પ્રવીણસાગર સત્યપંથી
કાગળ ઉદ્યોગ
કાગળ ઉદ્યોગ : સુનમ્ય (flexible) સેલ્યુલોઝ તાંતણા(0.5-4 મિમી. લંબાઈ ધરાવતા ફાઇબર)ના આંતરગ્રથનથી બનાવેલ તાવ(sheet)ને સૂકવ્યા પછી તૈયાર થતો પદાર્થ. સેલ્યુલોઝના તાંતણા પાણી માટે સારું એવું આકર્ષણ ધરાવે છે. તે પાણી શોષીને ફૂલે છે. પાણીમાંના સેલ્યુલોઝના અસંખ્ય તાંતણાને સૂક્ષ્મ તારની જાળીમાંથી ગાળવામાં આવે ત્યારે તે (તાંતણા) એકબીજાને ચોંટી રહે છે; તેમાંથી…
વધુ વાંચો >કાચ અને કાચ ઉદ્યોગ
કાચ અને કાચ ઉદ્યોગ પિગાળ્યા પછી ઠંડો પાડતાં અસ્ફટિકમય સ્થિતિમાં પરિવર્તન પામવા સાથે જેની સ્નિગ્ધતા વધે તેવો પદાર્થ. સિલિકોન ડાયૉક્સાઇડ (SiO2) આવો એક પદાર્થ છે. સિલિકા વગર કાચ બનાવી શકાય પણ મોટા ભાગના કાચમાં SiO2 મુખ્ય પદાર્થ હોય છે. કાચ ભૌતિક રીતે ર્દઢ (rigid) અને અવશીત (cooled) પ્રવાહી અને ઘણી…
વધુ વાંચો >કાથી(coir fibre)-ઉદ્યોગ
કાથી(coir fibre)-ઉદ્યોગ : નારિયેળ(Cocos nucifera)નાં છોડાં-રેસામાંથી બનાવાતી પેદાશને લગતો ઉદ્યોગ. જોકે ઉષ્ણ (tropic) અને ઉપોષ્ણ (subtropic) કટિબંધ પ્રદેશોમાં કોપરા માટે નારિયેળી ઉગાડવામાં આવે છે. કાથી અને તેની નીપજોની 95 % ઉપરાંત નિકાસ ભારત અને શ્રીલંકામાંથી થાય છે. થાઇલૅન્ડ, ટાન્ઝાનિયા, મેક્સિકો, ફિલિપાઇન્સ, મલેશિયા, કેન્યા, ટ્રિનિડાડ અને ટોબાગો પણ કાથી અને તેની…
વધુ વાંચો >કાર્બધાત્વીય સંયોજનો
કાર્બધાત્વીય સંયોજનો : કાર્બનિક સંયોજનના કાર્બન સાથે ધાતુઓ (M-C) બંધ રચે ત્યારે પ્રાપ્ત થતાં સંયોજનો. M-O બંધવાળાં ધાતુકાર્બૉક્સિલેટ કે આલ્કૉક્સાઇડ તેમજ M-N બંધવાળાં સંયોજનોનો આ વર્ગમાં સમાવેશ થતો નથી. વળી ધાતુ સાયનાઇડ પણ કાર્બધાત્વીય પદાર્થો ગણાતા નથી. કાર્બધાત્વીય સંયોજનો ઘણા વખતથી જાણીતાં હતાં. તેમાં પારાનાં, જસતનાં કે આર્સેનિકનાં કાર્બધાત્વીય સંયોજનો…
વધુ વાંચો >કાર્બન
કાર્બન : આવર્તક કોષ્ટકના 14મા (અગાઉના IV A) સમૂહનું રાસાયણિક અધાતુ તત્વ. સંજ્ઞા C, પરમાણુક્રમાંક 6, પરમાણુભાર 12.011, વિપુલતામાં દુનિયામાં છઠ્ઠું સ્થાન ધરાવે છે. ઊંચું તાપમાન ધરાવતા તારાઓમાં હાઇડ્રોજનની ઉષ્મા નાભિકીય દહન (thermonuclear burning) પ્રક્રિયામાં તે અગત્યનો ભાગ ભજવે છે. પૃથ્વી પર તે મુક્ત અવસ્થામાં તેમજ સંયોજન સ્વરૂપે મળી આવે…
વધુ વાંચો >કાર્બન ટેટ્રાક્લૉરાઇડ (CCl4)
કાર્બન ટેટ્રાક્લૉરાઇડ (CCl4) : ટેટ્રાક્લૉરો મિથેન. કાર્બન અને ક્લોરિનનું સંયોજન. અણુભાર 153.84; SbCl5 અથવા Fe પાઉડર ઉદ્દીપકની હાજરીમાં CS2 સાથે Cl2ની પ્રક્રિયાથી અથવા મિથેનના ક્લૉરિનેશનથી તે મેળવી શકાય છે. તે રંગવિહીન, પારદર્શક, અજ્વલનશીલ, ભારે અને વિશિષ્ટ પ્રકારની સુવાસ ધરાવતું પ્રવાહી છે. 1.589, ઉ.બિંદુ 76.70 સે., ગ.બિંદુ -230 સે., 1.4607, 2000…
વધુ વાંચો >કાર્બન ડાયસલ્ફાઇડ (CS2)
કાર્બન ડાયસલ્ફાઇડ (CS2) : કાર્બન અને સલ્ફરનું સંયોજન. કાર્બન બાયસલ્ફાઇડ અથવા ડાયથાયોકાર્બોનિક એન્હાઇડ્રાઇડ તરીકે પણ તે ઓળખાય છે. અણુભાર 76.14. થોડા પ્રમાણમાં કોલસાના ડામરમાં અને અશુદ્ધ પેટ્રોલિયમમાં મળે છે. કોલસાને સલ્ફરની બાષ્પ સાથે ગરમ કરતાં આ પદાર્થ મોટા પાયે બનાવી શકાય છે. C + S2 → CS2 કુદરતી વાયુ અને…
વધુ વાંચો >કાર્બાઇડ
કાર્બાઈડ : કાર્બન અને તેના જેટલી અથવા ઓછી વિદ્યુતઋણતા ધરાવતાં તત્વો સાથેનાં દ્વિઅંગી (binary) (કાર્બન અને હાઇડ્રોજન સિવાયનાં) સંયોજનો. Al4C3 સિવાય બધા જ કાર્બાઇડ અબાષ્પશીલ છે. ઊંચા તાપમાને ગરમ કરતાં તેમનું વિયોજન થાય છે. કાર્બન અને ધાતુ અથવા તેના ઑક્સાઇડના ભૂકાને ઊંચા તાપમાને ગરમ કરતાં કાર્બાઇડ મળે છે. કાર્બાઇડના ત્રણ…
વધુ વાંચો >કાર્બોનેટ
કાર્બોનેટ : કાર્બોનિક ઍસિડ(H2CO3, અથવા H2O + CO2)નાં વ્યુત્પન્નો. તે બે પ્રકારના (કાર્બોનેટ અને બાયકાર્બોનેટ) હોય છે. કાર્બોનિક ઍસિડમાં બે વિસ્થાપીય હાઇડ્રોજન છે. એક H વિસ્થાપિત સંયોજનોને બાયકાર્બોનેટ (HCO3–) કહે છે. બે H વિસ્થાપિત સંયોજનોને કાર્બોનેટ (CO32–) કહે છે. તે Na, K અથવા અન્ય ધન આયનો ધરાવી શકે, જે અકાર્બનિક…
વધુ વાંચો >કાર્લ, જેરોમ
કાર્લ, જેરોમ (જ. 18 જૂન 1918, ન્યૂયૉર્ક; અ. 6 જૂન, 2013 વર્જિનિયા, યુ. એસ. ) : અમેરિકન રસાયણશાસ્ત્રી અને સ્ફટિકવિજ્ઞ (crystallographer) તથા હર્બર્ટ એ હૉપ્ટમૅન સાથે 1985ના નોબેલ પારિતોષિકના સહવિજેતા. કાર્લ અને હૉપ્ટમૅન બંને સહાધ્યાયીઓ હતા અને તેઓ 1937માં ન્યૂયૉર્કની સિટી કૉલેજમાંથી એક અન્ય નોબેલ પારિતોષિક (1959) વિજેતા આર્થર કૉર્નબર્ગ…
વધુ વાંચો >