બળદેવભાઈ કનીજિયા

રૈના, શિબન ક્રિશન

રૈના, શિબન ક્રિશન (જ. 22 એપ્રિલ 1942, શ્રીનગર) : કાશ્મીરી અને હિંદી લેખક. તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી 1962માં હિન્દી સાથે એમ.એ. થયા પછી રાજસ્થાન યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. અધ્યાપનકાર્ય સ્વીકાર્યા બાદ બીબીરાણી ખાતેની સરકારી કૉલેજના ઉપાચાર્ય તરીકે તેમણે સેવા આપી. વળી અલ્વર…

વધુ વાંચો >

રૉકોસોવ્સ્કી, કૉન્સ્ટાન્ટિન

રૉકોસોવ્સ્કી, કૉન્સ્ટાન્ટિન (જ. 21 ડિસેમ્બર 1896, વેલિકિય લુકી, રશિયા; અ. 3 ઑગસ્ટ 1968) : સોવિયેત યુનિયનના માર્શલ. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તે ઝારિસ્ટ લશ્કરમાં જોડાયા. 1917ની ક્રાન્તિ દરમિયાન તેઓ રેડ ગાર્ડમાં જોડાયા. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચે સામ્યવાદી પક્ષમાં તેમને નિમણૂક મળી અને માર્શલનો હોદ્દો પ્રાપ્ત કર્યો (1944). બીજા વિશ્વયુદ્ધ…

વધુ વાંચો >

રૉબર્ટ ગૅડોનનો કલાસંગ્રહ

રૉબર્ટ ગૅડોનનો કલાસંગ્રહ : જર્મનીમાં મ્યૂનિક ખાતેનો ત્રીજી સદીથી ઓગણીસમી સદી સુધીની ભારતીય કલાકૃતિઓનો સર્વશ્રેષ્ઠ અને વિશાળ સંગ્રહ. ‘થેરપી’ નામના તબીબી સામયિકના તંત્રી રૉબર્ટ ગૅડોનના અંગત સંગ્રહને 1966માં જનતા માટે વિધિવત્ રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રોબર્ટના પિતામહ શિલ્પી હતા. તેમના સંસ્કાર રૉબર્ટમાં ઊતર્યા અને 1955થી તેમને ભારતીય કલાકૃતિઓના સંગ્રહનો…

વધુ વાંચો >

રૉમેલ, અર્વિન

રૉમેલ, અર્વિન (જ. 15 નવેમ્બર 1891, વુર્ટેમ્બર્ગ હિડેનહિમ; અ. 14 ઑક્ટોબર 1944, હેરલિંગેન) : વિરલ, હિંમતવાન અને બાહોશ જર્મન સેનાપતિ. એક શિક્ષકનો પુત્ર. તે 1910માં માત્ર 19 વર્ષની વયે સૈન્યમાં જોડાયો, 1912માં લેફ્ટનન્ટ બન્યો. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તે 23 વર્ષનો હતો. પાયદળ ટુકડીમાં પોતાની કાબેલિયતને કારણે બહાદુરી માટેનો ‘આયર્ન-ક્રૉસ’ તેણે…

વધુ વાંચો >

રૉય, દિલીપકુમાર

રૉય, દિલીપકુમાર (જ. 1897; અ. 6 જાન્યુઆરી 1980, મુંબઈ) : ભારતના પ્રબુદ્ધ મનીષી, તત્ત્વચિંતક, નાટ્યકાર, કવિ, ગાયક, નવલકથાકાર અને સાધક. તેમને બાલ્યકાળથી જ રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારસમૃદ્ધ વાતાવરણ પ્રાપ્ત થયું હતું. તેમના પિતામહ કે. સી. રૉય એક સારા સંગીતશાસ્ત્રી હતા. તેમના પિતા દ્વિજેન્દ્રલાલ રૉય બંગસાહિત્યમાં શેક્સપિયરનું બિરુદ મેળવનાર તેજસ્વી નાટ્યકાર, કવિ…

વધુ વાંચો >

રૉયલ ઑસ્ટ્રેલિયન મિન્ટ

રૉયલ ઑસ્ટ્રેલિયન મિન્ટ : ઑસ્ટ્રેલિયાના કૅન્બરા શહેરમાં આવેલી જોવાલાયક ટંકશાળ. મુંબઈની ટંકશાળના પ્રમાણમાં ઘણી નાની, પરંતુ ઑસ્ટ્રેલિયાની વસ્તીના પ્રમાણમાં તે ઘણી મોટી કહેવાય. તેમાં ન્યૂઝીલૅન્ડ અને ફિજીના ચલણી સિક્કા પણ બનાવી આપવામાં આવતા હતા. આ ટંકશાળ જોવા માટેની વ્યવસ્થા પ્રશંસાજનક છે. આ ટંકશાળમાં ઉપરના માળે ઑબ્ઝર્વેશન ગૅલરી બનાવી છે. તેમાં…

વધુ વાંચો >

રૉશૅંબો, ઝાં બાપ્તિસ્ત

રૉશૅંબો, ઝાં બાપ્તિસ્ત (જ. 1 જુલાઈ 1725, વેન્ડોમ, ફ્રાન્સ; અ. 10 મે 1807) : ફ્રાન્સના માર્શલ. લશ્કરમાં હયદળના અધિકારી તરીકે જોડાયા. પછી ર્ક્ધાલ બન્યા અને 1756માં મિનોર્કા સુધીની ફ્રેન્ચ આગેકૂચમાં નામના મેળવી. પૉર્ટ મેહોન ખાતે 15,000નું ખુશ્કીદળ ખડકીને બ્રિટિશ દળોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડી. 1761માં તેમને બ્રિગેડિયર જનરલ તરીકે બઢતી…

વધુ વાંચો >

રોહડિયા, રતુદાન બાણીદાન, ‘દેવહંસ’

રોહડિયા, રતુદાન બાણીદાન, ‘દેવહંસ’ (જ. 11 સપ્ટેમ્બર 1937, સુમરી, જિ. જામનગર; અ. 17 ફેબ્રુઆરી 2008, રાજકોટ) : નવલકથાકાર, વાર્તાકાર, સંપાદક અને વિવિધ સાહિત્યના અઠંગ અભ્યાસી. માત્ર બે ધોરણનું ઔપચારિક શિક્ષણ. બાળપણથી જ બહેરા-મૂંગા હોવાથી ગૃહઅભ્યાસથી ચારણી સાહિત્યની વેરવિખેર પડેલી હસ્તપ્રતો એકત્ર કરવાનું બીડું ઝડપ્યું. તેને માટે સમગ્ર ગુજરાત, રાજસ્થાન, હરિયાણા,…

વધુ વાંચો >

રોહરા, સતીશકુમાર

રોહરા, સતીશકુમાર [જ. 15 ઑગસ્ટ 1929, દાદુ, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી અને હિંદી ભાષાના પંડિત. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કવિતા ખાં કવિતા તાઈં’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ. અને ભાષાવિજ્ઞાનમાં સ્નાતકોત્તર ડિપ્લોમા અને પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ 1990થી…

વધુ વાંચો >

લક્ષ્મણરાવ, કોમારરાજુ વેંકટ

લક્ષ્મણરાવ, કોમારરાજુ વેંકટ (જ. 1876; અ. 1923) : તેલુગુ સાહિત્યકાર અને સંશોધક. મરાઠી માધ્યમમાં પુણે અને નાગપુરની કૉલેજોમાં અભ્યાસ પૂરો કરીને અંગ્રેજી  સાથે એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અંગ્રેજી ઉપરાંત તમિળ, કન્નડ, તેલુગુ, સંસ્કૃત, મરાઠી અને બંગાળીના નિષ્ણાત હતા. ઇતિહાસના અભ્યાસ અને સંશોધનમાં તેમની રુચિ સવિશેષ હતી. તેમણે મરાઠી ભાષા…

વધુ વાંચો >