બળદેવભાઈ કનીજિયા

શર્મા, ચંદ્રધર

શર્મા, ચંદ્રધર (જ. 31 જાન્યુઆરી 1920, કોટા, રાજસ્થાન) : હિંદી તથા સંસ્કૃત પંડિત. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી તેમણે 1942માં એમ.એ.; 1944માં એલએલ.બી.; 1947માં ડી.ફિલ.; 1951માં ડી.લિટ.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ 1960-80 દરમિયાન જબલપુર યુનિવર્સિટીમાંથી ફિલસૂફી વિભાગના પ્રાધ્યાપક તથા વડા; 1963-64 અમેરિકામાં વ્હિટની ખાતે મુલાકાતી પ્રાધ્યાપક; 1980માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરફથી મુલાકાતી પ્રાધ્યાપક…

વધુ વાંચો >

શર્મા, ચંદ્રિકાપ્રસાદ

શર્મા, ચંદ્રિકાપ્રસાદ (જ. 5 જાન્યુઆરી 1934, મંગત ખેરા, જિ. ઉન્નાવ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી. મેળવી. તેઓ યુનિવર્સિટી રીડર તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ રામકુમાર વર્મા ટ્રસ્ટના જનરલ સેક્રેટરી; નિખિલ હિંદી પરિષદના જનરલ સેક્રેટરી અને ‘નવ પરિમલ’ના સાહિત્યમંત્રી રહેલા. તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં સંપાદિત ગ્રંથો…

વધુ વાંચો >

શર્મા, ચંપા

શર્મા, ચંપા (જ. 9 જૂન 1941, સામ્બા, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી લેખિકા. તેમણે સંસ્કૃતમાં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે એમ.એ.; સંસ્કૃત-ડોગરીમાં પીએચ.ડી. તથા બી.એડ.ની ડિગ્રી મેળવી. 1969-1975 સુધી તેઓ સરકારી મહિલા કૉલેજ, ગાંધીનગર ખાતે સંસ્કૃતમાં પ્રાધ્યાપક; 1975માં જમ્મુ યુનિવર્સિટીના સંસ્કૃત અનુસ્નાતક વિભાગમાં તેઓ જોડાયાં. 1980માં સિનિયર ફેલો તથા ડોગરી રિસર્ચ…

વધુ વાંચો >

શર્મા, જિતેન

શર્મા, જિતેન (જ. 1 માર્ચ 1954, નાલબારી, આસામ) : આસામી લેખક. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ. તથા એલએલ.બી.ની પદવી મેળવી. રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયામાં કાર્યરત હોવા ઉપરાંત લેખનકાર્ય કર્યું. ‘નારાયણ શર્મા’ અને ‘ભ્રમર તાલુકદાર’ના ઉપનામે 1978-80 સુધી ‘સોમોય’ તથા ‘સિલપિર પૃથ્વી’ના સંપાદક રહ્યા પણ ‘આસોમિયા પ્રતિદિન’ના સાંસ્કૃતિક સંપાદક રહ્યા. તેમણે…

વધુ વાંચો >

શર્મા, જીતેશ

શર્મા, જીતેશ (જ. 6 ઑગસ્ટ 1932, લાખીસરાઈ, જિ. મુંઘ્યાર, બિહાર) : હિંદી નિબંધકાર. તેઓ હિંદી અઠવાડિક ‘જનસંસાર’ના સંપાદક રહેલા. તેમણે અત્યાર સુધીમાં હિંદી અને અંગ્રેજીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘વિકૃત સમાજ’ (1980); ‘સાંપ્રદાયિક એકતા એવમ્ સાંપ્રદાયિક દંગે’ (1985); ‘ધર્મ કે નામ પર’ (1994) તેમના જાણીતા કટાક્ષાત્મક ગ્રંથો છે. ‘ઈશ્વર,…

વધુ વાંચો >

શર્મા, તીર્થનાથ

શર્મા, તીર્થનાથ (જ. 1911, ઝાંજી, જિ. શિવસાગર, આસામ; અ. 1986) : જાણીતા આસામી દાર્શનિક કવિ, ચરિત્રલેખક અને સંપાદક. તેમને તેમના ‘વેણુધર શર્મા’ નામના જીવનચરિત્ર બદલ 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી બંગાળ સંસ્કૃત ઍસોસિયેશન તરફથી વેદાંતમાં પ્રથમ અને મધ્યમા પરીક્ષા પાસ…

વધુ વાંચો >

શર્મા, દેવદત્ત કુંદારામ

શર્મા, દેવદત્ત કુંદારામ (જ. 1900, અ. 1970) : સિંધી ગદ્યલેખક અને કવિ. તેમણે શાલેય શિક્ષણ ઉપરાંત પરંપરાગત પદ્ધતિથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વળી, તેમણે હિંદી તથા બીજી કેટલીક ભારતીય ભાષાઓ પર પ્રભુત્વ પણ મેળવ્યું. તેઓ મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયી હતા. તેમણે આઝાદીની ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. તેઓ સિંધમાં હિંદી ભાષાના…

વધુ વાંચો >

શર્મા, દેવરાજ (પથિક)

શર્મા, દેવરાજ (પથિક) (જ. 10 ફેબ્રુઆરી 1936, રાવલપિંડી (હાલ પાકિસ્તાન)) : હિંદી નાટ્યલેખક અને વિવેચક. તેમણે વિક્રમ યુનિવર્સિટીમાંથી હિંદી અને ભૂગોળમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. સાગર યુનિવર્સિટીમાંથી એમ.એડ. અને દિલ્હી યુનિવર્સિટીમાંથી ડી.લિટ. થયા. તેઓ દિલ્હી યુનિવર્સિટીના સ્વામી શ્રદ્ધાનંદ મહાવિદ્યાલયમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક રહ્યા. તેમણે હિંદીમાં 24થી વધુ ગ્રંથો આપ્યા…

વધુ વાંચો >

શર્મા, દ્વારકાપ્રસાદ રોચિરામ

શર્મા, દ્વારકાપ્રસાદ રોચિરામ (જ. 1898, દાદુ, સિંધ; અ. 1966) : સિંધી નવલકથાકાર, વાર્તાકાર અને સ્વાતંત્ર્યસેનાની. તેમણે હિંદી તથા સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેઓ ગાંધીજીની ફિલસૂફીથી પ્રભાવિત થયા હતા. અસહકારની ચળવળમાં જોડાયા અને તેમની 1922માં ધરપકડ કરાઈ. જેલમાં તેઓ ભારતના જુદા જુદા ભાગના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. હિંદુ મહાસભાના અધ્યક્ષ વિનાયક…

વધુ વાંચો >

શર્મા, ધરણીધર

શર્મા, ધરણીધર (જ. 1892; અ. 1980) : નેપાળી સાહિત્યમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા કવિ. તેઓ તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘નૈવેદ્ય’(1920)થી ખ્યાતિ પામ્યા હતા. તેનાથી ભારતીય નેપાળીઓને રાષ્ટ્રીય સંસક્તિની ભાવના ઝડપથી મેળવવાની પ્રેરણા મળી. રાણા રાજવીઓએ ઉક્ત કાવ્યસંગ્રહના નેપાળપ્રવેશ સામે પ્રતિબંધ મૂક્યો હતો. તે અરસામાં બનારસ, કોલકાતા અને ઢાકાના પંડિતોએ નેપાળમાં રાજકીય, સામાજિક,…

વધુ વાંચો >