પ્રવીણસાગર સત્યપંથી
એરેકોલાઇન
એરેકોલાઇન (arecoline) : સોપારી(Areca catechu L)માંથી મળી આવતું એક આલ્કેલૉઇડ. તૈલી પ્રવાહી; ઉ. બિ. 209o સે., pH 6.84; 1.4302; વિ. ઘ. 1.0495; પ્રકાશ ક્રિયાશીલ; પાણી, આલ્કોહૉલ, ઇથર ક્લૉરોફૉર્મમાં દ્રાવ્ય; હાઇડ્રૉક્લોરાઇડનું ગ. વિ. 153; શરીર પર એસેટાઇલ કોલીન જેવી અસર (દા. ત., મોંમાં લાળનો વધારો). કૃમિનાશક ગુણો. ઔષધ તરીકે ઉપયોગી નથી.…
વધુ વાંચો >ઍલ્યુમિનિયમ બ્રૉન્ઝ
ઍલ્યુમિનિયમ બ્રૉન્ઝ : ઍલ્યુમિનિયમ(4.15 %)યુક્ત તાંબાની લગભગ મૃદુ પોલાદ જેટલી મજબૂત અને ક્ષારણ(corrosion)રોધી મિશ્રધાતુ. તેમાં અન્ય ધાતુઓ પણ ઓછા વધતા પ્રમાણમાં ઉમેરેલી હોય છે. બ્રૉન્ઝ એટલે તાંબા તથા કલાઈની મિશ્રધાતુ. કલાઈના બદલે બીજી ધાતુઓ ઉમેરવાથી જે તે બ્રૉન્ઝ મળે છે. ઍલ્યુમિનિયમ બ્રૉન્ઝનો રંગ ઝાંખો નહિ પડે એવો સોનેરી હોઈ તે…
વધુ વાંચો >ઍસિટોન
ઍસિટોન : કિટૉનિક (C = O) સમૂહ ધરાવતું એલિફેટિક કીટોનની સમાનધર્મી (homologous) શ્રેણીનું પ્રથમ સભ્ય. તેનાં શાસ્ત્રીય નામો પ્રોપેનોન અને ડાયમિથાઇલ કીટોન છે. સૂત્ર CH3COCH3, રંગવિહીન, ઈથરને મળતી રોચક વાસવાળું, જ્વલનશીલ, બાષ્પીય પ્રવાહી. ઉ.બિં. 56.20 સે., ગ.બિં. 94.80 સે., વિ. ઘ. 0.791. પાણીમાં બધા જ પ્રમાણમાં મિશ્રણીય. એક જમાનામાં તે…
વધુ વાંચો >ઍસિડ-આંક
ઍસિડ-આંક (acid number) : 1 ગ્રામ તેલ, ચરબી અથવા મીણના નમૂનામાં રહેલા મુક્ત ઍસિડનું તટસ્થીકરણ કરવા જરૂરી પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડનું મિ.ગ્રામમાં મૂલ્ય. તેલ, ચરબી અને મીણ જેવા પદાર્થોના પૃથક્કરણમાં ઍસિડ આંકની વ્યાખ્યા ઉપર મુજબ અપાય. તેલના સાબૂકરણ(saponification)-આંક કરતાં તે ભિન્ન છે. ઍસિડ આંક નક્કી કરવા માટે તેલ, ચરબી અથવા મીણના નમૂનાનું…
વધુ વાંચો >ઍસિડ હેલાઇડ
ઍસિડ હેલાઇડ (acid halide) : હેલોકાર્બોનિલ સમૂહ ધરાવતાં સૂત્રવાળાં કાર્બનિક તટસ્થ સંયોજનો. (R = એલિફૅટિક/એરોમૅટિક ભાગ, X = Cl, Br, I, F). કાબૉર્ક્સિલિક ઍસિડની ફૉસ્ફરસ હેલાઇડ (PCl3, PCl5) કે થાયૉનિલ ક્લોરાઇડ (SOCl2) સાથેની પ્રક્રિયાથી -OH સમૂહનું ક્લોરાઇડ વડે પ્રતિ-સ્થાપન થતાં આ સંયોજનો મળે છે; દા.ત., ઍસિડ હેલાઇડ રંગવિહીન, તીવ્ર વાસવાળા,…
વધુ વાંચો >એસેટિક ઍસિડ (acetic acid)
એસેટિક ઍસિડ (acetic acid) : ઍલિફેટિક કાબૉર્ક્સિલિક ઍસિડ. શાસ્ત્રીય નામ ઇથેનૉઇક ઍસિડ. સૂત્ર CH3COOH; અણુભાર 60.65; રંગવિહીન, તીવ્ર (pungent), ક્ષોભક (irritating) વાસવાળું પ્રવાહી. ગ.બિં. 16.60 સે., ઉ.બિં. 1190, વિ. ઘ. 1.049; nD20 1.3718. 100 ટકા શુદ્ધ એસેટિક ઍસિડને ઠારતાં બરફ જેવો દેખાતો ઘન પદાર્થ બનતો હોઈ તેને ગ્લેસિયલ એસેટિક ઍસિડ…
વધુ વાંચો >એસ્ટર
એસ્ટર (ester) : આલ્કોહૉલ અને ઍસિડ (અથવા ઍસિડ એનહાઇડ્રાઇડ કે ઍસિડ ક્લૉરાઇડ) વચ્ચેની પ્રક્રિયાથી બનતું સંયોજન. આ પ્રક્રિયા એસ્ટરીકરણ (esterification) તરીકે ઓળખાય છે. એસ્ટરનું સામાન્ય સૂત્ર RCOOR1 છે; એમાં R અને R1 કાર્બનિક સમૂહો છે. આલ્કોહૉલ અને ઍસિડ વચ્ચેની પ્રક્રિયા પ્રતિવર્તી (reversible) છે અને અલ્પ પ્રમાણમાં ઍસિડ(HCl, H2SO4, બેન્ઝિન સલ્ફોનિક…
વધુ વાંચો >એસ્ટેટાઇન
એસ્ટેટાઇન : આવર્તક કોષ્ટકના હેલોજન સમૂહ તરીકે ઓળખાતા 17મા (અગાઉના VII B) સમૂહનું પાંચમું (છેલ્લું) અને સૌથી ભારે રાસાયણિક તત્વ. સંજ્ઞા At. 1940માં કૅલિફૉર્નિયા વિશ્વવિદ્યાલયના ડી. આર. કૉર્સન, કે. આર. મૅકેન્ઝી અને ઇ. સેગ્રેએ સાઇક્લોટ્રોનમાં બિસ્મથ ઉપર α-કણોનો મારો ચલાવીને આ તત્વનો 211At સમસ્થાનિક સૌપ્રથમ મેળવ્યો હતો. ગ્રીક શબ્દ ‘astatos’…
વધુ વાંચો >ઍસ્પિરિન
ઍસ્પિરિન (aspirin) : સેલિસિલિક ઍસિડનો ઍસેટાઇલ વ્યુત્પન્ન. (ઍસેટાઇલ સેલિસિલિક ઍસિડ.) સેલિસિલિક ઍસિડ સાથે સલ્ફ્યુરિક ઍસિડની હાજરીમાં એસેટિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી તે મેળવાય છે. ગંધવિહીન (ભેજવાળી હવામાં જલવિઘટન થતાં છૂટા પડેલ એસેટિક ઍસિડની વાસ આવે છે.), સ્ફટિકમય સફેદ ઘન પદાર્થ; પાણીમાં અલ્પદ્રાવ્ય (1 : 300), આલ્કોહૉલ, ઈથર, ક્લૉરોફૉર્મમાં વધુ દ્રાવ્ય. ગ.બિં.…
વધુ વાંચો >ઑક્ઝૅલિક ઍસિડ
ઑક્ઝૅલિક ઍસિડ : એલિફેટિક ડાઇકાબૉંકિસલિક ઍસિડ. શાસ્ત્રીય નામ ઈથેનડાયોઇક ઍસિડ. ઑક્ઝલિસ (Oxalis) અને રુમેક્સ (Rumex) કુળની વનસ્પતિમાં તે પોટૅશિયમ અથવા કૅલ્શિયમ ક્ષારના સ્વરૂપે મળી આવે છે. તે ઘણી ફૂગ(mold)ના ચયાપચયનની પેદાશ છે. પેનિસિલિયમ અને ઍસ્પરજિલસ પ્રકારની ફૂગમાં રહેલી શર્કરાનું 90 % સુધી કૅલ્શિયમ ઑક્ઝૅલેટમાં રૂપાંતર થાય છે. લાકડાના વહેરને કૉસ્ટિક…
વધુ વાંચો >