નૃત્યકલા

કૂત્તુ

કૂત્તુ : નૃત્યવર્ણન માટેનો તમિળ પારિભાષિક શબ્દ. કૂત્તુનો શાબ્દિક અર્થ છે નૃત્ય. પ્રાચીન તમિળ મહાકાવ્ય ‘શિલપ્પદિકારમ્’ના પુહારક્કાણ્ડમમાં તત્કાલીન તમિળ સમાજમાં પ્રચલિત અગિયાર પ્રકારનાં નૃત્યોનાં વર્ણનો આવે છે. એમાં ઉલ્લેખિત નૃત્યો છે કોડુકોટ્ટિઆડલ, પાંડ, રંગકકૂત્તુ, અલ્લિય તોકુદિ, મલ્લાડલ, તુડિકકૂત્તુ, કુડૈકકૂત્તુ, કૂડકકૂત્તુ, પેડિકકૂત્તુ, મરક્કાલકૂત્તુ, પાવૈકકૂત્તુ તથા કડૈયકકૂત્તુ. જુદા જુદા સમયમાં દેવતાઓએ અસુરસંહારને…

વધુ વાંચો >

કૃષ્ણમૂર્તિ યામિની

કૃષ્ણમૂર્તિ યામિની (જ. 20 ડિસેમ્બર 1940, મદનાપલ્લી, ચેન્નાઈ; -) : વિખ્યાત ભારતીય નૃત્યકલાકાર. તેમના પિતા પ્રો. કૃષ્ણમૂર્તિ સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતા. મૂળે તે આંધ્રપ્રદેશના મદનાપલ્લી ગામના વતની. બાલ્યકાળથી યામિનીનો ઉછેર સંસ્કારી વાતાવરણમાં થયો હતો. પાંચ સંતાનોમાં યામિની સૌથી મોટાં. બે ભાઈઓ તથા બીજી બે નાની બહેનો હતી. યામિનીને બાલ્યકાળથી જ…

વધુ વાંચો >

કોઠારી – સુનીલ

કોઠારી, સુનીલ (જ. 20 ડિસેમ્બર 1933, મુંબઈ; અ. 27 ડિસેમ્બર 2020, દિલ્હી) : ભારતીય શાસ્ત્રીય નૃત્યક્ષેત્રના મર્મજ્ઞ, ઇતિહાસકાર, લેખક તથા વિવેચક. બાળપણથી જ નૃત્યકલા પ્રત્યે આકર્ષણ જાગ્યું. જેમાં સિતારાદેવી ગોપીકૃષ્ણ જેવા નૃત્યકારોની કલાથી વિશેષ પ્રભાવિત થયા. અભ્યાસનો આરંભ કર્યો વાણિજ્ય વિદ્યાશાખાથી. 1956માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કૉમ. થયા પછી અનુસ્નાતક કક્ષાએ સાહિત્ય…

વધુ વાંચો >

કોરાલી જ્યૉ

કોરાલી, જ્યૉ (Coralli Jean) (જ. 15 જાન્યુઆરી 1779, પૅરિસ, ફ્રાંસ; અ. 1 મે 1854, પૅરિસ, ફ્રાંસ) : પ્રસિદ્ધ ફ્રેંચ બૅલે નર્તક અને કોરિયોગ્રાફર. તેમના દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવેલ બૅલે ‘ગિઝેલ’ (Giselle) રંગદર્શી બૅલેનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાય છે. ‘પૅરિસ ઓપેરા’માં કોરાલીએ નૃત્યની તાલીમ લીધી હતી. પોતાના નૃત્યનો પહેલો જલસો તેમણે 1802માં ત્યાં…

વધુ વાંચો >

કોશિયા, ભૈરવી હેમંત

કોશિયા, ભૈરવી હેમંત (જ. 1 સપ્ટેમ્બર 1962, અમદાવાદ) : નૃત્યાંગના, નૃત્ય-નિર્દેશિકા, અભિનેત્રી, સમાચાર-વાચક અને ઉદઘોષિકા જેવાં કલાનાં વિવિધ ક્ષેત્રોમાં નામાંકિત ગુજરાતી મહિલા. વતન વીરમગામ. પિતાનું નામ નરેન્દ્ર વ્યાસ, જેઓ અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના અર્થશાસ્ત્ર વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા. માતાનું નામ બકુલાબહેન. સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. ભૈરવીબહેને એસ.એસ.સી.ની પરીક્ષા 1981માં, બી.એ.(અર્થશાસ્ત્ર–આંકડાશાસ્ત્ર)ની પરીક્ષા…

વધુ વાંચો >

ક્રેઇત્ઝ્બર્ગ, હૅરાલ્ડ

ક્રેઇત્ઝ્બર્ગ, હૅરાલ્ડ (જ. 11 ડિસેમ્બર 1902, રિખન્બર્ગ, બોહેમિયા; અ. 24 એપ્રિલ 1968, ગૂમ્લિજેન, બર્ન નજીક, સ્વિટ્ઝર્લૅન્ડ) : આધુનિક જર્મન નર્તક અને કોરિયોગ્રાફર. મૂક એકપાત્રી (mime) અભિનય સાથે નૃત્યનું સંયોજન ધરાવતાં એકલ નૃત્યો માટે તેઓ જાણીતા છે. ડ્રૅસ્ડન બૅલે સ્કૂલમાં ક્રેઇત્ઝ્બર્ગ પ્રશિષ્ટ બૅલે શીખ્યા. ત્યાર બાદ મેરી વિગ્મૅન અને રુડોલ્ફ લૅબૅન…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગોપીકૃષ્ણ

ગોપીકૃષ્ણ (જ. 22 ઑગસ્ટ 1935, કૉલકાતા; અ. 19 ફેબ્રુઆરી 1994, મુંબઈ) : કથક નૃત્યની બનારસ શૈલીના વિખ્યાત નર્તક. પિતા રાધાકૃષ્ણ સોંથાલિયા કૉલકાતામાં વેપાર કરતા. નાની ઉંમરમાં તેમનું અવસાન થતાં ગોપીકૃષ્ણના દાદા પંડિત સુખદેવ મહારાજની નિશ્રામાં તેમનો ઉછેર થયો હતો. પંડિત સુખદેવ મહારાજ પોતે કલાપ્રેમી હોવાથી ગોપીકૃષ્ણને બાલ્યાવસ્થામાં જ નૃત્યકલાના સંસ્કાર…

વધુ વાંચો >

ગોપીનાથ (ગુરુ)

ગોપીનાથ (ગુરુ) (જ. 24 જૂન 1908, કુતાનડ, કેરળ; અ. 10 ઑક્ટોબર 1987, એર્નાકુલમ) : કથકલીના મહાન કલાગુરુ. પિતાનું નામ કૈપલ્લી શંકર પિલ્લૈ અને માતાનું નામ પરમાનૂર માધવી અમ્મા. પરિવારમાં કથકલીની કલાપરંપરા પેઢીઓથી ઊતરી આવી હતી. માતૃભાષા મલયાળમમાં ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો; પરંતુ તેમને કથકલી નૃત્યશૈલીમાં ઉત્કટ રસ હતો. આથી…

વધુ વાંચો >

છાઉ

છાઉ : ભારતની વિશિષ્ટ નૃત્યશૈલી. ભારતનાં પૂર્વીય રાજ્યો બંગાળ, બિહાર અને ઓરિસામાં થતાં છાઉ નૃત્યો ભારતીય તેમજ દુનિયાની નૃત્યપરંપરાઓમાં આગવું સ્થાન ધરાવે છે. નૃત્યમાં થતો મહોરાંનો ઉપયોગ અને અનોખી દેહક્રિયા આ શૈલીની વિશિષ્ટતા છે. છાઉના મુખ્ય 3 પ્રકાર છે, જે તે વિસ્તારના નામથી ઓળખાય છે : બંગાળના પુરુલિયા જિલ્લાનું પુરુલિયા…

વધુ વાંચો >