બળદેવભાઈ કનીજિયા

રાય, પ્રફુલ્લ

રાય, પ્રફુલ્લ [જ. 1934, ઢાકા (હવે બાંગ્લાદેશમાં)] : બંગાળી નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક. તેમને તેમની નવલકથા ‘ક્રાંતિકાલ’ માટે 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઇન્ટરમિડિયેટ સુધી શિક્ષણ મેળવ્યું અને પત્રકારત્વ ક્ષેત્રે ઝુકાવ્યું. તેઓ અંગ્રેજી અને હિંદીનું જ્ઞાન ધરાવે છે. તેમણે મુખ્ય બંગાળી દૈનિક ‘જુગાંતર’ના સંપાદક તરીકે…

વધુ વાંચો >

રાય, રાજકિશોર

રાય, રાજકિશોર (જ. 1914, છાટબર, જિ. પુરી) : ઊડિયા વાર્તાકાર, વિવેચક અને નાટ્યકાર. મધ્યમ વર્ગના પરિવારમાં જન્મ. ઊડિયા અને અંગ્રેજીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ ઓરિસાની વિવિધ કૉલેજોમાં અધ્યાપન-કાર્ય કર્યું. ‘સંખ’, ‘ચતુરંગ’, ‘સહકાર’ અને ‘નવભારત’ જેવાં અગ્રણી સાહિત્યિક સામયિકોમાં સતત વાર્તાઓ પ્રગટ કરીને 1940 અને 1950ના દસકાના જાણીતા વાર્તાકાર તરીકે પ્રસિદ્ધ…

વધુ વાંચો >

રાય, સિતાંશુ

રાય, સિતાંશુ (જ. 13 સપ્ટેમ્બર 1938, પરોટા, જિ. વીરભૂમ, પ. બંગાળ) : બંગાળી લેખક. તેમણે વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી બંગાળીમાં એમ.એ., સંગીત સ્નાતક તથા પીએચ.ડી.ની પદવી મેળવી. પછી વિશ્વભારતી યુનિવર્સિટીમાં રવીન્દ્ર સંગીતના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી. તેમણે બંગાળી તેમજ અંગ્રેજી ભાષામાં 4 ગ્રંથો પ્રગટ કર્યા છે; જેવા કે ‘રવીન્દ્ર સાહિત્ય સંગીત ભાવના’…

વધુ વાંચો >

રાવ, મધુસૂદન

રાવ, મધુસૂદન (જ. 1853, પુરી, ઓરિસા; અ. 1912) : ઊડિયા કવિ, અનુવાદક તથા નિબંધકાર. તેમણે નિબંધકાર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો, જેમાં તેમણે નૈતિક મૂલ્યો અને તત્વજ્ઞાનવિષયક વિચારો રજૂ કર્યા. 1873માં તેમણે કેટલીક સંસ્કૃત અને અંગ્રેજી ગદ્ય અને પદ્યની રચનાઓનો અનુવાદ કર્યો. ‘કવિતાવલિ’ નામક કાવ્યસંગ્રહના બે ગ્રંથો 1873 અને 1874માં…

વધુ વાંચો >

રાવલ, ઇન્દ્રશંકર

રાવલ, ઇન્દ્રશંકર (જ. 2 સપ્ટેમ્બર 1920, પોરબંદર; અ. 29 ઑગસ્ટ 2002, ગાંધીનગર) : સ્વાતંત્ર્યસેનાની, સંશોધક, વિદ્યાવ્યાસંગી અને અધ્યાત્મવાદી. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના સંસ્કારી ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ખોડીદાસ એકેશ્વરવાદી શિવોપાસક, કમ્પાઉન્ડર; નૉન-મેટ્રિક છતાં અંગ્રેજી અને લૅટિનનો ભારે શોખ તથા ચિત્રકાર. વૈષ્ણવ પુદૃષ્ટિ સંપ્રદાયમાં માનનાર, ચુસ્ત ગાંધીભક્ત માતા ધનલક્ષ્મી ધારાસણા મીઠા…

વધુ વાંચો >

રાવલ, જનાર્દન

રાવલ, જનાર્દન (જ. 8 માર્ચ 1937, સુરેન્દ્રનગર) : જાણીતા સંગીતજ્ઞ અને પાર્શ્ર્વગાયક. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ ચૌધરી હાઇસ્કૂલ – રાજકોટ, ધર્મેન્દ્રસિંહ કૉલેજ – રાજકોટ અને સરકારી લૉ કૉલેજ  મુંબઈમાં લીધું. ત્યારબાદ 1961થી 1973 સુધી ગુજરાત રાજ્યની ચૅરિટી કમિશનરની કચેરીમાં કામ કર્યું. 1978થી 1994 સુધી ગુજરાત ડેરી વિકાસ નિગમ, ગાંધીનગર…

વધુ વાંચો >

રાવલ, (શ્રીમતી) નીલા રમેશ

રાવલ, (શ્રીમતી) નીલા રમેશ (જ. 18 ફેબ્રુઆરી 1944, સૂરત) : જાણીતાં નૃત્યાંગના અને નૃત્ય-શિક્ષિકા. જીવનભારતી (સૂરત) શાળામાં અભ્યાસ કરીને 1960માં એસ.એસ.સી. થયાં. મોટાં બહેન કુ. ભક્તિબહેન શાહ (ચિત્રકાર) સાથે મુંબઈમાં સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી પેઇન્ટિંગ્સ તેમજ 3 વર્ષની શિલ્પકલાની પરીક્ષા પાસ કરી. 6 વર્ષ સુધી નૃત્યનિકેતનમાં ગુરુજી કટ્ટીકૃષ્ણન્…

વધુ વાંચો >

રાવલ, હર્ષદા જનાર્દન

રાવલ, હર્ષદા જનાર્દન (જ. 15 ઑક્ટોબર 1941, અમદાવાદ) : ગુજરાતનાં પાર્શ્ર્વગાયિકા અને સુગમ સંગીતનાં અગ્રગણ્ય ગાયિકા. તેમણે દીવાન બલ્લુભાઈ શાળામાં તથા ગુજરાત કૉલેજ, અમદાવાદમાં શિક્ષણ લીધેલું. તેઓ તત્વજ્ઞાનના વિષય સાથે બી.એ. થયાં છે. અભ્યાસકાળ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી યૂથ ફેસ્ટિવલમાં સુગમ સંગીત ગાયનમાં તેમણે સતત 4 વર્ષ સુધી પ્રથમ સ્થાન મેળવેલું.…

વધુ વાંચો >

રાવ, સુખલતા

રાવ, સુખલતા (જ. 1886, કોલકાતા; અ. 1969) : બંગાળી કલાકાર અને વાર્તાકાર. ઉપેન્દ્રકિશોર રાયચૌધરીનાં પુત્રી. બ્રહ્મો બાલિકા શિક્ષાલય અને બેથુન કૉલેજ, કોલકાતામાં અભ્યાસ. ડૉ. જયન્ત રાવ સાથે લગ્ન કર્યા પછી મોટેભાગે કટકમાં રહ્યાં. ત્યાં તેમણે ‘શિશુ ઓ માતૃમંગલ’ અને ‘ઊડિયા નારી સેવા સંઘ’ની સ્થાપના કરી. તેમણે બાળકો અને મહિલાઓ માટે…

વધુ વાંચો >

રાવળ, પ્રતિભા રસિકલાલ

રાવળ, પ્રતિભા રસિકલાલ (જ. 15 સપ્ટેમ્બર 1939) : ગુજરાતનાં અભિનેત્રી, નિર્માતા અને દિગ્દર્શક. તેઓ નિરાળું વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે ઇકોનૉમિક્સ અને પોલિટિક્સના વિષયો સાથે બી.એ.ની ડિગ્રી તથા નાટ્યનો ડિપ્લોમા મેળવ્યાં છે. છેલ્લાં 40 વર્ષથી તેઓ રંગભૂમિ સાથે સક્રિય રીતે સંકળાયેલાં છે. લગભગ 15 જેટલાં નાટકોનું દિગ્દર્શન તેમણે કર્યું છે. સામાજિક,…

વધુ વાંચો >