બળદેવભાઈ કનીજિયા

યશોદા રેડ્ડી, પખાલા (શ્રીમતી)

યશોદા રેડ્ડી, પખાલા (શ્રીમતી) (જ. 8 ઑગસ્ટ 1929, બિજિનાપલ્લી, જિ. મહેબૂબનગર, આંધ્રપ્રદેશ) : તેલુગુનાં વિદુષી. તેઓ ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી તેલુગુમાં અને સંસ્કૃતમાં એમ.એ. અને પીએચ.ડી. થયાં. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી ડી. લિટ્.ની ડિગ્રી પણ મેળવી. ઓસ્માનિયા યુનિવર્સિટીમાં તેલુગુ વિભાગનાં પ્રાધ્યાપિકા તરીકે નિવૃત્તિ પર્યંત કાર્ય કર્યું. 1990–93 દરમિયાન તેમણે રાજભાષાનાં અધ્યક્ષા તરીકે સફળ…

વધુ વાંચો >

યંગ, એડ્વર્ડ

યંગ, એડ્વર્ડ (જ. 1683, યુફામ, હૅમ્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 5 એપ્રિલ 1765) : અંગ્રેજી કવિ અને નાટ્યકાર. તેમણે ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો અને 1708માં તેઓ ‘ઑલ સોલ્સ, ઑક્સફર્ડ’ના ફેલો બન્યા. તે તેમના ‘ધ કમ્પ્લેઇન્ટ, ઑર, નાઇટ-થૉટ્સ ઑન લાઇફ, ડેથ ઍન્ડ ઇમ્મોર્ટાલિટી’ (1742–1746) નામક દીર્ઘ કાવ્યકૃતિથી ખૂબ જાણીતા બન્યા. તેમની સાવકી દીકરી,…

વધુ વાંચો >

યંગ, જ્યૉર્જ માલ્કમ

યંગ, જ્યૉર્જ માલ્કમ (જ. 1882, ગ્રિનિચ, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1959) : અંગ્રેજી ઇતિહાસકાર. તેમણે ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો. 1908માં બૉર્ડ ઑવ્ એજ્યુકેશનમાં જોડાયા. ત્યારબાદ 1917માં પુન:નિર્માણના નવા મંત્રાલયમાં સંયુક્ત સચિવ નિમાયા. તેઓ મુલ્કી સેવાથી કંટાળીને સાહિત્યસર્જન તરફ વળ્યા. 1932માં તેમણે ‘લાઇફ ઑવ્ ગિબન’ પ્રગટ કર્યું. 1934માં ‘અર્લી વિક્ટૉરિયન ઇંગ્લૅન્ડ’નું બે ભાગમાં…

વધુ વાંચો >

યંગ, નીલ, પર્સિવલ

યંગ, નીલ, પર્સિવલ (જ. 1945, ટોરૉન્ટો, ઑન્ટેરિયો, કૅનેડા) : ગાયક, ગીતકાર અને ગિટારવાદક. તેઓ લૉસ ઍન્જલસમાં ફોક-રૉક જૂથ ‘બફેલો સ્પ્રિંગફીલ્ડ’ના સ્થાપક સભ્ય હતા (1966–68). ત્યારબાદ તેમણે 1969–74 દરમિયાન ‘ક્રેઝી હૉર્સ ઍન્ડ ક્રૉસ્બી’, ‘સ્ટિલ્સ ઍન્ડ નૅશ’ જૂથો સાથે કામ કર્યું. ત્યારબાદ તેમણે એકલપંડે વાદન અને ગાયન-પ્રવૃત્તિ શરૂ કરી. બૉબ ડિલાનથી તેઓ…

વધુ વાંચો >

યંગ, ફ્રાન્સિસ બ્રેટ

યંગ, ફ્રાન્સિસ બ્રેટ (જ. 1884, હેલ્સ ઓવન, વેસ્ટ મિડલૅન્ડ્ઝ, ઇંગ્લૅન્ડ; અ. 1954) : બ્રિટિશ નવલકથાકાર. તેમણે શરૂઆતમાં જહાજી ડૉક્ટર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેમની નવલકથા ‘પૉર્ટ્રેટ ઑવ્ ક્લેર’(1927)થી તેમને લેખક તરીકે સારી એવી પ્રસિદ્ધિ મળી. ત્યારબાદ તેમના દેશ પ્રત્યેના ઊંડા પ્રેમને ગૂંથી લેતી નવલકથાઓ તેમણે ક્રમશ: આપી. તેમાં ‘માઇ…

વધુ વાંચો >

યંગ, શાલૉર્ટ (મેરી)

યંગ, શાલૉર્ટ (મેરી) (જ. 11 ઑગસ્ટ 1823, ઓત્તરબૉર્ન, હૅમ્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 24 માર્ચ 1901) : અંગ્રેજ મહિલા-નવલકથાકાર. તેમની નવલકથા ‘ધી એર ઑવ્ રેડક્લિફ’(1853)એ તેમને ભારે ખ્યાતિ અપાવી. તે અત્યંત ભાવનાસભર નવલકથા છે. તેમની એટલી જ જાણીતી બીજી નવલકથા છે : ‘હાર્ટ સીઝ’ (1854); ‘ધ ડેઇઝી ચેન’ (1856), ‘યંગ સ્ટેપ મધર’…

વધુ વાંચો >

યંગ, સિમોન

યંગ, સિમોન (જ. 1961, સિડની, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાની ગાયન-વાદનવૃંદ-સંચાલિકા. તેમણે સિડની સંગીતશાળામાં અભ્યાસ કર્યો. 1982માં ઑસ્ટ્રેલિયન ઑપેરામાં જોડાયાં. 1987માં તેમને કૉલોન સ્ટેટ ઑપેરા તરફથી રોકવામાં આવ્યાં, પ્રથમ ઑપેરા ગાયકવૃંદનાં કંઠ્યસંગીત-શિક્ષિકા તરીકે અને પછી મદદનીશ સંચાલિકા તરીકે. ત્યારબાદ તેઓ વિયેના વૉકસોપર, વિયેના સ્ટારસોપર અને પૅરિસ ઑપેરાનાં સૌપ્રથમ સંચાલિકા…

વધુ વાંચો >

યાજ્ઞિક, ભરત પ્રેમશંકર

યાજ્ઞિક, ભરત પ્રેમશંકર (જ. 3 નવેમ્બર 1943, મુંબઈ) : નાટ્યકાર, કવિ, દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા. તેમણે ઇતિહાસ અને સમાજશાસ્ત્ર સાથે બી.એ.ની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી. પછી સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં નાટ્યવિદ્યાની તાલીમ લીધી. પૃથ્વીરાજ કપૂર, પ્રેમશંકર યાજ્ઞિક અને પ્રવીણ જોષી તેમજ હેમુ ગઢવી પાસેથી અભિનય તથા સંગીતની પ્રેરણા મેળવી. તેમણે…

વધુ વાંચો >

યાજ્ઞિક, હસુ

યાજ્ઞિક, હસુ (જ. 12 ફેબ્રુઆરી 1938, રાજકોટ; અ. 10 ડિસેમ્બર 2020, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર અને સંશોધક. આખું નામ : હસમુખરાય વ્રજલાલ યાજ્ઞિક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. 1960માં બી.એ., 1962માં ગુજરાતી-સંસ્કૃત સાથે એમ.એ., 1972માં મધ્યકાલીન ગુજરાતી કામકથા પર પીએચ.ડી. થયા. 1963–82 દરમિયાન સુરેન્દ્રનગર, વીસનગર, અમદાવાદ અને જામનગરની સરકારી કૉલેજોમાં ગુજરાતીના…

વધુ વાંચો >

યામાશિતા, ટોમોયુકી

યામાશિતા, ટોમોયુકી (જ. 1885, કોચી, જાપાન; અ. 23 ફેબ્રુઆરી 1946) : જાપાની લેફ્ટેનન્ટ જનરલ. દાક્તર પિતાના પુત્ર. તેમણે સૈન્યમાં ક્રમશ: દરજ્જાવાર બઢતી મેળવી. 1940માં ઇમ્પીરિયલ આર્મી એરફૉર્સના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. ટૂંક સમયમાં જર્મનીમાં તેમણે લશ્કરી મિશનની આગેવાની લીધી. હિટલર તથા મુસોલીનીને મળ્યા અને વાયુસેનાનું પૂરેપૂરું આધુનિકીકરણ…

વધુ વાંચો >