પ્રહલાદ છ. પટેલ
તુલ્યતા-સિદ્ધાંત
તુલ્યતા-સિદ્ધાંત (equivalence principle) : ગુરુત્વીય ક્ષેત્રમાં બિન-પ્રવેગિત સંદર્ભપ્રણાલી અને બિનગુરુત્વીય ક્ષેત્રમાં પ્રવેગિતપ્રણાલી વચ્ચેનું સામ્ય. દ્રવ્યમાનની વ્યાખ્યા બે પ્રકારે આપી શકાય છે. એક તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત અનુસાર બે બિંદુસમ પદાર્થો વચ્ચે ઉદભવતું ગુરુત્વાકર્ષણનું બળ તેમના દ્રવ્યમાનના સમપ્રમાણમાં અને બે વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમમાં આવતું દ્રવ્યમાન…
વધુ વાંચો >તેજમંડળ
તેજમંડળ (halo) : પદાર્થની ફરતે પ્રકાશ વડે રચાતું પ્રદીપ્ત વલય કે તકતી. કોઈક વખત ચંદ્ર કે સૂર્યની ફરતે, ફિક્કા પ્રકાશના વલય રૂપે જોવા મળતી આ એક કુદરતી ઘટના છે. આવું તેજમંડળ સામાન્ય રીતે શિયાળામાં જોવા મળે છે. પૃથ્વીના વાતાવરણમાં રહેલા બરફના સૂક્ષ્મ સ્ફટિકો દ્વારા પ્રકાશનું વક્રીભવન થવાથી આવું વલય કે…
વધુ વાંચો >દેસાઈ, ઉપેન્દ્ર ધીરજલાલ
દેસાઈ, ઉપેન્દ્ર ધીરજલાલ (જ. 10 માર્ચ 1925, અમદાવાદ) : ઇલેક્ટ્રૉનિક્સ, કૉસ્મિક કિરણો અને અવકાશવિજ્ઞાનના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર ભારતીય વિજ્ઞાની. તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. 1941માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થઈ મુખ્ય વિષય ભૌતિકશાસ્ત્ર અને ગૌણ વિષય ગણિતશાસ્ત્ર સાથે 1945માં બી.એસસી. થયા. તેમની કૉલેજ કારકિર્દી સામાન્ય હતી. પણ ઇલેક્ટ્રૉનિક્સમાં…
વધુ વાંચો >દ્રવગતિશાસ્ત્ર
દ્રવગતિશાસ્ત્ર (hydrodynamics) : અદબનીય તરલની ગતિના નિયમો અને તેના પ્રવર્તનનું શાસ્ત્ર. સીમા આગળ થતી તરલની આંતરક્રિયા સાતત્યકયાંત્રિકી (continuum mechanics) સાથે સંબંધ ધરાવે છે. બંધ, જળાશય અને નહેર જેવી જળયોજનાઓ સાથે માણસ ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. આથી પાણી જીવનનો પર્યાય ગણાય છે. ઉપરાંત માણસની જિજ્ઞાસાવૃત્તિ અને તેના વૈજ્ઞાનિક સ્વભાવને કારણે આ…
વધુ વાંચો >દ્રવચલવિદ્યા
દ્રવચલવિદ્યા (hydraulics) : ગતિમય પાણી અથવા પ્રવાહીની વર્તણૂક. દ્રવચલવિદ્યા સીમાપૃષ્ઠ અથવા પદાર્થની સાપેક્ષ ગતિ કરતા પ્રવાહી કે સ્થિર પ્રવાહીની વર્તણૂક, અસરો અને ગુણધર્મો સાથે સંબંધ ધરાવે છે અને તે તરલ યાંત્રિકીનો એક ભાગ છે. ઘનતામાં થતા ફેરફાર નાના હોય ત્યારે એટલે કે દબનીય અસરો નગણ્ય હોય ત્યારે દ્રવચલવિદ્યાના નિયમો વાયુઓને…
વધુ વાંચો >ધવન, સતીશ
ધવન, સતીશ (જ. 25 સપ્ટેમ્બર 1920, શ્રીનગર, જમ્મુ-કાશ્મીર; અ. 3 જાન્યુઆરી 2002) : અવકાશ પંચના અધ્યક્ષ અને ખ્યાતનામ અવકાશવિજ્ઞાની. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, બૅંગાલુરુના નિયામક તથા ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝના અધ્યક્ષ પણ રહ્યા હતા. તેમણે દેશ-પરદેશમાંથી શિક્ષણ લીધું હતું. પંજાબ યુનિવર્સિટી-(લાહોર)માંથી તેઓ સ્નાતક થયેલા. ગણિતશાસ્ત્ર અને ભૌતિકવિજ્ઞાન સાથે બી.એ.,…
વધુ વાંચો >ધવલાંક
ધવલાંક (albedo) : સપાટી વડે વિસ્તૃત રીતે પરાવર્તન પામતા પ્રકાશનો અંશ. ધવલાંક, પદાર્થની સપાટી વડે થતા પરાવર્તનના ગુણધર્મોનું વર્ણન કરે છે. સફેદ સપાટીનો ધવલાંક લગભગ એક અને કાળી સપાટીનો ધવલાંક શૂન્યની નજીક હોય છે. ધવલાંકના કેટલાક પ્રકાર છે. તેમાં બૉન્ડ ધવલાંક (AB) મહત્વનો છે. તે ગ્રહની સપાટી ઉપર આપાત થતી…
વધુ વાંચો >ધાતુનું મુક્ત ઇલેક્ટ્રૉન મૉડલ
ધાતુનું મુક્ત ઇલેક્ટ્રૉન મૉડલ : ધાતુની વિદ્યુતવાહકતાના અભ્યાસ માટેનો સિદ્ધાંત દર્શાવતું મૉડલ. આ મૉડલને બે ભાગમાં જોવામાં આવે છે : (1) જેમનું સ્થાન નિર્ધારિત કરેલ છે તેવા આયનો, એટલે કે ધન વિદ્યુતભારિત કણોનો ભાગ અને (2) એક સ્થાનથી બીજા સ્થાને આંતરઆયન અવકાશમાંથી પસાર થઈને ગતિ કરતા ઇલેક્ટ્રૉનનો વાયુ. ધાતુની અંદર…
વધુ વાંચો >ધ્રુવનો તારો
ધ્રુવનો તારો (North Star) : ઉત્તર ધ્રુવ ઉપર બરાબર મથાળે આવેલો સ્થિર અને ર્દશ્ય તારો. તેને ધ્રુવતારો (Polaris) પણ કહે છે. ધ્રુવતારાની પાસે આવેલ આ ધ્રુવબિંદુ આકાશના બધા જ્યોતિઓનું ચકરાવા-કેન્દ્ર (center of rotation) છે. ધ્રુવ મત્સ્ય તારકમંડળ(ursa minor constellation)નો સૌથી વધારે તેજસ્વી તારો છે. ધ્રુવતારો ભૌગોલિક ધ્રુવ છે જ્યાં બધાં…
વધુ વાંચો >નામ્બુ, યોઇચિરો
નામ્બુ, યોઇચિરો (Nambu, Yoichiro) [જ. 18 જાન્યુઆરી 1921, ફુકુઈ પ્રિફેક્ચર (Fukui Prefecture); અ. 5 જુલાઈ 2015, ઓસાકા] : જન્મે જાપાની અને અમેરિકન નાગરિકત્વ ધરાવતા સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2008ના નોબેલ પુરસ્કારના વિજેતા. ફુકુઈ શહેરનાં ફુજિશિમા (Fujishima) હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા. ત્યારબાદ ટોકિયો ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં દાખલ થઈને ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1942માં બી.એસ.…
વધુ વાંચો >