પત્રકારત્વ

જય હિન્દ

જય હિન્દ : ગુજરાતી ભાષાનું અગ્રણી રાષ્ટ્રીય દૈનિક વર્તમાનપત્ર. તા.15-8-1947ના દિવસે દેશ સ્વતંત્ર થયો. રાજકીય સ્વતંત્રતા સિદ્ધ થઈ, હવે વધારે કપરું કાર્ય પ્રજાની સામાજિક અને આર્થિક આકાંક્ષાઓની પૂર્તિનું આરંભાતું હતું. નવા શાસન સમક્ષ પ્રજાનો નાદ સંભળાય તે રીતે રજૂ કરવાના સંકલ્પ સાથે સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યસંગ્રામના અગ્રણી નરોત્તમદાસ લક્ષ્મીચંદ શાહ જેઓ બાબુભાઈ…

વધુ વાંચો >

જામે જમશેદ

જામે જમશેદ : ‘મુંબઈ સમાચાર’ પછીનું ગુજરાતી ભાષાનું સૌથી જૂનું અખબાર. 1832ની 12મી માર્ચે પેસ્તનજી માણેકજી મોતીવાલાના તંત્રીપદે મુંબઈમાં પ્રકાશિત થયેલું ચાર ફૂલ્સકૅપ પાનાંનું આ સાપ્તાહિક 1838થી સપ્તાહમાં બે વખત પ્રસિદ્ધ થતું અને 1853ની પહેલી ઑગસ્ટથી દૈનિક બન્યું. પત્ર પારસી સમાજના મહત્વના પ્રશ્નો પર નીતિવિષયક ચર્ચા કરવા માટે જાણીતું બન્યું.…

વધુ વાંચો >

જૈન, ગિરિલાલ

જૈન, ગિરિલાલ (જ. 26 જુલાઈ 1922, પીપળી ખેડા, જિ. સોનેપત, હરિયાણા; અ. 19 જુલાઈ 1993, નવી દિલ્હી) : ભારતના એક પીઢ પત્રકાર. ગિરિલાલ જૈન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના જૂની પેઢીના સમર્થ તંત્રીઓમાંના એક હતા. સફળ અને પ્રભાવશાળી તંત્રી તરીકે સહુની પ્રશંસા મેળવી. દિલ્હીમાં બી.એ.ની ડિગ્રી મેળવી 1948માં ‘ઇન્ડિયન ન્યૂઝ ક્રૉનિકલ’માં…

વધુ વાંચો >

જોશી, પુરણચંદ્ર

જોશી, પુરણચંદ્ર (જ. 14 ફેબ્રુઆરી 1907, અલ્મોડા અ. 9 નવેમ્બર 1960 દિલ્હી) : સુપ્રસિદ્ધ સામ્યવાદી નેતા, ભારતીય સામ્યવાદી પક્ષના પ્રથમ મહામંત્રી, અગ્રણી પત્રકાર તથા સંગઠક. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્મોડા નગરમાં શ્રીમંત જમીનદાર પરિવારમાં થયેલો. તેમના પિતા હરનંદન જોશી સરકારી શાળામાં શિક્ષક હતા અને પછીથી તે એક જિલ્લા શાળાના હેડમાસ્તર…

વધુ વાંચો >

‘જ્ઞાનદીપક’

‘જ્ઞાનદીપક’ : સ્ત્રીકેળવણી અને સમાજસુધારાનો ઉદ્દેશ ધરાવતું ઓગણીસમી સદીનું સૌરાષ્ટ્રનું ગુજરાતી માસિકપત્ર. મણિશંકર કીકાણીની સુધારાલક્ષી અને કેળવણીપ્રસારની પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈ, રૂપશંકર ઓઝા – ‘સંચિતે’ જૂનાગઢમાં સુમતિપ્રકાશ સભાની સ્થાપના કરી અને એના ઉપક્રમે 1883માં ‘જ્ઞાનદીપક’ માસિકનો પ્રારંભ કર્યો. સભા અને સામયિકના સંચાલન માટે એક સંચાલનમંડળની સ્થાપના કરેલી, જેમાં જૂનાગઢના અગ્રણી નાગરિકો…

વધુ વાંચો >

જ્ઞાનસુધા

જ્ઞાનસુધા : પ્રાર્થનાસમાજનું ગુજરાતી મુખપત્ર. આરંભમાં સાપ્તાહિક, પછી પખવાડિક. 1892ના જાન્યુઆરીથી માસિક. 1892 પહેલાંનો તેનો કોઈ અંક ઉપલબ્ધ નથી, એટલે તેની સ્થાપનાનું ચોક્કસ વર્ષ જાણી શકાતું નથી પણ 1887માં રમણભાઈ નીલકંઠને સોંપાયું ત્યારે તે સાપ્તાહિક હતું. ‘જ્ઞાનસુધા’ માસિક 1892થી 1919 સુધી ચાલ્યું હતું. રમણભાઈ નીલકંઠ તેના તંત્રી હતા. રમણભાઈ પ્રાર્થનાસમાજ…

વધુ વાંચો >

‘ટાઇમ’

‘ટાઇમ’ : સાપ્તાહિક સમાચાર આપતું જગમશહૂર અમેરિકન સામયિક. સ્થાપના 1923. વિશ્વનાં વિવિધ સ્થળોએથી એકસાથે ટાઇમ ઇન્કૉર્પોરેટેડ દ્વારા પ્રગટ થાય છે. આ સાપ્તાહિકે પત્રકારત્વની ક્ષિતિજને વિસ્તારી. વૃત્તાંત-નિવેદકોએ મોકલેલા વૃત્તાંતોને યથાવત્  પ્રગટ કરવાને બદલે સંપાદકો, સંશોધકો અને ખાસ લેખકો તેમાં પૂર્તિ કરે, લખાણને સંસ્કારે અને સુવાચ્ય બનાવે પછી પ્રગટ કરવા તેવી પહેલ…

વધુ વાંચો >

ટાઇમ્સ ઑવ્ઇન્ડિયા, ધ

ટાઇમ્સ ઑવ્ઇન્ડિયા, ધ (સ્થાપના. 1838) : ભારતનું અંગ્રેજી ભાષાનું સવારનું દૈનિક વર્તમાનપત્ર. મુંબઈ અને અમદાવાદ ઉપરાંત દિલ્હી, પટણા, બૅંગાલુરુ અને લખનૌથી એકસાથે તે પ્રસિદ્ધ થાય છે. પશ્ચિમ ભારતના અંગ્રેજનિવાસીઓને લક્ષમાં રાખીને 1838માં ‘ધ બૉમ્બે ટાઇમ્સ ઍન્ડ જર્નલ ઑવ્ કૉમર્સ’ નામથી મુંબઈમાં આ વૃત-પત્રની સ્થાપના કરવામાં આવી ત્યારે તે સપ્તાહમાં બે…

વધુ વાંચો >

ટાઇમ્સ, ધ

ટાઇમ્સ, ધ : બ્રિટનનાં સૌથી જૂનાં તથા પ્રભાવશાળી વર્તમાનપત્રોમાંનું એક. બ્રિટનનાં ‘ત્રણ મહાન’માં ‘ગાર્ડિયન’ તથા ‘ટેલિગ્રાફ’ સાથે તેની ગણના થાય છે; એટલું જ નહિ, વિશ્વનાં મહત્વનાં વૃત્તપત્રોમાં પણ તેની ગણના થાય છે. જ્હૉન વૉલ્ટરે 1785માં ‘ધ ડેઇલી યુનિવર્સલ રજિસ્ટર’ નામથી તેની સ્થાપના કરી. 1788માં તેનું નામ ‘ધ ટાઇમ્સ’ રખાયું. તેમાં…

વધુ વાંચો >

ટેલિગ્રાફ, ધ

ટેલિગ્રાફ, ધ : પશ્ચિમ બંગાળમાં કૉલકાતાથી પ્રગટ થતું અંગ્રેજી દૈનિકપત્ર.  તેનું પ્રકાશન આનંદબજાર પત્રિકા લિમિટેડ દ્વારા થાય છે. 1982માં તે શરૂ થયું ત્યારે તેના તંત્રીપદે એમ. જે. અકબરની પસંદગી કરાઈ હતી. તેમણે પોતાની આગવી ર્દષ્ટિથી આ દૈનિકની એક અલગ તરાહ ઊભી કરી. પરંપરાગત અંગ્રેજી દૈનિકોની ભારેખમ ઢબ કે શૈલીથી ‘ધ…

વધુ વાંચો >