બળદેવભાઈ કનીજિયા
વર્યામ સિંઘ (ડૉ.)
વર્યામ સિંઘ (ડૉ.) (જ. 10 જૂન 1948, બાહુ (બંજાર), કુલ્લુ, હિમાચલ પ્રદેશ) : હિંદી કવિ તથા અનુવાદક. તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી બી.એ. (ઑનર્સ); મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી રશિયન ભાષાનો અભ્યાસક્રમ કર્યો તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સેન્ટર ઑવ્ રશિયન સ્ટડિઝના પ્રાધ્યાપક તરીકે સેવા આપી છે. તેમની માતૃભાષા પહાડી…
વધુ વાંચો >વર્હાડપાંડે, એમ. એલ.
વર્હાડપાંડે, એમ. એલ. (જ. 23 જૂન 1936, અરવી, જિ. વર્ધા, મહારાષ્ટ્ર) : અંગ્રેજી, મરાઠી અને હિંદીના વિદ્વાન લેખક તથા સંશોધક. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેઓ સંઘ જાહેર સેવા આયોગના નાયબ નિયામક તરીકે સેવાનિવૃત્ત થયા. તેમણે અંગ્રેજી દૈનિક ‘હિતવાદ’માં અને અન્ય મરાઠી સામયિકોમાં કામગીરી કરી છે. તેમણે નાગપુર ખાતે…
વધુ વાંચો >વર્હાડપાંડે, વસંતકૃષ્ણ
વર્હાડપાંડે, વસંતકૃષ્ણ (જ. 1927) : મરાઠી વાર્તાકાર અને વિવેચક. તેમણે શ્રી બિન્ઝાની સિટી કૉલેજ, નાગપુર ખાતે મરાઠીના અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી, અને નાગપુરની હિસ્લોપ કૉલેજમાંથી મરાઠી વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા. તેમણે સાહિત્યક્ષેત્રે ટૂંકીવાર્તા, કાવ્ય અને નવલકથા જેવાં સ્વરૂપો પસંદ કર્યાં. તેમનો ‘વાસ્તુ’ નામક વાર્તાસંગ્રહ અને ‘યા મનચા પાલના’…
વધુ વાંચો >વલસંગકર, વ્યંકટેશ શામરાવ
વલસંગકર, વ્યંકટેશ શામરાવ (જ. 19 ઑક્ટોબર 1951, ગુલબર્ગ, કર્ણાટક) : મરાઠી કવિ અને વિવેચક. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી મરાઠીમાં એમ.એ. અને બી.એડ.ની પદવી પ્રાપ્ત કરી. પછી તેમણે એન. વી. પ્રિયુનિવર્સિટી કૉલેજ, ગુલબર્ગમાં અધ્યાપનકાર્ય કર્યું. સાથોસાથ લેખનકાર્ય પણ ચાલુ રાખ્યું. 1988-96 દરમિયાન તેઓ ગુલબર્ગના મરાઠી સાહિત્ય મંડળના માનાર્હ સંયુક્તમંત્રી હતા. તેમણે અત્યાર…
વધુ વાંચો >વલ્લીઅપ્પા, આલા
વલ્લીઅપ્પા, આલા (જ. 1922, રૉયવરમ, જિ. પુડુક્કોટ્ટાઈ, તામિલનાડુ; અ. 1989) : તમિળ કવિ અને લેખક. તેમનું પૂરું નામ અલગપ્પા વલ્લીઅપ્પા હતું. તેમણે 40 વર્ષ સુધી બૅંક અધિકારી તરીકે સેવા આપી. યુવાનવયે તેમને ગાંધીવાદી વિચારસરણી અને વિવેકાનંદના તત્વજ્ઞાનનો પરિચય થયો. તેઓ સુબ્રહ્મણ્ય ભારતી અને દેસિકા વિનાયકમ્ પિલ્લઈનાં કાવ્યોથી પ્રભાવિત થયા. વિદ્યાર્થી-અવસ્થાથી…
વધુ વાંચો >વસંતન, એસ. કે. (ડૉ.)
વસંતન, એસ. કે. (ડૉ.) (જ. 17 નવેમ્બર 1935, એડાપલ્લી, એર્નાકુલમ, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં તથા મલયાળમમાં એમ.એ. તથા પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેમણે શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઑવ્ સંસ્કૃત, કાલડીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કેરળ સાહિત્ય અકાદમીના તથા મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કોટ્ટયમના સભ્ય પણ રહ્યા.…
વધુ વાંચો >વસિષ્ઠ, સરોજ
વસિષ્ઠ, સરોજ (જ. 17 નવેમ્બર 1932, જલંધર, પંજાબ) : હિંદી લેખિકા અને અનુવાદક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી તથા ફ્રેન્ચ અને જાપાનીમાં ડિપ્લોમા મેળવ્યાં. તેઓ દૂરદર્શનનાં અનુવાદક, ઉદ્ઘોષક તરીકે સેવાનિવૃત્ત થયાં. 1964-89 દરમિયાન તેઓ દૂરદર્શનમાં ઉદ્ઘોષક, નાટ્યકલાકાર અને અનુવાદક; યુનિસેફ, આગાખાન ફાઉન્ડેશન, આઈએનએફએ વગેરેનાં અનુવાદક; 1975-77 સુધી લેખિકા સંઘનાં જનસંપર્ક…
વધુ વાંચો >વસિષ્ઠ, સુદર્શન
વસિષ્ઠ, સુદર્શન (જ. 24 સપ્ટેમ્બર 1949, પાલમપુર, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખક. તેમણે એમ.એ. તથા બી.એડ.ની પદવી મેળવી પછી સિમલા ખાતે હિમાચલ અકાદમી ઑવ્ આર્ટ્સ, કલ્ચર ઍન્ડ લૅંગ્વેજિઝના સેક્રેટરી તરીકે સેવા આપી તથા લેખનકાર્ય કર્યું. તેમણે કુલ 23 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘અર્ધરાત્રિ કા સૂર્ય’ (1975) અને ‘નદી ઔર રાત’…
વધુ વાંચો >વસુંધરાદેવી, રતકોન્ડા
વસુંધરાદેવી, રતકોન્ડા (જ. 17 ડિસેમ્બર 1931, પરચુર, જિ. પ્રકાશમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખિકા. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એસસી. (ઑનર્સ) અને એમ.એસસી.ની ડિગ્રીઓ મેળવી હતી. અત્યાર સુધીમાં તેમણે 3 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ગાલીરથમ્’ (1977); ‘નીડાલુ’ (1982) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે અને ‘રેડ્ડામ્મા ગુન્ડુ’ (1985) નવલિકા છે. 1978માં તેમને નુટલપાટી ગંગાધરમ્ ઍવૉર્ડ;…
વધુ વાંચો >વળિતુનૈવાન, એમ.
વળિતુનૈવાન, એમ. (જ. 1 જૂન 1936, વેલ્લોર, જિ. નૉર્થ આર્કોટ, તામિલનાડુ) : તમિળ લેખક. તેઓ સંચાર-વિભાગના મુખ્ય સેક્શન-સુપરવાઇઝર તરીકે સેવાનિવૃત્ત થયા. સાથોસાથ તેમણે લેખનકાર્ય પણ કર્યું. અત્યાર સુધીમાં તેમણે તમિળમાં 3 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘તિરુવલ્લુવર’ (1968) તેમનો ઉત્તમ નાટ્યસંગ્રહ છે. ‘તેન્કુમારી દૈવમ્’ (1974) તેમની લોકપ્રિય નવલકથા છે. ‘તિરુવલ્લુવર’ બે…
વધુ વાંચો >