પ્રવીણચંદ્ર પરીખ
પિએત્રો દેલ્લા વાલૅ
પિએત્રો, દેલ્લા વાલૅ (જ. 11 એપ્રિલ, 1586, રોમ; અ. 21 એપ્રિલ, 1652, રોમ) : ભારતમાં આવેલ ઇટાલિયન મુસાફર. ઈ. સ. 1586માં ઇટાલીના પાટનગર રોમના એક વિખ્યાત પરિવારમાં તે જન્મ્યો હતો. સારું શિક્ષણ મેળવી તેણે સમગ્ર ઇટાલીમાં ભ્રમણ કર્યું. થોડો સમય લશ્કરી સેવામાં જોડાયો. દરમિયાન પ્રેમભગ્ન થતાં તેનું મન જીવનમાંથી ઊઠી…
વધુ વાંચો >પીપાજી (14મી સદીનો ઉત્તરાર્ધ)
પીપાજી (14મી સદીનો ઉત્તરાર્ધ) : રામાનંદની શિષ્યપરંપરાના સંત. કબીર અને રૈદાસે પણ એમનો ઉલ્લેખ કરેલો છે. ભક્તમાલના ટીકાકાર પ્રિયદાસે ‘પીપાજી કી કથા’ નામે કાવ્ય લખીને પીપાજીના જીવન વિશે માહિતી આપી છે. તેઓ ગાગારૌનગઢ()ના ખીમી ચૌહાણ વંશના ચોથા રાજા હતા. મૂળમાં તેઓ શાક્ત ધર્મના પાલક અને કાલીના પૂજક હતા. એક વાર…
વધુ વાંચો >પીરાણા પંથ
પીરાણા પંથ : ઇમામશાહે ગુજરાતમાં પંદરમી સદીમાં સ્થાપેલો પંથ. ઇમામુદ્દીન અર્થાત્ ઇમામશાહ (ઈ. સ. 1452થી 1513 કે 1520) ઈરાનથી ગુજરાતમાં આવી અમદાવાદની નૈર્ઋત્યે 16 કિમી. દૂર આવેલા ગીરમઠા નામના ગામમાં સ્થાયી થયા. એ ગામ પછી પીરોના સ્થાન તરીકે ‘પીરાણા’ નામે પ્રસિદ્ધ થયું અને આ પંથ પણ એ ગામના નામ પરથી…
વધુ વાંચો >પુરંજન
પુરંજન : શ્રીમદભાગવત્ અનુસાર પાંચાલ દેશનો પ્રતાપી રાજા. આ રાજાએ એક વાર પશુ બલિ યજ્ઞમાં અનેક પશુઓનો બલિ આપ્યો હતો. પાછળથી આ ઘોર કર્મ માટે એને અત્યંત ગ્લાનિ થઈ. એ એના પ્રાયશ્ચિત માટે ચિંતિત હતો. નારદજીએ એને ખબર કહ્યા કે જે જે પશુઓનો તેં હોમ કર્યો છે એ બધાં તારા…
વધુ વાંચો >પુરુગુપ્ત
પુરુગુપ્ત (ઈ. સ.ની પાંચમી સદી) : ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પ્રથમ (મહેન્દ્રાદિત્ય) અને મહાદેવી અનન્તદેવીનો પુત્ર; પરંતુ કુમારગુપ્તનો ઉત્તરાધિકાર એના બીજા પુત્ર સ્ક્ધદગુપ્તને મળતાં તેને રાજપદવી 12 વર્ષ મોડી મળી લાગે છે. સ્કંદગુપ્તનું અવસાન ઈ. સ. 467ના અરસામાં થયા પછી પુરુગુપ્ત બે-એક વર્ષના ટૂંકા ગાળામાં સત્તારૂઢ રહ્યો હોવાનું જણાય છે. પ્રકાશાદિત્યના…
વધુ વાંચો >પુલકેશી (અવનિજનાશ્રય)
પુલકેશી (અવનિજનાશ્રય) : નવસારીના ચાલુક્ય વંશનો રાજા. તે ધરાશ્રય-જયસિંહ પછી ઈ. સ. 700ના અરસામાં સત્તા પર આવેલો જણાય છે. એનું કલચુરી સંવત 490(ઈ. સ. 740)નું દાનપત્ર મળ્યું છે. તે પરથી એણે લાંબું રાજ્ય ભોગવ્યું હોવાનું જણાય છે. દાનપત્રમાં ‘પરમ માહેશ્વર’ અને ‘પરમ-ભટ્ટારક’ ગણાતા આ રાજાએ દક્ષિણી બ્રાહ્મણને કાર્મણેય આહાર વિષયમાં…
વધુ વાંચો >પુષ્કલાવતી
પુષ્કલાવતી : ગાંધાર દેશની પ્રાચીન રાજધાની. વિષ્ણુપુરાણમાં જણાવ્યા મુજબ ભરતના પુત્ર પુષ્કરે પોતાના નામ પરથી પુષ્કલાવતી કે પુષ્કરાવતી નામે નગર વસાવેલું. ગ્રીક વર્ણનોમાં એનો ‘પ્યૂકેલૉટિસ’ નામથી ઉલ્લેખ થયેલો છે. સિકંદરના આક્રમણ (ઈ. પૂ. 326) વખતે પુષ્કલાવતી એક સ્વતંત્ર રાજ્ય હતું અને તે કાબુલથી સિંધુ નદી સુધીના માર્ગ પર આવેલું હતું.…
વધુ વાંચો >પૂર્ણકુંભ
પૂર્ણકુંભ : ફૂલ-પત્તાં વડે સુશોભિત પૂર્ણઘટ સુખસંપત્તિ અને જીવનની પૂર્ણતાનો પ્રતીક. ઘડામાં ભરેલું જળ જીવન કે પ્રાણરસ છે. એના મુખ પર આચ્છાદિત ફૂલ-પત્તાં જીવનનાં નાનાં વિધ આનંદ અને ઉપભોગ છે. માનવ પોતે જ પૂર્ણઘટ છે, એ જ રીતે વિરાટ વિશ્વ પૂર્ણકુંભ છે. ઋગ્વેદમાં જેને પૂર્ણ કે ભદ્રકલશ કહેલ છે તે…
વધુ વાંચો >પૂષા
પૂષા : એક વૈદિક દેવ. સૃષ્ટિનું સંરક્ષણ કરવાની એની જવાબદારી. વૈદિક સાહિત્યમાં એને ગોષ્ઠો એટલે કે ગૌશાળાઓનો સંરક્ષક કહ્યો છે. આદિત્ય રૂપે એ વિશ્વનો પ્રાણરક્ષક અને આત્માનો શાંતિદાતા છે. આત્માને બ્રહ્મલોક લઈ જવા માટે તે સહાયતા પણ કરે છે. તે સૂર્યની બહેનનો પ્રેમી પણ કહેવાય છે. તે સાધારણ રીતે સોમ…
વધુ વાંચો >પ્રકૃતિ (દર્શન)
પ્રકૃતિ (દર્શન) : માયા અને એના અંચળાથી ઢંકાઈને ઉત્પન્ન થતી ત્રિગુણાત્મક શક્તિ. આ ગુણમય જગત બે સ્પષ્ટ તત્વ ધરાવે છે – પુરુષ અને પ્રકૃતિ. પ્રકૃતિને માયા પણ કહે છે. તે પુરુષથી બિલકુલ વિપરીત પરિવર્તનશીલ, નાશવાન અને જડ છે. કેટલાક આચાર્યો પ્રકૃતિ અને પુરુષમાં યોગ્યતા સંબંધ હોવાનું માને છે. કેટલાકનું કહેવું…
વધુ વાંચો >