પરંતપ પાઠક
ધ્રુવીય જ્યોતિ
ધ્રુવીય જ્યોતિ (Aurora) : પૃથ્વીના ધ્રુવ-પ્રદેશના આકાશમાં દેખાતો પ્રકાશ. અધિક સૌર-પ્રક્રિયા (solar activity) તથા ભૂ-ચુંબકીય તોફાનો દરમિયાન ધ્રુવીય જ્યોતિની ઘટના બને છે. સૌર તેજ-વિસ્ફોટ (solar flare) દરમિયાન સૂર્યમાંથી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રૉન અને પ્રોટૉન ઉત્સર્જિત થાય છે. આ ઇલેક્ટ્રૉન ભૂ-ચુંબકીય ક્ષેત્રની અસરથી તેના માર્ગમાંથી વિચલિત થઈને પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવના…
વધુ વાંચો >નાસા (National Aeronautics and Space Administration – NASA)
નાસા (National Aeronautics and Space Administration – NASA) : અમેરિકાના વિવિધ અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરવાના હેતુથી ઑક્ટોબર, 1958માં સ્થાપિત કરવામાં આવેલી સંસ્થા. તેના જુદા જુદા અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન નીચેની સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે : (1) મુખ્ય કાર્યાલય, વૉશિંગ્ટન ડી.સી. (છ પેટાકાર્યાલયો દ્વારા વિવિધ અંતરિક્ષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે).…
વધુ વાંચો >નિર્વાત પટ્ટા (doldrums)
નિર્વાત પટ્ટા (doldrums) : મંદ ગતિના સમુદ્રના પ્રવાહ અને હળવા પવનોનો વિષુવવૃત્તીય વિસ્તાર. આ વિસ્તારમાં ઉત્તર ગોળાર્ધના ઈશાની વ્યાપારી પવનો અને દક્ષિણ ગોળાર્ધના અગ્નિ દિશાના વ્યાપારી પવનો વાય છે. વિરુદ્ધ દિશાના આ બે પવનોના મિલનથી અત્યંત મંદ ગતિના પવન ઉત્પન્ન થાય છે. પહેલાંના સમયમાં, સઢવાળા વહાણના ખલાસીઓ આ વિસ્તારમાંથી પસાર…
વધુ વાંચો >નૉર્ધર્ન કૉસ્મોડ્રોમ
નૉર્ધર્ન કૉસ્મોડ્રોમ : પ્લેસેત્સ્ક નજીક ઉચ્ચ ઉત્તર અક્ષાંશ ઉપર આવેલું સોવિયેત રશિયાનું અંતરીક્ષયાન–પ્રમોચન–મથક. ભૌગોલિક સ્થાન : 63° ઉત્તર, 40° પૂર્વ. આ મથક ઉપરથી ઉચ્ચ નમનકોણ ધરાવતી ભ્રમણકક્ષામાં ઉપગ્રહને પ્રક્ષેપિત કરવામાં આવે છે. (દા. ત., સોવિયેત સંદેશા-વ્યવહાર ઉપગ્રહ ‘મૉલ્નિયા’.) આ પ્રમોચન–મથકનો ઉપયોગ મુખ્યત્વે લશ્કરી હેતુઓ માટે કરવામાં આવે છે. પરંતપ પાઠક
વધુ વાંચો >પરિવર્તનશીલ તારકો (દીર્ઘકાલીન) (long-period variable stars)
પરિવર્તનશીલ તારકો (દીર્ઘકાલીન) (long-period variable stars) : ‘આકાશગંગા’ તારાવિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં જોવા મળતા દીર્ઘકાલીન પરિવર્તનશીલ તારા. આ તારાઓ લાલ રંગના, ઠંડા, વિરાટ (giant) અથવા અતિ-વિરાટ (super giant) હોય છે, જેમને M, R, S અથવા C (carbon) વર્ગમાં મૂકવામાં આવેલા છે. દીર્ઘ-કાલીન પરિવર્તનશીલ તારાઓ વૃદ્ધ તારાઓ છે, જે મુખ્ય શ્રેણી(main…
વધુ વાંચો >પરિસર-ઉજ્જ્વલન (limb brightening)
પરિસર–ઉજ્જ્વલન (limb brightening) : ખગોળીય પદાર્થના કેન્દ્રથી દૂરની બાજુ પરિસર (limb) તરફ વધતી ઉજ્જ્વળતા, અથવા તેજસ્વિતા. સૂર્યનાં કિરણો જુદી જુદી તરંગલંબાઈનાં વિકિરણો ધરાવે છે. તેમાં રેડિયોતરંગો અને એક્સ-કિરણોનો પણ સમાવેશ થાય છે. આ તરંગલંબાઈના વિસ્તારમાં આ ઘટના જોવા મળે છે. તેનું કારણ એ છે કે આ વિકિરણો મહદંશે સૂર્યના તેજ-કવચ(corona)માંથી…
વધુ વાંચો >પરિસર-નિસ્તેજન (limb darkening)
પરિસર–નિસ્તેજન (limb darkening) : ખગોળીય પદાર્થના કેન્દ્રથી દૂરની બાજુ – પરિસર (limb) તરફ જોતાં દેખાતી નિસ્તેજનની ઘટના. પ્રકાશીય તરંગ-લંબાઈમાં સૂર્યના તેજાવરણ(photosphere)ની થાળી(disc)નું અવલોકન કરવાથી આ ઘટના જોઈ શકાય છે. તેજાવરણના કેન્દ્રથી દૂરની બાજુ પર ત્રાંસી દિશામાં કરાતા અવલોકનની તુલનામાં, લંબ-દિશામાં કેન્દ્રનું અવલોકન કરવાથી તેજાવરણમાં વધારે ઊંડા અને વધારે ગરમ સ્તરો…
વધુ વાંચો >પલક માઇક્રોસ્કોપ (Blink microscope)
પલક માઇક્રોસ્કોપ (Blink microscope) : આકાશના કોઈ એક ભાગની જુદા જુદા સમયે લેવાયેલી બે છબીઓની તુલના કરીને તેમાં થતા ફેરફારોને શોધી કાઢવા માટે વપરાતું ઉપકરણ. આ ઉપકરણને પલક તુલનામાપક (Blink comparator) પણ કહેવામાં આવે છે. આ ઉપકરણ બંને ફોટોગ્રાફિક પ્લેટને એકસાથે એક જ નેત્ર-કાચ (eye-piece) દ્વારા જોઈ શકાય છે. બંને…
વધુ વાંચો >પાથફાઇન્ડર (Pathfinder)
પાથફાઇન્ડર (Pathfinder) : મંગળ ગ્રહની સપાટી પર 4 જુલાઈ, 1997(અમેરિકાના સ્વાતંત્ર્યદિન)ના રોજ ઊતરેલું ‘નાસા’નું અંતરીક્ષયાન. આ પહેલાં 1976 દરમિયાન અમેરિકાનાં બે અંતરીક્ષયાન ‘વાઇકિંગ-1 અને 2’ મંગળની સપાટી પર ઊતર્યાં હતાં અને સપાટીની 50,000 જેટલી તસવીરો પૃથ્વી પર મોકલી હતી. વળી તેમણે મંગળની જમીનમાં સૂક્ષ્મ જીવસૃદૃષ્ટિના અસ્તિત્વની ભાળ મેળવવા અંગેના પ્રયોગો…
વધુ વાંચો >પાયોનિયર અંતરીક્ષયાનો
પાયોનિયર અંતરીક્ષયાનો : આંતરગ્રહીય અંતરીક્ષના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલ અમેરિકન અન્વેષી યાનોની પ્રથમ શ્રેણી. 1 ઑક્ટોબર, 1958ના રોજ ચંદ્રની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવેલા પાયોનિયર-1 સિવાયનાં અન્ય અન્વેષી યાનો સૌરમંડળના ગ્રહોના અન્વેષણ તથા આંતરગ્રહીય કણ અને ચુંબકીય ક્ષેત્રની વિવિધ અસરો માપવા માટે મોકલવામાં આવ્યાં હતાં. ઉદાહરણ તરીકે પાયોનિયર-6 (1965) પૃથ્વી…
વધુ વાંચો >