પશુસ્વાસ્થ્ય

વિષાણુજન્ય રોગો (પશુ-સ્વાસ્થ્ય)

વિષાણુજન્ય રોગો (પશુ–સ્વાસ્થ્ય) : પશુધન(live stock)ને ઘાતક એવા વિષાણુચેપના પ્રકારો. પશુધનમાં ગાય, બળદ, ભેંસ, બકરાં, કૂતરાં, બિલાડાં, ભુંડ જેવાં સસ્તનો ઉપરાંત મરઘાં જેવાં પક્ષીઓનો સમાવેશ થાય છે. સસ્તનોને થતા વિષાણુઓના ચેપમાં 1. ખરવા મોંવાસો શોથ (foot and mouth disease), 2. બળિયા (rinder pest), 3. સંકીર્ણ શ્ર્લેષ્મ(લાળ, લીંટ, ચીકણા ઝાડા વગેરે)-ચેપ…

વધુ વાંચો >

સામાન્ય રોગો (પશુ)

સામાન્ય રોગો (પશુ) : પાળેલાં પ્રાણીઓમાં સામાન્યપણે અવારનવાર થતા રોગો. આ રોગોમાં આફરો, શરદી, કરમોડી જેવા રોગોનો સમાવેશ થાય છે. સામાન્ય રોગોથી પશુસ્વાસ્થ્ય જાળવવું એ પશુપાલનના વ્યવસાયમાં મહત્વની કામગીરી છે. સ્વસ્થ પશુ દ્વારા જ વધારે ઉત્પાદન અને તંદુરસ્ત ઓલાદ મેળવી શકાય છે. પશુપાલન-વ્યવસાયના અર્થતંત્રનો સીધો આધાર પશુના સ્વાસ્થ્ય ઉપર રહેલો…

વધુ વાંચો >

અધિચ્છદીય પેશી (ઉપકલા ઉતક)

અધિચ્છદીય પેશી (ઉપકલા ઉતક) : પ્રાણી શરીરના ફરતે બધાં જ અંગોનું બાહ્ય આવરણ તેમજ અંગોની અંદરની સપાટી રચતી પેશીને અધિચ્છદીય પેશી અથવા ઉપકલા ઉતક કહેવામાં આવે છે. દા. ત., ચામડી(ત્વચા)નું બાહ્યસ્તર, મુખગુહાનું અંત:સ્તર અથવા અસ્તર, પાચનમાર્ગનું અસ્તર, સ્રાવી ગ્રંથિઓ, હૃદય, ફેફસાં, આંખો, કાન, શ્વસનાંગોની સપાટીઓ તથા મૂત્રજનનતંત્રનાં તમામ અંગોનાં પોલાણ…

વધુ વાંચો >