પીયૂષ વ્યાસ
બૉમ્બે ટૉકિઝ
બૉમ્બે ટૉકિઝ : હિન્દી ચલચિત્રનું નિર્માણ કરનારી ભારતીય સંસ્થા. બંગાળના સમૃદ્ધ પરિવારમાં જન્મેલા હિમાંશુ રાય જ્યારે લંડનમાં શિક્ષણ અર્થે ગયા ત્યારે તેમની મુલાકાત નિરંજન પાલ સાથે થઈ. બંનેને રંગમંચમાં ખૂબ રસ હતો. ભેગા મળીને તેમણે લંડનમાં ‘ધ ગૉડેસ’ નામના નાટકનું આયોજન કર્યું. નાટકમાં રાયે નાયકની ભૂમિકા કરી. ત્યારબાદ બંનેએ જર્મન…
વધુ વાંચો >બોરાલ, રાયચંદ
બોરાલ, રાયચંદ (જ. 1903, કલકત્તા; અ. 1981, કલકત્તા) : હિંદી ચલચિત્રોના બંગાળી સંગીતકાર. પિતા લાલચંદ બોરાલ કલકત્તામાં 1927માં સ્થપાયેલી ઇંડિયન બ્રૉડકાસ્ટિંગ કંપનીમાં સંગીત-કાર્યક્રમોના નિર્માતા હતા. તેઓ ધ્રુપદ ગાયનમાં નિપુણ હતા એટલે રાયચંદનું ઘડતર બાળપણથી જ સંગીતના વાતાવરણમાં થયું. યુવાનવયે ન્યૂ થિયેટર્સમાં જોડાયા અને કલકત્તાની આ પ્રતિષ્ઠિત નિર્માણસંસ્થાનો પર્યાય બની રહ્યા.…
વધુ વાંચો >બ્રહ્મચારી
બ્રહ્મચારી : હિન્દી અને મરાઠી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1938. નિર્માણસંસ્થા : હંસ પિક્ચર્સ. દિગ્દર્શક : વિનાયક દામોદર કર્ણાટકી. કથા તથા ગીતો : પ્રહલાદ કે. અત્રે. છબીકલા : પાંડુરંગ નાયક. સંગીત : દાદા ચાંદેકર; કલાકારો : માસ્ટર વિનાયક, મીનાક્ષી, વી. જી. જોગ, સાળવી, દામુ અણ્ણા માલવણકર, જાવડેકર. સરળ સિદ્ધાંતો પરત્વે આત્યંતિક…
વધુ વાંચો >ભટ્ટ, મહેશ
ભટ્ટ, મહેશ (જ. 1949) : હિન્દી ચલચિત્રોના ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક. નામાંકિત ફિલ્મસર્જક નાનાભાઈ ભટ્ટના પુત્ર. અભ્યાસનો આરંભ મુંબઈમાં કર્યો. 1970માં કૉલેજ પડતી મૂકી. પિતાની ફિલ્મ ‘જીવનરેખા’(1974)ની પટકથા લખીને ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. રાજ ખોસલા, એન. ચન્દ્ર અને જે. પી. દત્ત જેવા ફિલ્મસર્જકોના સહાયક તરીકે કામ કર્યું. તેમની ફિલ્મો મનોવૈજ્ઞાનિક હિંસાના ચિત્રણને…
વધુ વાંચો >ભટ્ટ, વિજય
ભટ્ટ, વિજય (જ. 1907, પાલિતાણા, સૌરાષ્ટ્ર; અ. 1993) : હિંદી-મરાઠી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. પૂરું નામ વિજયશંકર યજ્ઞેશ્વર ભટ્ટ. સૌરાષ્ટ્ર અને મુંબઈમાં કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે વિદ્યુત ઇજનેરીનો અભ્યાસ કર્યો અને બૉમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય અને ટ્રામવેઝ કંપનીમાં જોડાયા. ફિલ્મ અને રંગભૂમિનો રસ તેમને શરૂઆતથી હતો. મૂક ફિલ્મો માટે…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, બાસુ
ભટ્ટાચાર્ય, બાસુ (જ. 1934, મુર્શિદાબાદ; અ. 1997) : હિન્દી ચલચિત્રના નિર્માતા અને દિગ્દર્શક. જન્મ બ્રાહ્મણ કુટુંબમાં. કૉલકાતા અને બહેરામપુરમાં શિક્ષણ લીધું. વીસ વર્ષની ઉંમરે તેમણે ફિલ્મોમાં જીવન સમર્પી દેવાનો સંકલ્પ કર્યો. મુંબઈ આવ્યા અને 1958માં ‘મધુમતી’ ફિલ્મના નિર્માણસમયે તેઓ બિમલ રૉયના સહાયક બન્યા. ‘સુજાતા’ના નિર્માણ વખતે પણ તેઓ તેમની સાથે…
વધુ વાંચો >ભારત
ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…
વધુ વાંચો >ભારતભૂષણ
ભારતભૂષણ (જ. 14 જૂન 1923; અ. 27 જાન્યુઆરી, 1992) : હિન્દી ચલચિત્રોના, કવિ, શાયર અને સંતની ભૂમિકાઓ દ્વારા નામના પ્રાપ્ત કરનાર અભિનેતા. મેરઠના વકીલ મોતીલાલ અગ્રવાલને ઘેર તેઓ જન્મેલા. તેમનો સ્વભાવ જન્મથી જ વિદ્રોહી હતો. આ સ્વભાવના કારણે તેમને તેમના આર્યસમાજી પિતા સાથે બનતું નહોતું. તેઓ ઘર છોડીને અલીગઢમાં દાદી…
વધુ વાંચો >ભાવનાની, મોહન દયારામ
ભાવનાની, મોહન દયારામ (જ. 1903, હૈદરાબાદ, સિંધ; અ. 1962) : હિંદી ચલચિત્રોના સિંધી દિગ્દર્શક. 1921થી 1924 દરમિયાન માન્ચેસ્ટરની ટૅકનૉલૉજી કૉલેજમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ જર્મનીમાં ફિલ્મનિર્માણનું શિક્ષણ લીધું. 1925–26માં કોહિનૂર ફિલ્મ કંપનીમાં કૉન્ટ્રૅક્ટ કર્યો અને હૉલિવુડ જેવી અભિનેત્રી સુલોચનાની ફિલ્મઉદ્યોગને ભેટ આપી. ‘સિનેમાની રાની’ ફિલ્મમાં તે અભિનેત્રીની ભૂમિકા ભજવે છે, જે…
વધુ વાંચો >ભુવન સોમ
ભુવન સોમ : નવતર શૈલીનું હિંદી ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1969. 111 મિનિટ. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : મૃણાલ સેન પ્રોડક્શન. નિર્માતા-દિગ્દર્શક-પટકથાલેખક : મૃણાલ સેન. કથા : બનફૂલ. સંવાદ : સત્યેન્દ્ર શરત, બદરીનાથ. સંગીત : વિજય રાઘવરાવ. છબીકલા : કે. કે. મહાજન. કલાકારો : સુહાસિની મૂળે, ઉત્પલ દત્ત, સાધુ મહેર, શેખર…
વધુ વાંચો >