બળદેવભાઈ કનીજિયા
લતીફ ઘોંઘી
લતીફ ઘોંઘી (જ. 28 સપ્ટેમ્બર 1935, મહાસમુંદ, મધ્યપ્રદેશ) : હિંદી હાસ્ય અને વ્યંગ્ય લેખક. તેમણે બી.એ. અને એલએલ.બી.ની પદવી મેળવ્યા બાદ વકીલાત શરૂ કરી, અને સાથોસાથ લેખનકાર્ય પર હાથ અજમાવ્યો. તેમની માતૃભાષા ગુજરાતી હોવા છતાં તેમણે હિંદીમાં 31 ગ્રંથો આપ્યા છે, તેમાં ‘તીસરે બંદર કી કથા’ (1977); ‘કિસ્સા દાઢી કા’…
વધુ વાંચો >લલિત રાવ (શ્રીમતી)
લલિત રાવ (શ્રીમતી) (જ. 6 નવેમ્બર 1942, ચેન્નાઈ(મદ્રાસ)) : શાસ્ત્રીય સંગીતનાં જાણીતાં ખયાલ-ગાયિકા. મૂળ કાશ્મીરથી વર્ષો પહેલાં ગોવામાં સ્થાયી થયેલાં. ચિત્રપુર સારસ્વત કુળમાં જન્મ. પિતા ધારેશ્વર સંગીતના શોખીન અને ઘણી મહેફિલોમાં હાજરી આપતા. લલિત રાવે 1957માં સીનિયર કેમ્બ્રિજ કર્યા બાદ બી.એસસી. અને બી.ઈ.ની પરીક્ષાઓ ડિસ્ટિન્ક્શન સાથે પસાર કરી. તેમની જ્વલંત…
વધુ વાંચો >લલિતા નાયક, બી. ટી. (શ્રીમતી)
લલિતા નાયક, બી. ટી. (શ્રીમતી) (જ. 4 એપ્રિલ 1945, તંગલી ટંડ્યા, જિ. ચિકમગલૂર, કર્ણાટક) : કન્નડ કવયિત્રી અને નવલકથાકાર. ઇન્ટર સુધીનો અભ્યાસ અને હિંદી વિશારદ. તેઓ ધારાસભ્ય; બાલભવન – કર્ણાટકનાં પ્રમુખ, મહિલા અને બાલ વિકાસ સમિતિનાં પ્રમુખ; ગુલબર્ગ યુનિવર્સિટીમાં સેનેટ તથા સિન્ડિકેટનાં સભ્ય તેમજ અખિલ કર્ણાટક લંબાની વૉક્કુટનાં પ્રમુખ રહી…
વધુ વાંચો >લલિતાંબા, બી. વાય.
લલિતાંબા, બી. વાય. (જ. 18 માર્ચ 1944, મૈસૂર શહેર, કર્ણાટક) : કન્નડ લેખક. દેવી અહલ્યા વિશ્વવિદ્યાલય, ઇંદોરની સ્કૂલ ઑવ્ કમ્પેરેટિવ લૅન્ગ્વેજ ઍન્ડ કલ્ચરમાં પ્રાધ્યાપક. તેમણે અનુવાદો સહિત 1૦થી વધુ ગ્રંથો આપ્યા છે. ‘તીર્થંકર’ (1973) બાળસાહિત્ય છે. ‘નવ નિર્માણ દેદેગે’ (1978), ‘લોહેમ, હમ’ – બંને હિંદીમાંથી કરેલ અનુવાદ છે. ‘ભારતીય સાહિત્ય…
વધુ વાંચો >લલ્લેશ્વરી (લલ દદ)
લલ્લેશ્વરી (લલ દદ) (જ. આશરે 13૦૦થી 132૦, સિંહાપોર, કાશ્મીર; અ. 1377–138૦ આસપાસ, વિજેબ્રૂર, કાશ્મીર) : ચૌદમી સદીનાં પ્રખ્યાત કાશ્મીરી સંત અને કવયિત્રી. તેઓ ‘લલ્લા યોગીશ્વરી’, ‘લલ્લા યોગિની’, ‘લલ્લા આરિફા’ અને ‘લલ્લા માતશી’ તરીકે પણ જાણીતાં હતાં. સારસ્વત બ્રાહ્મણ કુળમાં જન્મ. 12 વર્ષની કુમળી વયે પામપોરના બ્રાહ્મણ કુટુંબમાં લગ્ન થયાં. ત્યાં…
વધુ વાંચો >લવ, અશોક
લવ, અશોક (જ. 13 એપ્રિલ 1947, લ્યાલપુર (હાલ પાકિસ્તાનમાં)) : હિંદી લેખક. તેમણે હિમાચલ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એડ.ની પદવી અને 1994માં નૅશનલ મ્યુઝિયમ તરફથી આર્ટ એપ્રીશિયેશન સર્ટિફિકેટ મેળવ્યાં. પછી તેમણે હિંદી માસિક ‘મોહયાલ’ના સંપાદનથી કારકિર્દી શરૂ કરી. સમકાલીન ‘ચૌથી દુનિયા’ માસિકના તેઓ સાહિત્યિક સંપાદક બન્યા. રાષ્ટ્રીય ‘સહારા’ દૈનિકના…
વધુ વાંચો >લવાણિયા જગદીશપ્રસાદ
લવાણિયા, જગદીશપ્રસાદ (જ. 1૦ જુલાઈ 1945, છૈન્છઉ, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ) : વ્રજભાષા અને હિંદીના લેખક. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી અને પંજાબીમાં ડિપ્લોમા મેળવ્યો. હાથરસ ખાતે તેમણે સી.એલ.આર.એન. કૉલેજમાં અધ્યાપન-કાર્ય કર્યું. તેમણે વ્રજકલા કેન્દ્ર, હાથરસના જનરલ સેક્રેટરી તરીકે કામગીરી કરી. ‘અમર વિજેતા’ના તેઓ સંયુક્ત સંપાદક રહ્યા…
વધુ વાંચો >લહા, ચિત્તરંજન (રસમય સેનાપતિ)
લહા, ચિત્તરંજન (રસમય સેનાપતિ) (જ. 10 જાન્યુઆરી 1940, પોટકા, પૂર્વ સિંગભૂમ, બિહાર) : બંગાળી વિવેચક. તેઓ પટણા યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી.ની પદવી મેળવ્યા પછી ડી.લિટ્. થયા. તેઓ રાંચી યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે. વળી એ જ યુનિવર્સિટીમાં તેમણે બંગાળીના પ્રાધ્યાપક અને વિભાગના વડા તરીકે પણ કામ કરેલું. ત્યારબાદ ભાગલપુર યુનિવર્સિટીમાં 1980–81…
વધુ વાંચો >લંકેશ, પી.
લંકેશ, પી. (જ. 1935, જિ. શિમોગા, કર્ણાટક) : કર્ણાટકના જાણીતા સર્જક. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘કલ્લુ કારાગુવા સમયા’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મૈસૂર યુનિવર્સિટીમાંથી 1959માં અંગ્રેજી સાથે એમ.એ., 1959થી 1979 સુધી બૅંગ્લોર યુનિવર્સિટીની અનેક કૉલેજોમાં અંગ્રેજીનું અધ્યાપન. 1955માં લેખનકાર્યનો પ્રારંભ. 1962માં પ્રથમ વાર્તાસંગ્રહ ‘રિયા નિરનુ કિરિજે…
વધુ વાંચો >લાઇક ખદીજા (શ્રીમતી)
લાઇક ખદીજા (શ્રીમતી) (જ. 10 ફેબ્રુઆરી 1938, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : ઉર્દૂ લેખિકા. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં એમ.એ. અને ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.ફિલ., પીએચ.ડી. અને ડિપ્લોમા ઇન પર્શિયનની પદવીઓ મેળવી. પછી ગુલબર્ગ યુનિવર્સિટીમાં અધ્યાપન કરીને નિવૃત્ત થયાં. 1987માં ઉર્દૂ અકાદમીના જર્નલ ‘ફસીલ’નું સંપાદન કર્યું. 1987થી 1990 સુધી તેમણે કર્ણાટક ઉર્દૂ અકાદમી…
વધુ વાંચો >