલ્વેલી, તામિલનાડુ) : તમિળ કવિ અને લેખક. વીજીપી ગ્રૂપ ઑવ્ કંપનીઝ, તામિલનાડુના અધ્યક્ષ. તેમણે તમિળમાં કુલ 21 ગ્રંથો આપ્યા છે. તેમાં નોંધપાત્ર છે : ‘ઉલગમ ચુત્રી વન્ધોમ’ પ્રવાસકથા; ‘અરુમાઈ અન્નાચી’ ચરિત્રકથા; ‘સંતાન ચિંતનાઇગલ’ નિબંધસંગ્રહ; ‘સંતોષ કવિતાઇગલ’, ‘તમિળે પોત્રી’, ‘મૂવદિયાર’, ‘સંતોષ તેન્દ્રલ’…
વધુ વાંચો >