પ્રાણીશાસ્ત્ર

કૉડ માછલી

કૉડ માછલી : ઉત્તરીય સમુદ્રનાં પાણીમાં વાસ કરનાર અને આર્થિક ર્દષ્ટિએ અગત્યની એવી ગેડસ પ્રજાતિની માછલીઓ. જોકે સાચી કૉડ ઉપરાંત બ્રેગ્મૅસેરાટિડે, દરિયાની ઊંડાઈએ રહેતી મોરિડે અને હેક માછલીઓ પણ કૉડ તરીકે ઓળખાય છે. સાચી કૉડને 3 પૃષ્ઠ-મીનપક્ષો (dorsal fins) અને 2 ગુદા-મીનપક્ષો (anal fins) હોય છે અને હડપચી (chin) પર…

વધુ વાંચો >

કોડી

કોડી : મૃદુકાય સમુદાય, ઉદરપાદ (gastropoda) વર્ગ, prosobranchia શ્રેણી, cyproeidae કુળની cypraea પ્રજાતિનું દરિયાનિવાસી પ્રાણી. જાડું, આકર્ષક બાંધો, વિવિધ રંગોવાળું અને સામાન્યપણે ટપકાં વડે અંકિત થયેલ આ પ્રાણીનું કવચ લીસું, લંબગોળ અને ઉપરથી ઊપસેલું હોય છે. વક્ષ બાજુએ આવેલાં તેનાં દ્વારની બંને બાજુએથી અંદર વળેલા (inrolled) હોઠ આવેલા હોય છે.…

વધુ વાંચો >

કૉમેન્સાલિઝમ (સહભોજિતા)

કૉમેન્સાલિઝમ (સહભોજિતા) : સજીવો વચ્ચેનો લાભદાયી સહજીવનનો સંબંધ. બે કે તેથી વધારે સજીવની જાતિઓ વચ્ચેનો એકબીજા સાથેનો પોષણ, આશ્રય, આધાર, પ્રચલન કે સ્થળાંતરણ માટેનો એવો સંબંધ કે જેથી એમાં સંકળાયેલ જાતિઓ પૈકી એકને લાભ થાય, પણ બીજાને નુકસાન પહોંચે નહિ તેવું સહજીવન : કોમેન્સલ પ્રકારના સહજીવનમાં માત્ર એક સજીવને લાભ…

વધુ વાંચો >

કોયલ

કોયલ : વસંત ઋતુમાં કર્ણપ્રિય મધુર સ્વરમાં સંગીત રેલાવતું સૌનું માનીતું પક્ષી. માર્ચ-એપ્રિલથી જુલાઈ-ઑગસ્ટ દરમિયાન આમ્રકુંજની ઝાડીમાં કુહુઉઉ કુહુઉઉનો અત્યંત મધુર ટહુકાર કરનાર પક્ષી તે નર કોયલ હોય છે. માદા કોયલ એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર ઊડતાં પિક, પિક-પિક એવા સૂર કાઢે છે. કોયલ કદમાં કાગડા કરતાં સહેજ નાનું, પાતળા…

વધુ વાંચો >

કૉર્બેટ પાર્ક : જુઓ અભયારણ્ય.

કૉર્બેટ પાર્ક : જુઓ અભયારણ્ય

વધુ વાંચો >

કોલેસ્ટેરૉલ (પ્રાણીશાસ્ત્ર)

કોલેસ્ટેરૉલ (પ્રાણીશાસ્ત્ર) : પૃષ્ઠવંશી પ્રાણીઓના શરીરમાં રહેલા સ્ટેરૉલ(લિપિડ આલ્કોહૉલ સમૂહ)નો વધુ જાણીતો ઘટક. C27H46O સમગ્ર પ્રાણીસૃષ્ટિમાં કોલેસ્ટેરૉલ અન્ય સ્ટેરૉલની સાથે મળી આવે છે. ઉચ્ચતર વનસ્પતિ વિવિધ સ્ટેરૉલ (ફાયટોસ્ટેરૉલ) ધરાવતી હોવા છતાં તેઓ કોલેસ્ટેરૉલ જવલ્લે જ ધરાવે છે. વિકાસની શરૂઆતની અવસ્થામાં શરીરના લગભગ બધા કોષો તેને ઉત્પન્ન કરે છે. જ્યારે પુખ્તાવસ્થામાં…

વધુ વાંચો >

કોષ

કોષ (cell) સજીવોની જીવન્ત અવસ્થાની બધી લાક્ષણિકતા ધરાવતો રચનાત્મક અને કાર્યાત્મક એકમ. જૈવિક ઉત્ક્રાંતિને કારણે સજીવોમાં જે વિવિધતા જોવા મળે છે, તે મૂળભૂત રીતે એકસરખી સામ્યતા દર્શાવતા કોષોનો ક્રમિક વિકાસ છે. બધા જ કોષોમાં જૈવ-રાસાયણિક તંત્ર અને જનીનિક સંકેતો લગભગ સરખા હોય છે. કાળક્રમે વિકાસ થતા, વિવિધ રચના ધરાવતા અને…

વધુ વાંચો >

કોષકેન્દ્ર : જુઓ કોષ.

કોષકેન્દ્ર : જુઓ કોષ

વધુ વાંચો >

કોષદીવાલ

કોષદીવાલ (cell wall) : વનસ્પતિકોષોમાં રસસ્તરની બહારની સપાટીએ સ્રાવ દ્વારા ઉત્પન્ન થતું સ્તર. તેને બહિર્કંકાલ (exoskeleton) સાથે સરખાવી શકાય અને તે કોષને યાંત્રિક આધાર આપવાનું અને રક્ષણ કરવાનું કાર્ય કરે છે. વળી અંત:કોષીય (intracellular) પ્રવાહીના આસૃતિદાબ (osmopic pressure) અને કોષમાં થતા પાણીના પ્રવેશ વચ્ચે તે સમતુલા જાળવી રાખે છે. વનસ્પતિકોષોને…

વધુ વાંચો >

કોષદ્રવ્યી સમાવિષ્ટો : જુઓ કોષ.

કોષદ્રવ્યી સમાવિષ્ટો : જુઓ કોષ

વધુ વાંચો >