બળદેવભાઈ કનીજિયા

અગ્રવાલ, કેદારનાથ

અગ્રવાલ, કેદારનાથ (જ. 1 એપ્રિલ 1911, કમસિન, જિ. બાંદા, ઉ. પ્ર.; અ. 22 જૂન 2000) : હિન્દીના જાણીતા કવિ, નવલકથાકાર, નિબંધકાર અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અપૂર્વ’ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. રાયબરેલી અને કટની ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

અજંતા

અજંતા (જ. 2 મે 1929, કેસાનાકુરુ ગામ, જિ. પશ્ચિમ ગોદાવરી, તેલંગાણા (જૂનું આંધ્રપ્રદેશ); અ. 25 ડિસેમ્બર 1998.) : વિખ્યાત તેલુગુ કવિ, ચિત્રકાર અને પત્રકાર. તેમનું મૂળ નામ પેનુમર્તી વિશ્વનાથ શાસ્ત્રી. ‘અજંતા’ તેમણે ગ્રહણ કરેલું તખલ્લુસ હતું. નાર્સાપુરમ ગામમાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. તે પછી તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.કૉમ.ની પદવી…

વધુ વાંચો >

અન્તર્જનમ્ લલિતામ્બિકા

અન્તર્જનમ્ લલિતામ્બિકા (જ. 30 માર્ચ 1909, કોટ્ટાયમ, કેરાલા; અ. 6 ફેબ્રુઆરી 1987, કોટ્ટાયમ, કેરાલા) : મલયાળમ સાહિત્યમાં અભૂતપૂર્વ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર કેરળનાં પ્રથમ નામ્બુદ્રી લેખિકા. એમના જન્મસમયે નામ્બુદ્રી બ્રાહ્મણો અત્યંત રૂઢિચુસ્ત હતા એટલે સ્ત્રીઓને માટે જાતજાતના નિષેધ હતા. સ્ત્રીઓ છૂટથી હરીફરી શકતી નહિ. ઘરમાં બંદિની જેવી એમની દશા હતી. લલિતામ્બિકાએ…

વધુ વાંચો >

અબીચંદાની, પરમ એ.

અબીચંદાની, પરમ એ. (જ. 14 જુલાઈ 1926, ખૈરપુર, સિંધ (હાલ પાકિસ્તાન); અ. 9 ડિસેમ્બર 2005) : સિંધી નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. તેમને તેમની કૃતિ ‘તક તોર’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે દર્શનશાસ્ત્રમાં બી.એ. તથા કૉમર્શિયલ આર્ટ અને ઍડ્વર્ટાઇઝિંગનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યા હતા. 1945–46માં તેઓ સિંધી…

વધુ વાંચો >

અબ્દુલ વહીદ ‘કમલ’

અબ્દુલ વહીદ ‘કમલ’ (જ. 17 એપ્રિલ 1936, નારસરા, જિ. ચુરુ, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી લેખક. તેમને તેમની નવલકથા ‘ઘરાણો’ બદલ 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ઇતિહાસમાં એમ.એ. અને બી.એડ્.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ 36 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું અને પછી…

વધુ વાંચો >

અરુણ કમલ

અરુણ કમલ (જ. 15 ફેબ્રુઆરી 1954, નસરીગંજ, જિ. રોહતાસ, બિહાર) : બિહારના જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક. તેમને તેમના ઉત્તમ કાવ્યસંગ્રહ ‘નયે ઇલાકે મેં’ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી સાથે એમ.એ.ની પદવી મેળવી. તેઓ પટણા યુનિવર્સિટી વિજ્ઞાન કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક છે. તેમણે 3 કાવ્યસંગ્રહો…

વધુ વાંચો >

અવસ્થી વિ. બચ્ચુલાલ

અવસ્થી, વિ. બચ્ચુલાલ (જ. 1918, ફરુહાઘાટ, જિ. બહરાઈચ, ઉત્તરપ્રદેશ; અ. 2005) : ઉત્તરપ્રદેશના હિંદી તથા સંસ્કૃતના વિદ્વાન કવિ અને વિવેચક. તેમને તેમના જાણીતા કાવ્ય-સંગ્રહ ‘પ્રતાનિની’ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ ઉર્દૂમાં લીધા બાદ સંસ્કૃતમાં આચાર્યની પદવી મેળવી. ત્યારપછી હિંદીમાં એમ. એ., પીએચ.…

વધુ વાંચો >

અશોકમિત્રન્

અશોકમિત્રન્ (જ. 22 સપ્ટેમ્બર 1931, સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ; અ. 23 માર્ચ 2017, ચેન્નઈ, તમિલનાડુ) : આંધ્રના જાણીતા વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક. તેમને તેમના તમિળમાં લખેલા ઉત્તમ વાર્તાસંગ્રહ ‘અપ્પાવિન સ્નેહીદાર’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હૈદરાબાદની નિઝામ કૉલેજમાંથી બી.એસસી.ની પદવી મેળવી. તેઓ ભારતની આઝાદીની ચળવળમાં કાર્યકર…

વધુ વાંચો >

અળિકોડ, સુકુમાર

અળિકોડ, સુકુમાર (જ. 14 મે 1926, અળિકોડ, કિન્નોળ, જિ. કેરળ; અ. 24 જાન્યુઆરી 2012 ત્રિશૂર, કેરળ) : મલયાળમ પત્રકાર અને વિદ્વાન વિવેચક. તેમને તેમની કૃતિ ‘તત્વમસિ’ માટે 1985ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1956માં તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને અને 1958માં સંસ્કૃતમાં…

વધુ વાંચો >

અંબર, મોહમ્મદ ઇદરીસ ‘બહરાઇચી’

અંબર, મોહમ્મદ ઇદરીસ ‘બહરાઇચી’ (જ. 5 જુલાઈ 1949, સિકંદરપુર, બહરાઇચ, ઉત્તર પ્રદેશ; અ. 7 મે 2021 લખનૌ, ઉત્તર પ્રદેશ) : ઉર્દૂ કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સૂખી ટહની પર હરિયલ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે ભૂગોળમાં એમ.એ.ની ડિગ્રી અને પત્રકારત્વમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવ્યાં હતાં. તેઓ…

વધુ વાંચો >