બળદેવભાઈ કનીજિયા

‘શરાર’, મૌલાના અબ્દુલ હલીમ

‘શરાર’, મૌલાના અબ્દુલ હલીમ (જ. 1860, લખનૌ; અ. 1926) : ઉર્દૂ લેખક. તેમનું શરૂઆતનું શિક્ષણ કોલકાતા પાસે મુતિઆ બુર્જ ખાતે થયું. ત્યાં તેમના પિતા હકીમ તફઝ્ઝુલ હુસેન દેશનિકાલ કરાયેલ અવધના નવાબ વાજિદ અલી શાહની નોકરીમાં હતા. શાહજાદાઓની સોબતની વિનાશકારી અસરથી વંચિત રાખવા તેમના પિતાએ તેમને લખનૌ મોકલી દીધા. ત્યાં વિખ્યાત…

વધુ વાંચો >

શર્ફ, ફિરોઝ દિન

શર્ફ, ફિરોઝ દિન (જ. 1898; અ. 1955) : પંજાબી લેખક. તેમણે ફક્ત પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેમણે નાની વયે કાવ્યરચના શરૂ કરેલી. પાછળથી તેમણે ઉત્તમ કક્ષાના કવિનું સ્થાન પ્રાપ્ત કર્યું અને અકાલી ચળવળ ઉપરાંત અસહકાર અને ખિલાફત ચળવળો દરમિયાન ખ્યાતિ પામ્યા. શીખ સમુદાય સમક્ષ શીખ ગુરુઓએ કરેલ પાઠ અંગેનાં તેમનાં…

વધુ વાંચો >

શર્મા, અપૂર્વ

શર્મા, અપૂર્વ (જ. 1 જાન્યુઆરી 1943, હાલેમ, જિ. શોણિતપુર, આસામ) : અસમિયા વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘બાઘે ટાપુર રાતિ’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે ગુવાહાટી (ગૌહત્તી) યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક તથા અનુસ્નાતકની ડિગ્રી મેળવી. તેઓ અંગ્રેજી, બંગાળી તથા હિંદીમાં સારી જાણકારી ધરાવે છે. તેઓએ ‘ધ આસામ…

વધુ વાંચો >

શર્મા, ઉમાકાન્ત

શર્મા, ઉમાકાન્ત (જ. 30 નવેમ્બર 1914, કાકય, જિ. કામરૂપ, આસામ) : આસામી લેખક. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી ફિલૉસોફીમાં એમ.એ. તથા અમેરિકામાં એમ.ડી.ની પદવી મેળવી. 1941-48 દરમિયાન આસામની વિવિધ કૉલેજોમાં પ્રાધ્યાપક; 1948-55 દરમિયાન આસામ એલિમેન્ટરી એજ્યુકેશન બૉર્ડના સેક્રેટરી; 1955-62 સુધી આસામ સરકારના શિક્ષણવિભાગમાં ઉપસચિવનાયબ સચિવ રહ્યા; 1962-69 દરમિયાન સંયુક્ત શિક્ષણ નિયામક તથા…

વધુ વાંચો >

શર્મા, એસ. શ્રીનિવાસ

શર્મા, એસ. શ્રીનિવાસ (જ. 1930, ચિદંબરમ્, જિ. દક્ષિણ આરકોટ, તામિલનાડુ) : સંસ્કૃતના વિદ્વાન. તેમને તેમની કૃતિ ‘જગદગુરુ- શ્રીચંદ્રશેખરેન્દ્રસરસ્વતીવિજયમ્’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવેલો. તેમણે સંસ્કૃતમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ હિંદી, અંગ્રેજી, તમિળ અને મલયાળમની જાણકારી ધરાવે છે. તેમણે અન્નામલાઈ વિશ્વવિદ્યાલય માટે 1200…

વધુ વાંચો >

શર્મા, ઓગેટી પરીક્ષિત

શર્મા, ઓગેટી પરીક્ષિત (જ. 1930) : સંસ્કૃત ભાષાશાસ્ત્રી, કવિ અને પંડિત. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ. અને મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાશાસ્ત્ર અને અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ઘણી ભારતીય ભાષાઓના જ્ઞાતા છે. દેશની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં 20 વર્ષ સુધી તેમણે અધ્યાપનકાર્ય કર્યું અને મહારાષ્ટ્ર સરકારના ડિવિઝનલ…

વધુ વાંચો >

શર્મા, કે. વી.

શર્મા, કે. વી. (જ. 22 ડિસેમ્બર 1919, ચેગાન્નૂર, જિ. કોલ્લમ, કેરળ) : સંસ્કૃત અને મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી બી.એસસી.; એમ.એ.; મદ્રાસ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન ફ્રેન્ચ ઍન્ડ જર્મન, પંજાબ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં ડી.લિટ્.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ 1962-65 દરમિયાન વી. વેદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હોશિયારપુરમાં ક્યુરેટર; 1965-1979 દરમિયાન વી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સંસ્કૃત…

વધુ વાંચો >

શર્મા, ગોવર્ધન

શર્મા, ગોવર્ધન (જ. 1 જુલાઈ 1927, જોધપુર, રાજસ્થાન) : હિંદી, ગુજરાતી અને રાજસ્થાનીના લેખક. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., પીએચ.ડી., અને ‘સાહિત્ય મહોપાધ્યાય’ની પદવી મેળવી. હિંદીના પ્રાધ્યાપક અને ગુજરાતમાં વિવિધ સરકારી કૉલેજોના પ્રાધ્યાપક તથા તેઓ પ્રિન્સિપાલ રહીને સેવાનિવૃત્ત થયા. તેઓ 1950-52 દરમિયાન ઑલ ઇન્ડિયા કુમાર હિંદી સાહિત્ય સંમેલનના જનરલ સેક્રેટરી…

વધુ વાંચો >

શર્મા, ગૌતમ ‘વ્યથિત’

શર્મા, ગૌતમ ‘વ્યથિત’ (જ. 15 ઑગસ્ટ 1938, રાજમંદિર નેર્તિ, જિ. કાંગરા, હિમાચલ પ્રદેશ) : પહાડી કવિ અને લોકસાહિત્યકાર. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ., બી.એડ. તથા ગુરુનાનક દેવ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ સરકારી પી. જી. કૉલેજ, ધરમશાલામાંથી સિનિયર પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. પછી બારોહ ખાતે એસ.ડી. કૉલેજના પ્રિન્સિપાલ તરીકે રહ્યા. તેઓ…

વધુ વાંચો >

શર્મા, ગ્યાનેશ્વર

શર્મા, ગ્યાનેશ્વર (જ. 29 એપ્રિલ 1947, પુરમંડલ, જિ. જમ્મુ, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી કવિ. તેમણે કાશ્મીર યુનિવર્સિટીમાંથી બી.ઈ.ની પદવી મેળવી અને જમ્મુ અને કાશ્મીર સરકારમાં મદદનીશ કાર્યપાલક ઇજનેર તરીકે સેવા આપી. તેઓ ડોગરી સંસ્થામાં ખજાનચી રહ્યા. તેમણે ડોગરીમાં બે ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ચૂગ સોચેં દી’ (1986) અને ‘બદ્દલી…

વધુ વાંચો >