પશુસ્વાસ્થ્ય

આઉના રોગો

આઉના રોગો : પ્રાણીઓના રોગો. સસ્તન માદા પશુઓમાં દુગ્ધગ્રંથિઓ એ કુદરતી દેણ છે, જેના દ્વારા પશુશિશુના પ્રાથમિક પોષણ માટે સંપૂર્ણ ખોરાકરૂપ દૂધનો આહાર મળી રહે છે. પરંતુ માનવસંસ્કૃતિના વિકાસ સાથે મનુષ્યના આહારમાં પણ દૂધની અગત્ય જણાતાં પશુપાલન એક ખેતીપૂરક આર્થિક વ્યવસાય તરીકે વિકાસ પામ્યો અને પશુપાલકો  રબારી, ભરવાડ, ખેડૂતો અને…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ લેબૉરેટરી ફૉર રિસર્ચ ઑન ઍનિમલ ડિઝીસિઝ

ઇન્ટરનેશનલ લેબૉરેટરી ફૉર રિસર્ચ ઑન ઍનિમલ ડિઝીસિઝ (ILRAD) : પૂર્વ આફ્રિકામાં નૈરોબી ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન સંસ્થા તથા કેન્યા સરકારની મદદથી 1973માં સ્થાપવામાં આવેલી પ્રયોગશાળા. આ પ્રયોગશાળા દરિયાની સપાટીથી 1544 મી. ઊંચાઈએ 79 હેક્ટર જમીનમાં પથરાયેલી છે અને આધુનિક સંશોધનનાં સાધનોથી સજ્જ છે. આ સંસ્થામાં 45 વૈજ્ઞાનિકો અને તાલીમ પામેલ…

વધુ વાંચો >

ઔષધો (પશુ)

ઔષધો (પશુ) : મુખ્યત્વે પશુરોગોના પ્રતિરોધ અને ઉપચાર સાથે સંકળાયેલી દવાઓ, પશુચિકિત્સાને લગતી આ દવાઓ માનવ-સ્વાસ્થ્ય અને નિમ્ન કક્ષાનાં પ્રાણીઓ વચ્ચેના સંબંધને આવરી લેવા ઉપરાંત, પ્રાણીજન્ય આહારના ઉત્પાદનની ચકાસણી સાથે પણ સંકળાયેલી છે. પશુ-ચિકિત્સા અને ઉપચાર માનવસંસ્કૃતિ જેટલાં જૂનાં છે. ભારતના પ્રાચીન ગ્રંથોમાં પશુચિકિત્સાના વ્યવસાય વિશે સારી એવી માહિતી છે.…

વધુ વાંચો >

ત્રુટિજન્ય રોગો (પશુઓમાં)

ત્રુટિજન્ય રોગો (પશુઓમાં) : સમતોલ આહારના અભાવે પશુઓને થતા રોગો. અન્ય પ્રાણીઓની જેમ પશુપોષણમાં પણ કાર્બોદિતો, મેદઅમ્લ, પ્રોટીન, વિટામિનો ઉપરાંત ખનિજતત્વો અગત્યનાં છે. ખનિજતત્વોના બે વિભાગ છે : (1) મુખ્ય ખનિજ દ્રવ્યો–કૅલ્શિયમ, ફૉસ્ફરસ, સોડિયમ, પોટૅશિયમ, ગંધક, મૅગ્નેશિયમ, ક્લોરિન વગેરે તથા (2) વિરલ દ્રવ્યો (trace elements) –લોહ, તાંબું, આયોડિન, કોબાલ્ટ, જસત,…

વધુ વાંચો >

પ્રજનનતંત્રના રોગો (પશુ)

પ્રજનનતંત્રના રોગો (પશુ) પાલતુ પશુઓના પ્રજનનતંત્રને લગતા રોગો. પશુઓમાં થતી પ્રજનનપ્રક્રિયા પ્રાણીના વંશનું સાતત્ય જાળવવામાં તેમજ પશુધનની સતત ઉપલબ્ધિમાં સાવ અનિવાર્ય છે. આર્થિક રીતે અગત્યનાં ઊન, ઈંડાં, માંસ, ચામડાં, દૂધ અને પ્રાણીજન્ય દવાઓ વગેરેની પ્રાપ્તિ ઉપરાંત બળદ, ઘોડા, ઘેટાં, બકરાં, ડુક્કર, કૂતરાં, બિલાડી જેવાં પાલતુ પ્રાણીઓનું ઉત્પાદન પ્રજનનતંત્રને લીધે જળવાઈ…

વધુ વાંચો >

પ્રજીવજન્ય પશુરોગો

પ્રજીવજન્ય પશુરોગો પાલતુ પશુ-પક્ષીઓના પરોપજીવી પ્રજીવોને કારણે ઉદભવતા રોગો. સામાન્ય રીતે નીચે જણાવેલ પ્રજીવજન્ય રોગોથી પાલતુ જાનવરો પીડાતાં હોય છે : (1) ઍનાપ્લાઝ્મૉસિસ (2) બૅબેસિયોસિસ, (3) થાઇલેરિયૉસિસ (4) ટ્રિપૅનોસોમિયાસિસ, (5) કૉક્સિડિયૉસિસ, (6) ટ્રાયકોમોનિયાસિસ (7) હિસ્ટોમોનિયાસિસ અને (8) બેલેન્ટિડિયૉસિસ. 1. ઍનાપ્લાઝ્મૉસિસ : ઍનાપ્લાઝ્મા નામના સૂક્ષ્મ જીવોથી થતો રોગ. વર્ગીકરણમાં આ સૂક્ષ્મ…

વધુ વાંચો >

વિષજન્ય રોગો (પશુસ્વાસ્થ્ય)

વિષજન્ય રોગો (પશુસ્વાસ્થ્ય) : વિષ કે ઝેરી પદાર્થ આરોગવાને કારણે પશુઓને થતો વ્યાધિ. પર્યાવરણમાં પ્રદૂષિત વાયુ, જળ કે ખનિજ-પદાર્થોના સંસર્ગને કારણે વનસ્પતિ, પ્રાણી કે અન્ય સજીવો આકસ્મિક ઝેરી પદાર્થોનો ભોગ બને છે. ઝેરના પ્રકારો અનેક છે અને તે વિવિધ માર્ગે શરીરમાં પ્રવેશ કરે છે; જેમ કે, કેટલાક વિષકારક પદાર્થો માત્ર…

વધુ વાંચો >

વિષાણુજન્ય રોગો (પશુ-સ્વાસ્થ્ય)

વિષાણુજન્ય રોગો (પશુ–સ્વાસ્થ્ય) : પશુધન(live stock)ને ઘાતક એવા વિષાણુચેપના પ્રકારો. પશુધનમાં ગાય, બળદ, ભેંસ, બકરાં, કૂતરાં, બિલાડાં, ભુંડ જેવાં સસ્તનો ઉપરાંત મરઘાં જેવાં પક્ષીઓનો સમાવેશ થાય છે. સસ્તનોને થતા વિષાણુઓના ચેપમાં 1. ખરવા મોંવાસો શોથ (foot and mouth disease), 2. બળિયા (rinder pest), 3. સંકીર્ણ શ્ર્લેષ્મ(લાળ, લીંટ, ચીકણા ઝાડા વગેરે)-ચેપ…

વધુ વાંચો >

સામાન્ય રોગો (પશુ)

સામાન્ય રોગો (પશુ) : પાળેલાં પ્રાણીઓમાં સામાન્યપણે અવારનવાર થતા રોગો. આ રોગોમાં આફરો, શરદી, કરમોડી જેવા રોગોનો સમાવેશ થાય છે. સામાન્ય રોગોથી પશુસ્વાસ્થ્ય જાળવવું એ પશુપાલનના વ્યવસાયમાં મહત્વની કામગીરી છે. સ્વસ્થ પશુ દ્વારા જ વધારે ઉત્પાદન અને તંદુરસ્ત ઓલાદ મેળવી શકાય છે. પશુપાલન-વ્યવસાયના અર્થતંત્રનો સીધો આધાર પશુના સ્વાસ્થ્ય ઉપર રહેલો…

વધુ વાંચો >