બંગાળી સાહિત્ય

આધુનિકતા ઓ રવીન્દ્રનાથ

આધુનિકતા ઓ રવીન્દ્રનાથ (1968) : અબૂ સઇદ ઐયૂબ (1906-1982, કૉલકાતા) રચિત વિવેચનગ્રંથ. તેમાં રવીન્દ્ર-સાહિત્ય તથા આધુનિકતાની તુલના કરવામાં આવી છે. આ કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1970ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. પદાર્થવિજ્ઞાનના સ્નાતક તેમજ ફિલસૂફીમાં અનુસ્નાતક ઉપાધિ મેળવનાર આ લેખકને કૉલકાતા યુનિવર્સિટી તેમજ વિશ્વભારતી વગેરેમાં અધ્યાપનનો માતબર અનુભવ મળેલો. વળી મેલબૉર્ન…

વધુ વાંચો >

આનંદમઠ

આનંદમઠ (1882) : બંગાળના સુપ્રસિદ્ધ નવલકથાકાર બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયની અત્યંત લોકપ્રિય નવલકથા. કથાવસ્તુ ઐતિહાસિક હોવા છતાં એ પૂર્ણાંશે ઐતિહાસિક કૃતિ નથી. મુસલમાન શાસકો નિષ્ક્રિય, વિલાસી અને પ્રજાપીડક હોવાથી એમની સામે વિદ્રોહ કરવા સંતપ્ત સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી હતી. એ સંપ્રદાયની પ્રવૃત્તિઓ ગુપ્ત હતી. એ સંપ્રદાય દેવીભક્ત હતો અને વિદ્રોહમાં સફળતા માટે…

વધુ વાંચો >

આનંદીબાઈ ઇત્યાદિ ગલ્પ

આનંદીબાઈ ઇત્યાદિ ગલ્પ (1957) : બંગાળી લેખક ‘પરશુરામ’ (મૂળ નામ : રાજશેખર) (જ. 1880, બર્દવાન; અ. 1967)નો વાર્તાસંગ્રહ. તેને 1958ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. પરશુરામ રસાયણવિજ્ઞાન તથા સંસ્કૃત પ્રશિષ્ટ ગ્રંથો પરત્વે એકસરખી વિદ્વત્તા ધરાવે છે; બોલચાલની બંગાળી ભાષાનો શબ્દકોશ રચનાર આ વાર્તાકારને તેમની હાસ્યરસિકતા માટે પણ ભારે…

વધુ વાંચો >

આબોલ તાબોલ

આબોલ તાબોલ : બંગાળી બાળકાવ્યનો એક પ્રકાર. બાળકોના મનોરંજન માટે આ કાવ્યપ્રકારનો પ્રયોગ થાય છે. એનું મુખ્ય લક્ષણ અસંબદ્ધતા હોય છે. એક ભાવ અને બીજા ભાવ વચ્ચે કાર્યકારણ-સંબંધ નથી હોતો. એ અસંબદ્ધતાને કારણે જ આબોલ તાબોલ બાળકોને આનંદ આપે છે. એ કાવ્ય ગેય નથી હોતું, પણ એમાં અંત્યાનુપ્રાસ હોય છે.…

વધુ વાંચો >

આરણ્યક (1938)

આરણ્યક (1938) : વિભૂતિભૂષણ બંદોપાધ્યાયરચિત બંગાળી નવલકથા. અરણ્યની પ્રકૃતિના પરિવેશમાં આ નવલકથાની રચના થઈ છે. પ્રકૃતિ સાથેના માનવીના આત્મીય સંબંધની તથા તેના ઘેરા પ્રભાવની આ કથા છે. પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપો માનવના જીવન પર કેટલી અને કેવી પ્રબળ અસર કરે છે તે નાયકના અરણ્યના નિરીક્ષણ તથા તેના ર્દષ્ટિપરિવર્તન દ્વારા દર્શાવ્યું છે.…

વધુ વાંચો >

આરોગ્યનિકેતન (1956)

આરોગ્યનિકેતન (1956) : જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા બંગાળી લેખક તારાશંકર બંદોપાધ્યાયની કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કૃત પ્રસિદ્ધ કૃતિ. આ કૃતિને ‘રવીન્દ્ર પુરસ્કાર’ પણ પ્રાપ્ત થયો હતો. જીવનબાબુની આત્મકથા રૂપે આ નવલકથા લખાયેલી છે. તેમાંની મુખ્ય સમસ્યા છે પ્રાચીન તથા આધુનિક ચિકિત્સાપ્રણાલીનો ભેદ. આયુર્વેદમાં વૈદ્ય પરા-અપરાવિદ્યાને એકાત્મભાવથી ગ્રહણ કરે છે. એની સફળતા આધ્યાત્મિક…

વધુ વાંચો >

આલાઓલ

આલાઓલ (જ. 1592; અ. 1673) : મધ્યયુગીન બંગાળી સાહિત્યના સુપ્રતિષ્ઠિત મુસલમાન કવિ. તેઓ બંગાળના દક્ષિણ પ્રદેશના રાજાના અમાત્યના પુત્ર હતા. એક વખતે પિતા-પુત્ર નૌકામાં મુસાફરી કરતા હતા ત્યારે તેમની પર ફિરંગી ચાંચિયાઓએ હલ્લો કર્યો, પિતાને માર્યા અને આલાઓલને આરાકાની તરીકે વેચવામાં આવ્યા. લશ્કરમાં ભરતી કરીને હયદળમાં દાખલ કર્યા. થોડા સમયમાં…

વધુ વાંચો >

આલાલેર ઘરે દુલાલ

આલાલેર ઘરે દુલાલ (1858) : પ્યારીચાંદ મિત્રે લખેલી પહેલી બંગાળી નવલકથા. શીર્ષકનો અર્થ છે – ‘ધનિક કુટુંબનો લાડકો દીકરો’. કથાનક મૌલિક છે. એ કથા લેખકના જ ‘એક આનાર માસિક’માં 1855થી ૧૮૫૭ 1857ળા વૃદ્ધ પુરુષના દીકરાની સ્વચ્છંદતાનું ચિત્રણ છે. માબાપનો અંકુશ નહિ, અઢળક પૈસો. એથી દીકરો વિનાશને પંથે વળ્યો. સદભાગ્યે, એનો…

વધુ વાંચો >

આશાપૂર્ણા દેવી

આશાપૂર્ણા દેવી: જ. 8 જાન્યુઆરી, 1909, કૉલકાતા; અ. 13 જુલાઈ 1995, કૉલકાતા) : સ્વાતંત્ર્યોત્તર કાળનાં સુપ્રસિદ્ધ બંગાળી લેખિકા. પ્રાથમિકથી સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ કૉલકાતામાં. કૉલકાતા યુનિવર્સિટી તરફથી એમને 1954માં લીલા પારિતોષિક અને 1963માં ભુવનમોહિની સુવર્ણચન્દ્રક એનાયત થયેલાં. 1966માં પશ્ચિમ બંગાળ સરકારે એમને રવીન્દ્ર પુરસ્કાર એનાયત કરેલો. એમની બૃહદ્ નવલકથા ‘પ્રથમ…

વધુ વાંચો >

ઉમાશશી

ઉમાશશી (જ. 1914; અ. -) : ભારતના સવાક્ સિનેયુગનાં પ્રારંભનાં વર્ષોનાં ગાયિકા, તેમજ અભિનેત્રી. કુંદનલાલ સાયગલનાં તે વર્ષોનાં જોડીદાર ગાયિકા. અભિનેત્રી ઉમાશશીનું તેમની સાથેનું દ્વંદ્વગીત ‘પ્રેમનગર મેં બસાઊંગી મૈં ઘર’, સ્વ. સાયગલ તેમજ સ્વ. પંકજ મલ્લિક સાથેનું તેમનું ત્રિપુટી ગીત ‘દુનિયા રંગરંગીલી બાબા’ અને તેમના પોતાના એકલાના કંઠે ગવાયેલ ‘જાગો…

વધુ વાંચો >