બળદેવભાઈ કનીજિયા

મેન્ડેસ, કાટ્યુલે

મેન્ડેસ, કાટ્યુલે (જ. 22 મે 1843, બૉરડૉક્સ, ફ્રાન્સ; અ. 9 ફેબ્રુઆરી 1909, પૅરિસ) : ફ્રાન્સના નામી કવિ, નાટ્યલેખક અને નવલકથાકાર. તેમના પિતા બૅન્કર હતા. મેન્ડેસે 1860માં ‘લ રિવ્યૂ ફેંતેઝિસ્ત’ નામની કૃતિ રચીને પૅરિસમાં કવિ તરીકે ખ્યાતિ મેળવી. તેમની આ કૃતિ પછીની અન્ય કૃતિઓ માટે માર્ગદર્શક બની. 1866–76 સુધી તેમણે ‘લ…

વધુ વાંચો >

મેન્યૂહિન, યહૂદી

મેન્યૂહિન, યહૂદી (જ. 22 એપ્રિલ 1916, ન્યૂયૉર્ક; અ. 13 માર્ચ 1999, બર્લિન) : જગવિખ્યાત વાયોલિનવાદક. વીસમી સદીના પ્રારંભમાં પૅલેસ્ટાઇનથી અમેરિકા સ્થળાંતર કરી ગયેલા એક રશિયન યહૂદી દંપતીના પુત્ર. પિતા કૅલિફૉર્નિયામાં હીબ્રૂ ભાષાના શિક્ષક. મેન્યૂહિને 4 વર્ષની ઉંમરે સાનફ્રાન્સિસ્કો, રુમાનિયા, પૅરિસ અને સ્વિટ્ઝર્લૅન્ડમાં મહાન ઉસ્તાદો પાસેથી વાયોલિન જેવા અઘરા વાદ્ય પર…

વધુ વાંચો >

મેંદિયો પિદ્દો

મેંદિયો પિદ્દો (Stone Chat) : યુરોપ, મધ્ય એશિયા, તુર્કસ્તાન તથા ભારતમાં પણ વસતું પંખી. આ છે પિદ્દા(pied bush chat)નો ભાઈ, પણ રંગમાં સાવ જુદો. લંબાઈ 12 સેમી. નર અને માદા કદમાં જુદાં પડે. નરનું માથું અને ડોક કાળાં હોય છે. ગળા ઉપર ખભા પાસે પહોળો સફેદ કાંઠલો હોય છે. તેની…

વધુ વાંચો >

મોટી ચોટીલી ડૂબકી

મોટી ચોટીલી ડૂબકી (Great Crested Grebe) : મૂળ યુરોપ અને સાઇબીરિયાનું વતની છતાં ચોમાસા પછી ભારતમાં આવતું યાયાવર પંખી. Podicipediformes શ્રેણીના Podicipedidae કુળનું પક્ષી. શાસ્ત્રીયનામ Podiceps cristatus. કદ મરઘી જેવડું – 50 સેમી. તે આંખ ઉપરથી નીકળતાં કાળાશ પડતાં પીંછાંની કલગી ધરાવે છે. શિયાળામાં ભારત આવે ત્યારે શરૂમાં ડોક ઉપર…

વધુ વાંચો >

મોટી નાચણપંખો

મોટી નાચણપંખો (Flycatcher, white browed fantail) : ગુજરાતનું ભેજ અને ઝાડીમાં નિવાસ કરનારું પક્ષી. આખો દિવસ એ પૂંછડીનો પંખો કરીને ડાબેજમણે – ઝૂલતું નાચતું જોવા મળે છે. એનું નવું નામ છે ‘મોટી નાચણ’. Passeriformes શ્રેણીના Musicapidae કુળનું માખીમાર પંખી. શાસ્ત્રીય નામ Rhipidura albogularis. એનું કદ 17 સેમી.(7 ઇંચ)નું હોય છે.…

વધુ વાંચો >

મોટી લાવરી

મોટી લાવરી (Grey Quail) : ભારતનું સ્થાયી પંખી. એનું બીજું નામ છે સામાન્ય લાવરી – Common quail; કારણ કે લગભગ આખા યુરોપ, આફ્રિકા અને એશિયાના મોટાભાગમાં તે જોવા મળે છે. Galliformes શ્રેણીના Phasianidae કુળનું પંખી. શાસ્ત્રીય નામ Coturnix Coturnix. કદ : 17.5 સેમી. લંબાઈ; વર્ગ : કૉલમ્બિફૉર્મિસ; કુળ : ફૅસિયાનિડી.…

વધુ વાંચો >

મોટું તેજપર

મોટું તેજપર (Collared Pratincole) : પશ્ચિમ એશિયાનું વતની. Charadriiformes શ્રેણીના glareolidae કુળનું પંખી. શાસ્ત્રીય નામ : Glareola pratincola. લાંબા ખાંચાવાળી પૂંછડીને લીધે ઊડે ત્યારે મોટા કદનાં તારોડિયાં જેવાં લાગે. તેઓ જેવાં સોહામણાં એવી ઊડવાની તેમની છટા પણ સોહામણી. તે બહુ આકર્ષક અને ચપળ પંખી છે. જ્યારે ગળું અને વક્ષ ભાગમાં…

વધુ વાંચો >

મોટું રાખોડી લેલું, બડબડિયું

મોટું રાખોડી લેલું, બડબડિયું (Large Grey Babbler) : ભારતનું એક જાણીતું સમૂહચારી પંખી. લેલાંની જાતમાં તે સૌથી મોટું છે અને ‘તેં તેં તેં’ કરીને ખૂબ કોલાહલ મચાવી મૂકે છે. Passeriformes શ્રેણીના Musicapidae કુળનું પક્ષી. શાસ્ત્રીય નામTurdoides malcomisykes. Malcolmi. આ જાતમાં નર અને માદા એકસરખાં હોય છે. તેનું કદ : 27…

વધુ વાંચો >

મોટો કાજિયો

મોટો કાજિયો (Large Cormorant) : ભારતનું નિવાસી અને સ્થાનિક યાયાવર પંખી. Pelecaniformes શ્રેણીના અને Phalacrocoracidae કુળનું પંખી. તેનું શાસ્ત્રીય નામ : Phalacrocorax carbo. તેનું કદ આશરે 80 સેમી.થી 92 સેમી. સુધીનું હોય છે. તે રંગમાં કાળા બતક જેવું છે. તેની પ્રજનનઋતુ ઑગસ્ટથી ફેબ્રુઆરીની ગણાય છે. ત્યારે તેનો રંગ સંપૂર્ણ કાળો…

વધુ વાંચો >

મોટો ગડેરો

મોટો ગડેરો (Black-tailed Godwit) : ડેન્માર્ક–નેધર્લૅન્ડ્ઝનું વતની. યુરોપ, મધ્ય-એશિયા અને સાઇબીરિયાના પૂર્વકિનારા સુધી જોવા મળતું યાયાવર પંખી. Charadriiformes શ્રેણીના Scolopacidae કુળનું પંખી. શાસ્ત્રીય નામ Limosa limosa. કદમાં મરધી જેવડું; 41 થી 50 સેમી.ની લંબાઈ, તેના પગ અને ચાંચ લાંબાં. ચાંચ સીધી, મૂળથી અડધે સુધી ગુલાબી, પછી કાળાશપડતી. પગ લીલાશપડતા રાખોડી.…

વધુ વાંચો >