પત્રકારત્વ

દવે, હરીન્દ્ર જયંતીલાલ

દવે, હરીન્દ્ર જયંતીલાલ (જ. 19 સપ્ટેમ્બર 1930, ખંભરા, કચ્છ; અ. 29 માર્ચ 1995, મુંબઈ) : ગુજરાતના અગ્રણી કવિ અને નવલકથાકાર. માતા સવિતાબહેન. ભાવનગરથી 1947માં મૅટ્રિક, મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. (1951) અને એમ.એ. (1961). દરમિયાન, 1951થી 1962 ‘જનશક્તિ’ના ઉપતંત્રી. 1962થી 1968 ‘સમર્પણ’ના સંપાદક. 1968થી 1973 યુસિસ(મુંબઈ)માં ગુજરાતી વિભાગના તંત્રી.…

વધુ વાંચો >

દા કુન્હા, ટ્રિસ્ટાઓ બ્રેગાન્ઝા

દા કુન્હા, ટ્રિસ્ટાઓ બ્રેગાન્ઝા (જ. 2 એપ્રિલ 1891, ચાંદોર, ગોવા; અ. 26 સપ્ટેમ્બર 1958) : ગોવાના ખ્રિસ્તી રાજપુરુષ. ભારતીય રાષ્ટ્રીય મહાસભાને પગલે તેમણે ગોવામાં રાષ્ટ્રવાદી પ્રવૃત્તિનો આરંભ કર્યો હતો. 1928માં ગોવા કૉંગ્રેસ સમિતિની રચના કરેલી. 1945માં મુંબઈમાં ગોવા યૂથ લીગની સ્થાપના કરેલી. તેમણે પત્રકારત્વમાં પણ ઝંપલાવ્યું. વિવિધ વૃત્તપત્રોનું સંચાલન કરી…

વધુ વાંચો >

દાદાભાઈ નવરોજી

દાદાભાઈ નવરોજી (જ. 4 સપ્ટેમ્બર 1825, મુંબઈ; અ. 30 જૂન 1917) : ભારતના વડીલ નેતા, સમાજસુધારક, તથા ઉચ્ચ કોટીના દેશભક્ત. એક ગરીબ પારસી ધર્મગુરુના કુટુંબમાં જન્મેલા દાદાભાઈનાં લગ્ન 11 વર્ષની વયે સોરાબજી શ્રોફની પુત્રી ગુલબાઈ સાથે થયાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ તથા કૉલેજના અભ્યાસ દરમિયાન દાદાભાઈએ તેજસ્વી વિદ્યાર્થી તરીકે ખ્યાતિ મેળવી…

વધુ વાંચો >

દાર, મિયાં બશીર અહમદ

દાર, મિયાં બશીર અહમદ (જ. 1 એપ્રિલ 1908; પંજાબ; અ. 29 માર્ચ 1979) : ઉર્દૂ સાહિત્યના સાહસિક નીડર અને વિદ્વાન તંત્રી. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી, લાહોરની સેન્ટ્રલ સ્કૂલમાં દાખલ થયા. 1910માં સરકારી કૉલેજમાંથી પ્રથમ વર્ષની પરીક્ષા આપ્યા પછી તેઓ ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો (ઈ. સ. 1913). કૉલેજમાં…

વધુ વાંચો >

દિવાકર, રંગા રાવ

દિવાકર, રંગા રાવ (રંગનાથ) (જ. 30 સપ્ટેમ્બર 1894, મડીહાલ, કર્ણાટક; અ. 16 જાન્યુઆરી 1990, બૅંગાલુરુ) : સંયુક્ત કર્ણાટકના સ્થાપક અને ગાંધીવાદી વિચારક. પિતા રામચંદ્ર વેંકટેશ અને માતા સીતા. નિમ્ન મધ્યમવર્ગીય પરિવારના રામચંદ્ર વેંકટેશ રેલવેમાં એક સામાન્ય કર્મચારી હતા. તે રૂઢિચુસ્ત બ્રાહ્મણ હોઈને પોતાનાં સંતાનોને પારંપરિક રીતે ઉછેર્યાં. સંતાનોમાં રંગા રાવ…

વધુ વાંચો >

દુર્ગાદાસ

દુર્ગાદાસ (જ. 23 નવેમ્બર 1900, ઓર, પંજાબ; અ. 17 મે 1974) : ભારતીય લેખક અને પત્રકાર. રાષ્ટ્રવાદી ખત્રી કુટુંબ. સનાતન ધર્મમાં આસ્થાવાળા પિતા ગામની શાળાના મુખ્ય શિક્ષક હતા. ગામમાં માધ્યમિક શિક્ષણ લઈ જાલંધરની આંગ્લસંસ્કૃત શાળામાંથી દુર્ગાદાસે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી લાહોરની દયાનંદ ઍંગ્લો-વર્નાક્યુલર કૉલેજમાંથી બી.એ. પસાર કરી. આ વર્ષોમાં લાહોરનું…

વધુ વાંચો >

દેરોઝીઓ, હેન્રી, લૂઈ વિવિયન

દેરોઝીઓ, હેન્રી, લૂઈ વિવિયન (જ. 18 એપ્રિલ 1809, કૉલકાતા, પશ્ચિમ બંગાળ; અ. 26 ડિસેમ્બર 1831, કૉલકાતા) : ભારતીય અંગ્રેજી કવિ અને દેશભક્ત. પૉર્ટુગીઝ પિતા અને ભારતીય માતાનું સંતાન. ચૌદ વર્ષની વયે અંગ્રેજીમાં કવિતા લખવી શરૂ કરી અને કૉલકાતાના ડૉ. જૉન ગ્રાન્ટનું તેના તરફ ધ્યાન ખેંચાયું. અઢાર વર્ષની વયે હિન્દુ કૉલેજ,…

વધુ વાંચો >

દેશ

દેશ (1933) : બંગાળી સામયિક. હાલ તેના તંત્રી હર્ષ દત્ત છે. 1930માં નવોદિત બંગાળી લેખકોને પ્રોત્સાહિત કરે એવું માસિક ‘કલ્લોલ’ બંધ પડી ગયું હતું. ‘સબુજ પત્ર’ પણ ડચકાં ખાતું હતું. ‘પ્રવાસી’ લબ્ધપ્રતિષ્ઠ લેખકોનું મુખપત્ર હતું. એથી નવોદિત લેખકોને પ્રોત્સાહિત કરે એવા કોઈ સામયિકની આવશ્યકતા જણાઈ. બંગાળના વધુમાં વધુ ફેલાવાવાળા દૈનિકપત્ર…

વધુ વાંચો >

દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ

દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ (જ. 10 ઑગસ્ટ 1853, સૂરત; અ. 5 ડિસેમ્બર 1912) : ગુજરાતી પત્રકાર, નવલકથાકાર તથા સંપાદક. અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ. શાળાજીવનથી જ પુસ્તકો અને હસ્તલિખિત ગ્રંથો વાંચવાનો શોખ લાગેલો. સૂરતમાં ‘દેશીમિત્ર’ છાપખાનામાં બીબાં ગોઠવવાનું કામ કર્યું. 1876માં નોકરી માટે મુંબઈ ગયેલા ઇચ્છારામે થોડો સમય ‘આર્યમિત્ર’ સાપ્તાહિક ચલાવ્યું.…

વધુ વાંચો >

દેસાઈ, ઈશ્વરલાલ ઇચ્છારામ

દેસાઈ, ઈશ્વરલાલ ઇચ્છારામ (જ. 18 જુલાઈ 1903, વાલોડ, સૂરત જિલ્લો; અ. 19 જાન્યુઆરી 1979, સૂરત) : લેખક, પીઢ પત્રકાર અને સ્વાતંત્ર્યસૈનિક. તેમના પિતા વ્યારામાં તલાટી હોવાથી ત્યાં રહ્યા. પિતાનું અવસાન થતાં તેમણે ધરમપુર, મુંબઈ અને સૂરતમાં રહીને મૅટ્રિક સુધી અભ્યાસ કર્યો. 1921માં અસહકારની લડતમાં ભાગ લેવા  સૂરતની મિશન હાઈસ્કૂલમાંથી અભ્યાસ…

વધુ વાંચો >