બળદેવભાઈ કનીજિયા
બાજવા, રૂપા
બાજવા, રૂપા (જ. 1976, અમૃતસર, પંજાબ) : ભારતીય અંગ્રેજી નવલકથાકાર. તેમણે અમૃતસરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ હિંદી અને પંજાબી ભાષાના જાણકાર છે. તેમને તેમની પુરસ્કૃત નવલકથા ‘ધ સાડી શૉપ’ (2004) બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ નવલકથાનું બ્રિટન, અમેરિકા અને ભારતમાં લાંબા સમય સુધી…
વધુ વાંચો >બાબરેર પ્રાર્થના
બાબરેર પ્રાર્થના (1976) : બંગાળના ખ્યાતનામ કવિ અને વિવેચક શંખો ઘોષની જાણીતી કૃતિ. સામાજિક સંઘર્ષ વિશે અનુત્કટ છતાં સક્રિય સહભાગિતા, ભરપૂર કલ્પનાસૃષ્ટિ તેમજ રચના અને ટેક્નિકની પૂરેપૂરી જાણકારી સાથે રોજિંદી ભાષાના ઉપયોગ માટે તેને બંગાળી સાહિત્યમાંનું એક ઉત્કૃષ્ટ પ્રદાન ગણવામાં આવે છે. ‘બાબરેર પ્રાર્થના’માં 47 કાવ્યોને ત્રણ વિભાગ – ‘મણિકર્ણિકા’…
વધુ વાંચો >બાબાણી, કીરત ચોઇથરામ
બાબાણી, કીરત ચોઇથરામ [જ. 3 જાન્યુઆરી 1956, મોરોબાખો, જિ. નવાબશાહ, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી સાહિત્યકાર. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., એલએલ.બી.ની ડિગ્રી અને એસ.ટી.સી.નો ડિપ્લોમા પ્રાપ્ત કર્યાં હતાં. તેમને તેમની કૃતિ ‘ધર્તી-અ-જો સડુ’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો. તેઓ અખિલ ભારત સિંધી બોલી ઐં સાહિત્ય સભાના…
વધુ વાંચો >બાબા ફરીદ
બાબા ફરીદ (જ. 1173, ખોતવાલ, જિ. મુલતાન; અ. 15 ઑક્ટોબર 1265, અજોધન) : અરબી અને ફારસીના પ્રકાંડ પંડિત, ઉત્તમ શિક્ષક, ભારતમાં સૂફી પરંપરાના સ્થાપક અને સર્વપ્રથમ પંજાબી કવિ. તેમનું મૂળ નામ ફરીદ-મસ્ઊદ હતું. તે પ્રખ્યાત સૂફી સંત અને સૂફી પરંપરાના ત્રીજા પ્રમુખ હોવાથી અને આધ્યાત્મિક સિદ્ધિઓને કારણે શેખ ફરીદ-ઉદ્-દીન અને…
વધુ વાંચો >બારહત, કરણીદાન
બારહત, કરણીદાન (જ. 1925, કેફોના, જિ. હનુમાનગઢ, રાજસ્થાન) : રાજસ્થાનના જાણીતા દ્વિભાષી કવિ તથા વાર્તાકાર. તેમને તેમના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ ‘માટી રી મહક’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ એમ.એ.ની પદવી મેળવ્યા બાદ અધ્યાપનકાર્યમાં જોડાયા અને સતત 34 વર્ષ (1947થી 1980) સુધી કાર્યરત રહ્યા. 1942થી લેખનકાર્યનો પ્રારંભ.…
વધુ વાંચો >બાંકીદાસ
બાંકીદાસ (જ. 1884, ભાડિયાવાસ, મારવાડ, અ. ) : રાજસ્થાનના અતિપ્રસિદ્ધ કવિ અને ઇતિહાસવિદ્. ચારણ જાતિની આશિયા શાખામાં જન્મ. પિતા ફહનદાન. માતા હિન્દુબાઈ. પ્રારંભિક શિક્ષણમાં તેમના પિતા પાસેથી દોહા, સોરઠા, કવિત અને ગોત વગેરેનો અભ્યાસ. 16 વર્ષની ઉંમરે તેમણે તેમના પિતા સાથે રાયપુરના ઠાકોર અર્જુનસિંહ સમક્ષ એક દોહાની શીઘ્ર રચના કરી…
વધુ વાંચો >બિનોદિનીદેવી, એમ. કે.
બિનોદિનીદેવી, એમ. કે. (જ. 1922, ઇમ્ફાલ) : જાણીતાં મણિપુરી નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. તેમને તેમની નવલકથા ‘બડોસાહિબ ઓંગ્બી સનતોમ્બી’ માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી શાંતિનિકેતન ખાતે કલાભવનમાં કલાની તાલીમ લીધી. મણિપુરની સાંસ્કૃતિક સંસ્થા રૂપરંગનાં તેઓ સ્થાપક સભ્ય છે. વળી…
વધુ વાંચો >બિંદુર છેલે (1913)
બિંદુર છેલે (1913) : બંગાળી સાહિત્યકાર શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની 9 પ્રકરણમાં વિભાજિત રસપ્રદ વાર્તા. ‘બિંદુર છેલે’ ગ્રંથમાં 3 ટૂંકી વાર્તાઓ – ‘બિંદુર છેલે’, ‘રામેર સુમતિ’ (1914) અને ‘પથ-નિર્દેશ’નો સમાવેશ થાય છે. સ્ત્રીસ્વભાવના અને ચિત્તતંત્રના ઊંડા અભ્યાસી તરીકે શરદબાબુ પત્નીજીવનનું, સ્ત્રીજીવનનું સાર્થક્ય માતૃત્વમાં રહેલું છે એમ લેખે છે. આ વાર્તા તેની આંતરિક…
વધુ વાંચો >બુલબુલ (Bulbul)
બુલબુલ (Bulbul) : ભારતવર્ષનું ખૂબ જાણીતું પંખી. ઈરાનમાં બારે માસ જોવા મળતું બુલબુલ (nightingale) એના સ્વરની મીઠાશ, એકધારી આલાપસરણી અને એની હલક માટે ખૂબ જાણીતું છે. એ કશાય રૂપરંગના ચમકારા વિનાનું સાદું નાનકડું સુકુમાર પંખી હોવા છતાં તે કેવળ તેની વાણીના સામર્થ્યથી વસંતના આગમનની જાણ કરાવે છે; વનકુંજોમાં તેનું ગાન…
વધુ વાંચો >બુલે, એતિયેને લૂઈ
બુલે, એતિયેને લૂઈ (જ. 12 ફેબ્રુઆરી 1728, પૅરિસ; અ. 6 ફેબ્રુઆરી 1799) : ફ્રાંસમાં નૂતન પ્રશિષ્ટ સ્થાપત્યવાદના અગ્રણી પ્રસારક સ્થપતિ. તે મૂળમાં ચિત્રકાર બનવા માગતા હતા પણ તેમના પિતાની ઇચ્છાને અનુસરીને સ્થાપત્યવિદ્યા તરફ વળ્યા. પ્રારંભમાં જે. એફ. બ્લોન્ડેલ અને જર્મેન બોફ્રેન્ડ સાથે અને પછી જે. એલ. લૅગી સાથે મળીને પ્રશિષ્ટ…
વધુ વાંચો >