બળદેવભાઈ કનીજિયા
મૉરિસ, વિલ્સન
મૉરિસ, વિલ્સન (જ. 21 એપ્રિલ 1898, બ્રૅડફર્ડ, ઇંગ્લૅન્ડ; અ. 31 મે 1934, એવરેસ્ટ, હિમાલય) : અજોડ સાહસિક પર્વતારોહક. સામાન્ય કારીગર-પરિવારમાં જન્મ. વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં અધવચ્ચે અભ્યાસ છોડી દઈને 18 વર્ષની વયે લશ્કરમાં જોડાયા અને ધીમે ધીમે સેકન્ડ લેફ્ટનન્ટના પદે પહોંચ્યા. 1917માં ફ્રાન્સમાં યુદ્ધમાં બતાવેલ વીરત્વ બદલ તેમને લશ્કરી ´ક્રૉસ´ અપાયો…
વધુ વાંચો >મોરે, સદાનંદ શ્રીધર
મોરે, સદાનંદ શ્રીધર (જ. 1952, અહમદનગર, મહારાષ્ટ્ર) : મરાઠી વિવેચક અને કવિ. તેમને વિવેચન-ગ્રંથ ´તુકારામદર્શન´ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે દર્શનશાસ્ત્ર, પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિમાં એમ.એ.ની અને દર્શનશાસ્ત્રમાં પીએચ.ડી.ની ડિગ્રી. પ્રાપ્ત કર્યા બાદ 1974માં કૉલેજના વ્યાખ્યાતા તરીકે વ્યાવસાયિક જીવનનો પ્રારંભ કર્યો. 1996થી તેઓ પુણે…
વધુ વાંચો >મોરોપંત
મોરોપંત (જ. 1729, પન્હાળગઢ, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર; અ. 1794) : પ્રાચીન મરાઠી પંડિત અને જાણીતા કવિ તથા ´આર્યાભારત´ કાર. તેમનું આખું નામ મોરેશ્વર રામચંદ્ર પરાડકર હતું. કાવ્ય, વ્યુત્પત્તિ, અલંકાર, વેદાંત વગેરે વિષયોનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ પન્હાળગઢથી બારામતી આવ્યા. ત્યાં પેશવાના જમાઈ સાહુકાર બાબુજી નાઇકના આશ્રિત પુરાણી નિમાયા. અહીં…
વધુ વાંચો >મૉલ્ટકે, હેલ્મટ કાર્લ બર્નહાર્ડ
મૉલ્ટકે, હેલ્મટ કાર્લ બર્નહાર્ડ [જ. 26 ઑક્ટોબર 1800, પર્ચિમ, મૅક્લેન્બર્ગ, પ્રશિયા (હાલનું જર્મની); અ. ? 1891] : પ્રશિયા અને જર્મન જનરલ સ્ટાફના વડા અને ફિલ્ડ માર્શલ. આમ ઉમરાવ પણ નિર્ધન કુળમાં જન્મ. તેમને તેમનાં માતા તરફથી અલૌકિક માનસિક શક્તિ અને સંગઠનશક્તિ વારસામાં મળી હતી. કૉપનહેગનમાં રૉયલ કૅડેટ કોરમાં શિક્ષણ લીધા…
વધુ વાંચો >મોસમી શાહિન
મોસમી શાહિન (Peregrine Falcon) : ભારતનું શિયાળુ યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે Falco rusticolus. તેનો વર્ગ Falconiformes છે અને તેનો Falconidae કુળમાં સમાવેશ થાય છે. તેનું કદ કાગડા જેવડું, 38થી 46 સેમી. સુધીનું હોય છે. તેનું માથું અને ઉપલું શરીર ઘેરા સ્લેટિયા રંગનાં હોય છે. તેમાં કાળી રેખાઓ હોય…
વધુ વાંચો >મોહન રાકેશ
મોહન રાકેશ (જ. 8 જાન્યુઆરી 1925, અમૃતસર, પંજાબ; અ. 3 ડિસેમ્બર 1972, દિલ્હી) : જાણીતા હિંદી નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચિંતક. મૂળ નામ મદનમોહન ગુગલાની. પરમ વૈષ્ણવ કુટુંબમાં જન્મ. પિતા વકીલાત ઉપરાંત સાહિત્ય અને સંસ્કૃતિના પ્રેમી હતા. હિંદી તથા અંગ્રેજી સાથે એમ.એ. કર્યું. વરસો સુધી કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. ‘સારિકા’ પત્રિકાનું…
વધુ વાંચો >મોહનસિંહ ‘માહિર’
મોહનસિંહ ‘માહિર’ (જ. 20 ઑક્ટોબર 1905, મરદાન, પંજાબ, પાકિસ્તાન; અ. 3 મે 1978, લુધિયાણા) : ઓગણીસમી સદીના ભાવનાપ્રધાન પંજાબી કવિ, વાર્તાકાર અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વડ્ડા વેલા’ માટે 1959ના વર્ષનો ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમના પિતા સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટર હતા. મોહનસિંહે તેમની મૅટ્રિકની પરીક્ષા 1923માં…
વધુ વાંચો >મોહન્તી, જતીન્દ્ર મોહન
મોહન્તી, જતીન્દ્ર મોહન (જ. 3 જુલાઈ 1932, શ્યામસુંદરપુરી, જિ. કેન્દ્રપાડા, ઓરિસા; અ. ઑગસ્ટ 2012 ભુવનેશ્વર) : ઊડિયા અને ભારતીય અંગ્રેજીના લેખક. તેમને તેમના વિવેચનગ્રંથ ‘સૂર્યસ્નાત’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.; સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંગ્લિશ, હૈદરાબાદ અને લીડ્ઝ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડમાંથી શૈક્ષણિક…
વધુ વાંચો >મોહી, વાસુદેવ
મોહી, વાસુદેવ (જ. 2 માર્ચ 1944, મીરપુર ખાસ, સિંધ; હાલ પાકિસ્તાન) : સિંધી ભાષાના કવિ. તેમના ગઝલસંગ્રહ ‘બર્ફ જો ઠહેયલું’ માટે તેમને 1999ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. એમ.એ. તથા એમ.એડ્.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓ અધ્યાપનક્ષેત્રમાં જોડાયા અને દુબઈની ધી ઇન્ડિયન હાઈસ્કૂલમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેઓ હિંદી,…
વધુ વાંચો >મોહુકો
મોહુકો (Crow, Pheasant) : ભારતભરમાં જોવા મળતું નિવાસી પક્ષી. અં. ક્રો-ફેઝન્ટ; હિં. મહોખ; ગુ. મેહુકો અને હોક્કો પણ કહેવાય છે. તેનાં નવાં નામ ધુકિયો અને ધોમરો પણ છે. તેને ‘જામનગરી કાગડો’ પણ કહે છે. નર-માદાનો રંગ એકસરખો. કદ 50.80 સેમી. કદમાં કાગડા કરતાં મોટો; માથું, ડોક ને છાતીનો ઉપલો ભાગ…
વધુ વાંચો >