પશુપાલન

ઇન્ટરનેશનલ લાઇવસ્ટૉક સેન્ટર ફૉર આફ્રિકા

ઇન્ટરનેશનલ લાઇવસ્ટૉક સેન્ટર ફૉર આફ્રિકા : ઉષ્ણકટિબંધના આફ્રિકન દેશોમાં પશુસંવર્ધન અને તેની પેદાશોના વેચાણક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવી આમજનતાનું જીવનધોરણ સુધારવાના ઉદ્દેશથી એડિસ અબાબા(ઇથોપિયા)માં 1976માં સ્થાપવામાં આવેલું કેન્દ્ર. આ મથક આફ્રિકાના ઉષ્ણકટિબંધના ઊંચાણવાળા વિસ્તારોના પશુસંવર્ધનને લગતા પ્રશ્નો ઉપર સંશોધન કરે છે. આ ઉપરાંત સૂકા પ્રદેશો, ભેજવાળા પ્રદેશો અને વિશાળ ચરિયાણ ધરાવતા…

વધુ વાંચો >

કૃત્રિમ બીજદાન (પશુવિજ્ઞાન)

કૃત્રિમ બીજદાન (પશુવિજ્ઞાન) સારા નરનું વીર્ય મેળવી, તેની ચકાસણી કરી, વેતરે આવેલ માદાના ગર્ભાશયમાં મૂકવાની રીત. પશુસંવર્ધનની આ પદ્ધતિ સદીઓ પુરાણી છે અને દિન-પ્રતિદિન તેમાં ઘણા સુધારા થતાં આજે વિશ્વભરમાં પશુપ્રજનનક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ગાયો-ભેંસોનું સરેરાશ દૂધ-ઉત્પાદન દેશની જરૂરિયાત કરતાં અને બીજા વિકસિત દેશોની ગાયોની સરખામણીમાં…

વધુ વાંચો >

ખરવાસા અને મોંવાસાનો રોગ

ખરવાસા અને મોંવાસાનો રોગ (foot and mouth disease) : ખરીવાળા દરેક જાનવરને થતો વિષાણુજન્ય ચેપી રોગ. આ રોગ મુખ્યત્વે ત્રણ પ્રકારના વિષાણુઓ(O, A અને C)થી થાય છે. જોકે આ રોગ માટે કારણભૂત ગણાતા અને એકબીજાથી જુદા તરી આવતા આશરે 60 પ્રકારના વિષાણુઓ શોધાયેલા છે. સામાન્ય રીતે આ રોગ આફ્રિકા, યુરોપ…

વધુ વાંચો >

દેસાઈ, મણિભાઈ ભીમભાઈ

દેસાઈ, મણિભાઈ ભીમભાઈ (જ. 27 એપ્રિલ 192૦; અ. 14 નવેમ્બર 1993, પુણે) : ગાંધીવાદી રચનાત્મક કાર્યકર. સ્વાતંત્ર્યસૈનિક. વતન કોસમાડા, જિલ્લો સૂરત. પિતા ખેતી કરતા. માતાનું નામ રામીબહેન. મૅટ્રિકની પરીક્ષા પસાર કરી 1938માં. સૂરતમાં વિજ્ઞાનની કૉલેજમાં જોડાયા; પરંતુ ગાંધીજીના પ્રભાવથી, છેલ્લા વર્ષમાં અભ્યાસ છોડી, 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં જોડાયા. ભૂગર્ભમાં રહી…

વધુ વાંચો >

મરઘાં (Fowl)

મરઘાં (Fowl) : ખોરાકી માંસ અને ઈંડાંની પ્રાપ્તિ માટે ઉછેરાતા પક્ષીની એક જાત. તે દુનિયામાં સર્વત્ર જોવા મળે છે. વર્ગીકરણની ર્દષ્ટિએ મરઘાં વિહગ વર્ગનાં ગૅલીફોર્મિસ શ્રેણીનાં ફૅસિયાનિડે કુળનાં  છે. શાસ્ત્રીય નામ, Gallus domesticus. તેને પીંછાં અને પાંખ હોય છે. તે ઊડી પણ શકે છે, પરંતુ મોટેભાગે પ્રચલન માટે પગોનો ઉપયોગ…

વધુ વાંચો >

લૅનોલિન (lanolin)

લૅનોલિન (lanolin) : ઘેટાના કાચા (raw) ઊન પર રહેલા મીણ જેવા ચીકણા આવરણમાંથી મળતો પદાર્થ. કાંતણ માટે તૈયાર કરાતા ઊનની તે આડપેદાશ છે. ઊનને યોગ્ય દ્રાવકની માવજત આપવાથી મળતા અપરિષ્કૃત (crude) ગ્રીઝ અથવા મીણને પાણીમાં મસળી અથવા સાબુના દ્રાવણ વડે તેનું અભિમાર્જન (scouring) કરી, અપકેન્દ્રણ કરવામાં આવે છે. આ રીતે…

વધુ વાંચો >

સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CAZRI) જોધપુર

સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CAZRI), જોધપુર : ભારતના શુષ્ક પ્રદેશોમાં ભૂમિ-ઉપયોજન, કૃષિપ્રબંધ અને પશુપાલન સાથે સંકળાયેલી સંસ્થા. તેની સ્થાપના ICAR(Indian Council of Agricultural Research)ના નેજા હેઠળ 1959માં થઈ. ભારતના કુલ ભૌગોલિક વિસ્તાર પૈકી 12 % જેટલો વિસ્તાર શુષ્ક છે; જેમાં 3.17 કરોડ હેક્ટર ભૂમિ ગરમ રણપ્રદેશ અને 0.7 કરોડ…

વધુ વાંચો >