પ્રહલાદ છ. પટેલ
પર્લ, માર્ટિન લેવિસ
પર્લ, માર્ટિન લેવિસ (જ. 24 જૂન 1927, બ્રુકલીન, ન્યૂયૉર્ક; અ. 30 સપ્ટેમ્બર 2014, કૅલિફૉર્નિયા) : ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે મૂળભૂત કણોના પ્રખર અભ્યાસી અને 1995ના ભૌતિકવિજ્ઞાન વિષયના નોબેલ પુરસ્કાર વિજેતા. આ પુરસ્કાર તેમને ફ્રેડરિક રેઈનની ભાગીદારીમાં મળ્યો હતો. ઉચ્ચઅભ્યાસ તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાં કર્યો અને 1955-63 સુધી મિશિગન યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય કર્યું. 1963થી તે…
વધુ વાંચો >પલ્સાર
પલ્સાર : નિયમિત રીતે સ્પંદ (pulse) સ્વરૂપે વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરતો ખગોલીય પદાર્થ. તેની શોધ 1968માં બ્રિટિશ ખગોળવિદ ઍન્ટની હ્યુઇશ અને જોસેલીન બેલે કરી હતી. એવું માનવામાં આવે છે કે આવા પદાર્થો ભ્રમણ કરતા ન્યૂટ્રૉન-તારક છે. ન્યૂટ્રૉન-તારકનું પ્રબળ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતભારિત કણોનું બે વિભાગમાં સંકેન્દ્રીકરણ કરે છે. આથી વિકિરણ બે…
વધુ વાંચો >પંડ્યા, સુધીરભાઈ
પંડ્યા, સુધીરભાઈ (પંડ્યા, એસ. પી.) (જ. 11 જુલાઈ 1928, નડિયાદ; અ. 30 જૂન 2019) : ભારતના પ્રથમ પંક્તિના ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાની. તેમના પિતા પ્રદ્યુમ્ન આણંદજી પંડ્યા ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ સૂરતમાં અને અનુસ્નાતક શિક્ષણ દિલ્હી યુનિવર્સિટીમાં લીધું. પીએચ.ડી.ની ઉપાધિ ન્યૂયૉર્કની રૉચેસ્ટર યુનિવર્સિટીમાંથી મેળવી. પરમાણુ-ઊર્જા વિભાગના સંશોધન-ફેલો (1950-53), રૉચેસ્ટર…
વધુ વાંચો >પાઠક પી. ડી.; ડૉ. પાઠક તારો (પાઠક પુષ્કરરાય દલપતરાય)
પાઠક, પી. ડી.; ડૉ. પાઠક તારો (પાઠક, પુષ્કરરાય દલપતરાય) (જ. 16 એપ્રિલ 1916, ભરૂચ) : ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભૌતિકવિજ્ઞાની. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વડોદરા ખાતે લીધેલું. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી સંશોધન દ્વારા એમ. એસસી.ની પદવી પ્રાપ્ત કરી. 1937થી 1946 સુધી મ. સ. યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં શૈક્ષણિક સેવાઓ આપી.…
વધુ વાંચો >પાર્થિવ ગ્રહો
પાર્થિવ ગ્રહો (terrestrial planets) : સૂર્યમંડળમાં સૂર્યની નજીકના બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ જેવા નાના શૈલયુક્ત (rocky) ગ્રહો. પાર્થિવ ગ્રહોને અંદરના ગ્રહો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રહો ઘન-સ્વરૂપના પથરાળ છે. તે બધા લગભગ એકસરખાં લક્ષણો ધરાવે છે. પ્રત્યેક ગ્રહ જ્વાળામુખી-ઉદભવ અથવા ઉલ્કાપિંડના મારાને લીધે પૃષ્ઠ અપક્ષરણ (erosion) જેવી…
વધુ વાંચો >પાર્થિવેતર જીવસૃષ્ટિ (extraterrestrial intelligence)
પાર્થિવેતર જીવસૃષ્ટિ (extraterrestrial intelligence) : પૃથ્વી સિવાય અન્ય ગ્રહ ઉપર જીવસૃષ્ટિનું સંભવત: અસ્તિત્વ. પૃથ્વી ઉપર માણસ, પશુ-પંખીઓ, વનસ્પતિ સહિતની જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે, પણ અન્ય ગ્રહ ઉપર આવી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી હોય એવી કોઈ પ્રતીતિ થઈ નથી કે કોઈ ચોક્કસ પ્રમાણ મળ્યું નથી. તે છતાં, કોઈ અન્ય ગ્રહ ઉપર જીવસૃષ્ટિની…
વધુ વાંચો >પિકરિંગ એડવર્ડ ચાર્લ્સ
પિકરિંગ, એડવર્ડ ચાર્લ્સ (જ. 19 જુલાઈ 1846, બૉસ્ટન; અ. 3 ફેબ્રુઆરી 1919, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : ખ્યાતનામ યુ.એસ. ભૌતિકવિજ્ઞાની અને ખગોળવિદ. તેમણે તારાઓની માત્રા (magnitude) માપવા માટે યામ્યોત્તર પ્રકાશમાપક(meridian photometer)નો ઉપયોગ દાખલ કર્યો અને હાર્વર્ડ પ્રકાશમિતિની 1884માં સ્થાપના કરી. 1867માં પિકરિંગ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (MIT) ખાતે ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા. અહીં…
વધુ વાંચો >પિત્રોડા સામ
પિત્રોડા, સામ (જ. 4 મે 1942, ટિટલાગઢ, ઓરિસા) : દૂરસંચાર ટૅક્નૉલૉજીના દૂરદર્શી નિષ્ણાત અને સફળ ઉદ્યોગપતિ. ઉચ્ચશિક્ષણ માટે તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાંથી તેમણે ભૌતિકશાસ્રના વિષય સાથે એમ.એસસી.ની ઉપાધિ 1964માં મેળવી. ત્યારબાદ અમેરિકાની ઇલિનૉઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇલેક્ટ્રૉનિક્સ વિષય સાથે 1966માં એમ. એસ.ની ઉપાધિ મેળવી. દૂરસંચાર-પ્રણાલીઓ અને સેવાઓનાં લગભગ તમામ…
વધુ વાંચો >પિયરે ગિલ્સ દ્ જેનેઝ
પિયરે ગિલ્સ દ્ જેનેઝ (જ. 1932, પૅરિસ, અ. 18 મે 2007, ઓરસે, ફ્રાંસ) : ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી. સાદા તંત્ર(પ્રણાલિ)માં બનતી ક્રમિત (order) ઘટનાઓનો અભ્યાસ કરીને પ્રવાહી-સ્ફટિક (liquid-crystal) અને બહુલક (polymers) જેવા જટિલ સ્વરૂપ ધરાવતા પદાર્થો માટે સામાન્યીકરણના અભ્યાસની પદ્ધતિઓના શોધક. આ શોધ માટે તેમને 1991માં ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો.…
વધુ વાંચો >પિયર્સ જ્યૉર્જ વૉશિંગ્ટન
પિયર્સ, જ્યૉર્જ વૉશિંગ્ટન (જ. 11 જાન્યુઆરી 1872, વેબરવિલ, ટૅક્સાસ, યુ.એસ.; અ. 25 ઑગસ્ટ 1956, ફ્રૅન્કલિન, એન.એચ., યુ.એસ.) : રેડિયો-તારસંચારના શોધક અને સંદેશાવ્યવહાર-ઇજનેરીના પ્રસિદ્ધ અને સફળ અધ્યાપક. સામાન્ય ખેડૂત કુટુંબમાં તેઓ જન્મેલા. ત્રણ ભાઈઓમાં તેમનો બીજો ક્રમ હતો. પિયર્સનું રહેઠાણ ઢોરઉછેરના મથકે હતું. આવા સ્થળે તેમનો વિકાસ થયો. ગામની શાળામાં ઉત્તમ…
વધુ વાંચો >