બંસીધર શુક્લ
પટેલ, નાગરદાસ ઈશ્વરભાઈ
પટેલ, નાગરદાસ ઈશ્વરભાઈ (જ. 6 ડિસેમ્બર 1898, કંડારી, મિયાંગામ પાસે; અ. 23, ફેબ્રુઆરી 1969, મુંબઈ) : ગુજરાતી લેખક. બાલસાહિત્યમાં વિશેષ રુચિ. મૂળ ગામ ભાદરણ પાસે બામણગામ. ચરોતરની લેઉવા પાટીદાર જ્ઞાતિ. માતા અંબાબહેન. પિતા ઈશ્વરભાઈ પ્રભુદાસ પટેલ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બામણગામ, નાર અને વડોદરામાં લીધું. વડોદરા સયાજી હાઈસ્કૂલમાં છઠ્ઠું ધોરણ…
વધુ વાંચો >પણ્યાવર્ત (turnover)
પણ્યાવર્ત (turnover) : ઉદ્યોગ અને વેપાર ધંધામાં માલ અથવા સેવાના વેચાણથી પ્રાપ્ત થયેલી એકત્ર રકમ વકરો. વિક્રય પરથી આવેલો ‘વકરો’ શબ્દ પણ વેચાણનો જ સંકેત કરે છે. મોટેભાગે વાર્ષિક ગાળા માટે ગણતરી કરાય છે. વેપારમાં માલના વેચાણથી જ આવક થાય તેનું પરિમાણ વેપાર, વેચાણ અને આવકના પ્રમાણનો તેમજ લાભની માત્રા…
વધુ વાંચો >પત્રકારત્વ
પત્રકારત્વ પરંપરાગત વ્યાખ્યા મુજબ સમાચારો એકત્ર કરવા, લખવા, સંપાદિત અને પ્રકાશિત કરવા તેને પત્રકારત્વ ગણાય છે. પત્રકારત્વને ઉતાવળે લખાયેલ સાહિત્ય પણ કહેવાય છે. ઈ. સ.ની પહેલી સદીમાં રોમન સમ્રાટ જૂલિઅસ સીઝરે Acta Diurna (દૈનિક ઘટનાઓ) – હસ્તલિખિત સમાચાર બુલેટિનો રોજેરોજ ચોક્કસ સ્થળોએ લગાડવાના આદેશો આપી પત્રકારત્વનો પ્રારંભ કર્યો તે પછી…
વધુ વાંચો >પહાડે નાથુભાઈ
પહાડે, નાથુભાઈ (જ. 1922, રાંદેર, જિ. સૂરત; અ. 10 મે 1998, – સૂરત) : તરણના ક્ષેત્રે અનેક સાહસો દ્વારા વિક્રમો સર્જીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું નામ ઉજાળનાર ગુજરાતી તરણવીર. જન્મ સાધારણ મધ્યમવર્ગના પરિવારમાં. પિતાનું નામ ગણેશભાઈ. ભરતનાટ્યમ્ આદિ શાસ્ત્રીય નૃત્યોમાં પ્રશિક્ષણ લઈ કુશળતા પ્રાપ્ત કરી હતી. ભાવાભિવ્યક્તિમાં એકસાથે એક આંખમાં હાસ્ય…
વધુ વાંચો >પંડ્યા અમૃત વસંત
પંડ્યા, અમૃત વસંત ( જ. 28 સપ્ટેમ્બર 1917, જામનગર; અ. 28 જુલાઈ 1975, વલ્લભવિદ્યાનગર) : ગુજરાતના એક સમર્થ પુરાતત્વવિદ, ભૂસ્તરશાસ્ત્રી અને સંશોધક. ઔપચારિક પ્રશિક્ષણ વિના જ કેવળ વિષયમાં ઊંડી રુચિને કારણે પોતે જે કાર્ય કર્યું તેનાથી રાષ્ટ્રીય કક્ષાએ તેમને વિદ્વાન તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. મધ્યમ વર્ગમાં ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં તેમનો…
વધુ વાંચો >પંડ્યા શિવ
પંડ્યા, શિવ (જ. 1928, વસો, ખેડા; અ. 14 જુલાઈ 1978, અમદાવાદ) : ગુજરાતના વ્યંગચિત્રકાર અને કવિ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વસો અને નડિયાદમાં. અમદાવાદમાં રવિશંકર રાવળના ‘ગુજરાત ચિત્રકલા સંઘ’માં કલાશિક્ષણ પામ્યા. પછી વર્તમાનપત્રોમાં વ્યંગચિત્રકાર તરીકે કામ કર્યું. મુખ્યત્વે મૃત્યુની અનુભૂતિને વ્યક્ત કરતી રચનાઓનો એમનો મરણોત્તર કાવ્યસંગ્રહ ‘કાવ્યો’ 1979માં પ્રગટ થયો.…
વધુ વાંચો >પાઘડી (પોશાક)
પાઘડી (પોશાક) : શિરોવેષ્ટન; માથાનું ઢાંકણ. ભારતમાં પ્રાચીન કાળથી સંરક્ષણ અને શોભાના સાધન ઉપરાંત મોભાના પ્રતીક તરીકે માથે વિવિધ સ્વરૂપે વસ્ત્ર ધારણ કરવાની પ્રથા ચાલી આવે છે. વૈદિક કાળમાં તેને ‘ઉષ્ણીષ’ કહેતા. પ્રાચીન કથાનકોમાં માથે પાંદડાં, કમળ કે તાવડી આકારના ઉષ્ણીષ ધારણ કરેલા સૈનિકોના ઉલ્લેખો મળે છે. મુકુટ કે કિરીટ…
વધુ વાંચો >પાઠક હરેકૃષ્ણ રામચંદ્ર
પાઠક, હરિકૃષ્ણ રામચંદ્ર (જ. 5 ઑગસ્ટ 1938, બોટાદ, જિ. ભાવનગર) : ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર, નિબંધકાર અને બાળસાહિત્યકાર. માતાનું નામ મોંઘીબહેન. વતન ભોળાદ. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર. 1956માં મૅટ્રિક. 1961માં ગુજરાત યુનિવર્સિટીની બી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી. 1961-62 દરમિયાન સોનગઢ (સૌરાષ્ટ્ર)ના ગુરુકુળમાં વિજ્ઞાન શિક્ષક. 1963થી ગાંધીનગર ખાતેના ગુજરાત રાજ્ય સચિવાલયમાં મહેસૂલ વિભાગમાં…
વધુ વાંચો >પારેખ છગનલાલ
પારેખ, છગનલાલ (જ. 27 જૂન, 1894, રાજકોટ; અ. 14 ડિસેમ્બર, 1968 મુંબઈ) : દુ:ખી જનોના સંનિષ્ઠ સેવક. ‘છગનબાપા’ના નામે વધારે જાણીતા. ગ્રામ-વિસ્તારોમાં દરિદ્રતા અને નિરક્ષરતાનિવારણ અર્થે નિ:સ્વાર્થ સેવા આપનાર છગનલાલ ક. પારેખનો જન્મ થયો ત્યારે ગુજરાત વ્યાપક રીતે ગાંધીજીના સમાજસેવાના સંસ્કારોથી પ્રભાવિત હતું. છગનલાલે પાડોશી મહિલાઓથી સમાજસેવાનો આરંભ કર્યો. તેમણે…
વધુ વાંચો >પાર્થસારથિ ગોપાલસ્વામી
પાર્થસારથિ, ગોપાલસ્વામી (જ. 7 જુલાઈ 1912, ચેન્નઈ; અ. 1 ઑગસ્ટ 1995, નવી દિલ્હી) : ભારતીય ઉદ્દામવાદી પત્રકાર, શિક્ષણકાર. પિતા ન. ગોપાલસ્વામી આયંગર જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં પ્રધાન હતા. એવા બ્રાહ્મણ પરિવારમાં તમિળનાડુના ચેન્નઈમાં તેમનો જન્મ થયો. કાકા રંગસ્વામી આયંગર અંગ્રેજી દૈનિક ‘હિન્દુ’ના તંત્રી હતા. તેમનાથી પ્રભાવિત ગોપાલે લંડનમાં શિક્ષણ પૂરું કરી…
વધુ વાંચો >