પ્ર. ઉ. શાસ્ત્રી
ભટ્ટ, ગોપાલ
ભટ્ટ, ગોપાલ (જ. આશરે 5મી સદી પહેલાં) : સંસ્કૃત અલંકારશાસ્ત્રના મૂર્ધન્ય ગ્રંથ ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકાના લેખક. તેમને ‘લૌહિત્ય ભટ્ટ ગોપાલ સૂરિ’ એવા નામે ઓળખવામાં આવે છે. ‘કાવ્યપ્રકાશ’ પર તેમણે લખેલી ટીકાનું નામ ‘સાહિત્યચૂડામણિ’ છે. ‘ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત ગ્રંથમાળા’માં આ ટીકા છપાઈ છે. તેના બે ભાગો અનુક્રમે 1926 અને 1930માં આર. હરિહર…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, જગદીશ તર્કપંચાનન
ભટ્ટાચાર્ય, જગદીશ તર્કપંચાનન (17મી સદી) : ભારતીય સાહિત્યશાસ્ત્રના જાણીતા ગ્રંથ મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકાના લેખક. તેમનું નામ સૂચવે છે તે મુજબ તેઓ બંગાળના વતની હતા. વળી ‘તર્કપંચાનન’ની તેમની ઉપાધિ તેઓ તર્કશાસ્ત્રના જ્ઞાતા હશે તેમ સૂચવે છે; પરંતુ બંગાળના જાણીતા તાર્કિક જગદીશ તર્કાલંકારથી આ લેખક જુદા છે. તેઓ બંગાળના નદિયા (નવદ્વીપ)…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, શ્રીવત્સલાંછન
ભટ્ટાચાર્ય, શ્રીવત્સલાંછન (આશરે 15મી સદી) : ભારતીય અલંકારશાસ્ત્રના જાણીતા ગ્રંથ ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકાના લેખક. તેમનું નામ ‘શ્રીવત્સશર્મન્’ કે ‘શ્રીવત્સવર્મન્’ કે ‘વત્સવર્મન્’ એવાં રૂપાન્તરોથી પણ લખાય છે. ‘ભટ્ટાચાર્ય’ એવું તેમનું બિરુદ અને ‘શ્રીવત્સલાંછન’ એવું નામ એમ સૂચવે છે કે તેઓ બંગાળના વતની હતા. તેમના પિતાનું નામ શ્રીવિષ્ણુ ભટ્ટાચાર્ય ચક્રવર્તિન્ હતું. શ્રીવત્સલાંછને…
વધુ વાંચો >ભટ્ટિ
ભટ્ટિ (આશરે 600થી 650) : સંસ્કૃત ભાષાના મહાકાવ્ય ‘રાવણવધ’ કે ‘ભટ્ટિકાવ્ય’ના રચયિતા મહાકવિ. તેઓ તેમના મહાકાવ્યના અંતિમ શ્લોકમાં જણાવે છે કે પોતે સૌરાષ્ટ્રના ભાવનગરની પાસે આવેલી વલભી નામની નગરીમાં મૈત્રક વંશના રાજા શ્રીધરસેનના રાજ્યઅમલ દરમિયાન આ મહાકાવ્ય રચ્યું હતું. આથી તેઓ પ્રાચીન ગુજરાતના મહાકવિ હતા. મૈત્રક વંશના રાજા શ્રીધરસેન બીજાના…
વધુ વાંચો >ભટ્ટોત્પલ
ભટ્ટોત્પલ (ઈ. સ.ની 10મી સદી-ઉત્તરાર્ધ) : જ્યોતિષશાસ્ત્રના વિદ્વાન કાશ્મીરી લેખક. તેઓ કાશ્મીરના શૈવ સંપ્રદાયના અને પ્રત્યભિજ્ઞાદર્શનના અનુયાયી હતા. તેમના જીવન વિશે વધુ વિગતો મળતી નથી. ફક્ત વરાહમિહિરના ‘બૃહજ્જાતક’ નામના ગ્રંથ પર તેમણે લખેલી ટીકા ઈ. સ. 966માં સમાપ્ત કરી એવો ઉલ્લેખ તેમણે પોતે જ કર્યો હોવાથી તેમનો સમય દસમી સદીના…
વધુ વાંચો >ભરતવાક્ય
ભરતવાક્ય : સંસ્કૃત નાટકની સમાપ્તિમાં આવતો ગેય મંગલ શ્લોક. આખું નાટક ભજવાઈ ગયા પછી ભરત એટલે નટ દ્વારા એ શ્લોક ગાવામાં આવે છે. નાટકના પાત્ર તરીકે અભિનય પૂરો થઈ ગયા પછી નટ પોતાના મૂળ સ્વરૂપમાં આવીને જે વાક્ય બોલે છે તેને ‘ભરતવાક્ય’ કહે છે. નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ‘ભરતવાક્ય’ એવો શબ્દ વાપરવામાં…
વધુ વાંચો >ભર્તૃહરિ
ભર્તૃહરિ : સંસ્કૃત ભાષાસાહિત્યના જાણીતા મુક્તક-કવિ. ભર્તૃહરિના જીવન વિશે અનેક કિંવદંતીઓ પ્રચલિત છે, જેમાં ઐતિહાસિક રીતે સત્યનો અભાવ જણાય છે. એક પરંપરા મુજબ ભર્તૃહરિ વિક્રમ સંવતના પ્રવર્તક વિક્રમાદિત્યના ભાઈ હતા, પરંતુ ભારતમાં વિક્રમાદિત્ય નામના એકથી વધુ રાજાઓ થઈ ગયા હોવાથી એ વિશે કશું નક્કી કહી શકાય તેમ નથી. ભારતીય માન્યતા…
વધુ વાંચો >ભવભૂતિ
ભવભૂતિ (જ. આશરે 675; અ. 760) : સંસ્કૃત સાહિત્યના જાણીતા નાટ્યકાર. પોતાનાં ત્રણ નાટકોની પ્રસ્તાવનામાં નાટકકાર ભવભૂતિએ પોતાના જીવન વિશે આપેલી માહિતી મુજબ તેમના પૂર્વજો સોમરસનું પાન કરનારા, પંચાગ્નિ વચ્ચે રહેવાનું વ્રત કરનારા, અગ્નિહોત્રમાં નિત્ય હોમ કરનારા, ભોજન કરનારાઓની પંગતને પવિત્ર કરનારા, બ્રહ્મના જ્ઞાની, કાશ્યપ ગોત્રમાં જન્મેલા, વાજપેય જેવા અનેક…
વધુ વાંચો >ભાનુદત્ત
ભાનુદત્ત (તેરમી–ચૌદમી સદી) : સંસ્કૃત ભાષાના આલંકારિક અને કવિ. તેઓ મિથિલાના રહેવાસી હતા તેથી તેમને ‘મૈથિલ’ કહેવામાં આવે છે. ભાનુદત્તના પિતાનું નામ ગણેશ્વર અથવા ગણનાથ કે ગણપતિ હતું એમ જુદા જુદા ગ્રંથોના આધારે કહી શકાય. તેમના એક ચમ્પૂકાવ્ય ‘કુમારભાર્ગવીય’માં તેમની વંશાવળી આ પ્રમાણે આપી છે : રસેશ્વર–સુરેશ્વર–વિશ્વનાથ–રવિનાથ–ભવનાથ–મહાદેવ–ગણપતિ–ભાનુદત્ત. આમ તેમની સાત…
વધુ વાંચો >ભામહ
ભામહ (ઈ.સ. 600ની આસપાસ) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જાણીતા આલંકારિક આચાર્ય. તેઓ અલંકારવાદી વિચારધારાના પ્રવર્તક હતા. તેમના જીવન વિશે ઝાઝી માહિતી મળતી નથી. અનુગામી આલંકારિક આચાર્યોની જેમ તેઓ કાશ્મીરના વતની હોવાનું વિદ્વાનો માને છે. ‘કાવ્યાલંકાર’ નામના તેમના જાણીતા ગ્રંથના અંતિમ શ્લોકમાં જણાવ્યા મુજબ, તેઓ રક્રિલ ગોમિન્ના પુત્ર હતા. ‘રક્રિલ’ નામ અને…
વધુ વાંચો >