બળદેવભાઈ કનીજિયા
મલકાણી, નારાયણ રતનમલ
મલકાણી, નારાયણ રતનમલ (જ. 1890; અ. 18 ફેબ્રુઆરી 1974, ગાંધીધામ, કંડલા) : નિષ્ઠાવાન દેશસેવક અને સિંધી ભાષાના કથા-વાર્તા સિવાયના ગદ્યસાહિત્યના લેખક. બિહારની સરકાર-માન્ય કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1915માં ગાંધીજીનું ભક્તિપૂર્ણ સ્વાગત કરવાના પરિણામે તેમને નોકરી છોડવી પડી. અસહકારના દિવસોમાં તેઓ કૃપાલાની સાથે અમદાવાદ ખાતે ગૂજરાત વિદ્યાપીઠમાં…
વધુ વાંચો >મહાત્મા મૂળદાસ
મહાત્મા મૂળદાસ (જ. ?; અ. એપ્રિલ 1779, અમરેલી, સૌરાષ્ટ્ર) : સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લાના અત્યંત જાણીતા આત્મસિદ્ધ પુરુષ. મૂળ નામ મૂળો. તેમનાં જન્મસ્થળ અને તારીખ કે વર્ષ વિશે કોઈ માહિતી સાંપડતી નથી. લુહાર જેવા સમાજના નીચલા થરમાંથી આવેલી આ વ્યક્તિનો જીવ માયામાં ચોંટતો નહોતો. અંતરમાં ઊંડે ઊંડે કંઈક ખોજ…
વધુ વાંચો >મહાત્માર પોરા રૂપકોંવરલોઈ
મહાત્માર પોરા રૂપકોંવરલોઈ (1969) : અસમિયા ભાષાનો આત્મચરિત્રાત્મક સંસ્મરણોનો નિબંધસંગ્રહ. આ નિબંધોમાં લેખક લક્ષ્મીનાથ ફૂકને (જ. 1894; અ. 1975) તેમની 50 વર્ષની સુદીર્ઘ અને વૈવિધ્યપૂર્ણ કારકિર્દીમાં તેમના અંગત સંપર્કમાં આવેલી અને અસમિયા સાહિત્ય, કલા, સંસ્કૃતિ, પત્રકારત્વ, રાજકારણ અને વ્યાપારના ક્ષેત્રે વિખ્યાત નીવડેલ 15 વ્યક્તિવિશેષો ઉપરાંત મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુનાં…
વધુ વાંચો >મહાનયપ્રકાશ
મહાનયપ્રકાશ : તેરમી સદીના શૈવ પંડિત શતિકાંતની કાશ્મીરીમાં લખાયેલી અતિ પ્રાચીન કૃતિ. પુરાવા પરથી સાબિત થયું છે કે તે કૃતિ મહારાજા જયસિંહની સૂચનાથી રચવામાં આવી હતી અને તેના રચયિતા પદમપોર(હાલ પમપોર)ના વતની હતા. આ કૃતિની ભાષામાં કાશ્મીરીના પહેલાંના નમૂનાઓ જોવા મળે છે. તેમાં પુષ્કળ સંસ્કૃત ‘તત્સમ’ અને ‘તદભવ’ અને ટૅકનિકલ…
વધુ વાંચો >મહાનોર, નામદેવ ધોંડો
મહાનોર, નામદેવ ધોંડો [જ. 16 સપ્ટેમ્બર 1942, પળસખેડે, (અજંતાની ગુફાઓ પાસે), જિ. ઔરંગાબાદ] : મરાઠીમાં દલિત સાહિત્યના જાણીતા કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘તીચી કહાણી’ માટે 2000ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. માત્ર 200 ઘરની વસ્તીવાળા નાનકડા ગામના ખેડૂત પરિવારમાં જન્મ. અનેક મુશ્કેલીઓ વેઠીને પળસખેડે, પિંપળગાંવ, શેંદુર્ણીમાં પ્રાથમિક…
વધુ વાંચો >મહાન્તી, ગોપીનાથ
મહાન્તી, ગોપીનાથ (જ. 20 એપ્રિલ 1914, કટક, ઓરિસા ) : ઓરિસાના પ્રખ્યાત નવલકથાકાર. તેમને ‘અમૃતર સંતાન’ નામની નવલકથા માટે 1955ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. શાળાશિક્ષણ સોનેપુરમાં. 1930માં મૅટ્રિક થયા અને 1935માં કટકની રહેવન યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે એમ. એ.માં વિશેષ ગુણવત્તા મેળવી. આઈ. સી. એસ.…
વધુ વાંચો >મહાન્તી, વીણાપાણિ
મહાન્તી, વીણાપાણિ (જ. 1936 ચંદોલ, જિ. કટક, ઓરિસા) : ઓરિસાના વાર્તાકાર, નવલકથાકાર અને અનુવાદક. તેમના વાર્તાસંગ્રહ ‘પાટદેઈ’ માટે તેમને 1990ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો છે. અર્થશાસ્ત્ર સાથે એમ. એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેમણે કટક ખાતે એસ. બી. યુનિવર્સિટીમાં એ જ વિષયના રીડર તથા વાઇસ-પ્રિન્સિપાલ તરીકે કામગીરી સંભાળી.…
વધુ વાંચો >મહાપાત્ર, જયંત
મહાપાત્ર, જયંત (જ. 1928) : ઊડિયા ભાષાના કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘રિલેશનશિપ’ (1980) માટે 1981ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. કટકની રેવન્શૉ કૉલેજમાં તથા પટણાની વિજ્ઞાન કૉલેજમાં અભ્યાસ. તેમણે કટક(ઓરિસા)માં શાઈબાબલા વિમેન્સ કૉલેજ ખાતે પદાર્થવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી હતી. કાવ્યસર્જન તેમણે મોડું શરૂ કર્યું. તેઓ કવિ…
વધુ વાંચો >મહાશ્વેતાદેવી
મહાશ્વેતાદેવી (જ. 1926, ઢાકા, બંગાળ) : જાણીતાં બંગાળી વાર્તાકાર અને નવલકથાકાર – અભ્યાસી સર્જક. કલાપ્રેમી બંગાળી પરિવારમાં જન્મ. પિતા મનીષ ઘટક અને માતા ધરિત્રીદેવી. પિતા લેખકોના નવતર કલ્લોલ જૂથના સભ્ય. ફિલ્મ-નિર્દેશક ઋત્વિક ઘટકનાં તેઓ બહેન થાય. વિશ્વભારતીમાંથી 1946માં બી. એ., કલકત્તા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.; બંગાળી અને અંગ્રેજી ભાષા ઉપરાંત…
વધુ વાંચો >મહાંતી, શરતકુમાર
મહાંતી, શરતકુમાર (જ. 26 જાન્યુઆરી 1938, જારીપદા, જિ. કટક, ઓરિસા) : ઊડિયા નિબંધકાર. તેમને તેમની કૃતિ ‘ગાંધી મનિષ’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં એમ.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1959માં તેઓ ઓરિસા શિક્ષણસેવામાં ગણિતના પ્રાધ્યાપક નિમાયા. તેઓ ઓરિસા રાજ્ય પસંદગી બોર્ડના સભ્યપદેથી 1996માં…
વધુ વાંચો >