નીતિન કોઠારી

સ્કૉશિયા સમુદ્ર (scotia sea)

સ્કૉશિયા સમુદ્ર (scotia sea) : દક્ષિણ ઍટલૅંટિક મહાસાગરના જળવિસ્તાર સાથે સંકળાયેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 56° દ. અ. અને 40° પ. રે.ની આજુબાજુનો આશરે 9 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. દક્ષિણ ઍટલૅંટિક મહાસાગરના તળ પર લાવાનાં પ્રસ્ફુટનોથી તૈયાર થતી જતી મધ્ય મહાસાગરીય ડુંગરધારના દક્ષિણ છેડારૂપ હારમાળા આ…

વધુ વાંચો >

સ્ટૅમ્પ ઍલ. ડડલી

સ્ટૅમ્પ, ઍલ. ડડલી (જ. 1898; અ. 1967) : ભૂસ્તરશાસ્ત્રી અને ભૂગોળવિદ. સ્ટૅમ્પે તેમના અભ્યાસકાળ દરમિયાન ભૂસ્તરશાસ્ત્ર અને ભૂગોળનું શિક્ષણ મેળવેલું. 1923–1926ના સમયગાળામાં મ્યાનમારની રંગૂન યુનિવર્સિટીમાં ભૂગોળ વિષયના વ્યાખ્યાતા તરીકે અને પછીથી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી. લંડન યુનિવર્સિટીમાં પણ 1926થી 1965 સુધી સેવાઓ આપેલી. દુનિયાની જાણીતી યુનિવર્સિટીઓમાં ખાસ કરીને ક્લાર્ક, સ્ટૉકહોમ…

વધુ વાંચો >

સ્ટ્રેટફર્ડ અપૉન એવૉન (Stratford upon Avon)

સ્ટ્રેટફર્ડ અપૉન એવૉન (Stratford upon Avon) : ઇંગ્લૅન્ડના વૉરવિકશાયર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર.  ભૌગોલિક સ્થાન : તે 52° 12´ ઉ. અ. અને 1° 41´ પ. રે.ની આજુબાજુનો 977 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની વસ્તી મોટે ભાગે ગ્રામીણ છે. આ સ્થળ બર્મિંગહામથી દક્ષિણે તથા…

વધુ વાંચો >

સ્ટ્રૅબો (Strabo)

સ્ટ્રૅબો (Strabo) [જ. ઈ. પૂ. 63 (?), અમાસિયા, તુર્કસ્તાન; અ. ઈ. સ. 24 (?)] : ગ્રીક ભૂગોળવેત્તા અને ઇતિહાસવિદ. તેમણે રોમ અને ઍલેક્ઝાંડ્રિયામાં અભ્યાસ કરેલો. ત્યાર બાદ તેમણે અરબસ્તાન, દક્ષિણ યુરોપ તથા ઉત્તર આફ્રિકામાં પણ પ્રવાસો ખેડેલા. સ્ટ્રૅબો ભૌગોલિક માહિતી એકત્રિત કરી તેને લખાણબદ્ધ કરવા માટે તેઓ જાણીતા છે. તેમણે…

વધુ વાંચો >

સ્થાનિક સમય

સ્થાનિક સમય : સામાન્ય માણસ માટે સમયના સંદર્ભમાં ઉપયોગમાં લેવાતો શબ્દ. પૃથ્વી ચોવીસ કલાકમાં એક અક્ષભ્રમણ પૂરું કરે છે, એટલે કે દર ચોવીસ કલાકે પૃથ્વી પરનાં કાલ્પનિક 360° રેખાંશવૃત્તો પૈકીનું પ્રત્યેક રેખાંશવૃત્ત સૂર્યની બરાબર સામેથી એક વખત પસાર થાય છે. કોઈ પણ રેખાંશવૃત્ત જ્યારે સૂર્યની બરાબર સામે આવે ત્યારે ત્યાં…

વધુ વાંચો >

સ્થાનિકીકરણ (localization)

સ્થાનિકીકરણ (localization) : કોઈ પણ સ્થળનું જુદાં જુદાં પરિબળોના સંદર્ભમાં મૂલવવામાં આવતું તેના સ્થાનની દૃષ્ટિએ ભૌગોલિક મહત્વ. મૂળભૂત રીતે આ મહત્વ બે પ્રકારે દર્શાવાય : (i) અક્ષાંશ–રેખાંશથી સ્થાનની ચોક્કસ જગા દર્શાવાય, (ii) નજીકનાં મુખ્ય સ્થળોના સંદર્ભમાં વિશેષ સ્થાન. પહેલા પ્રકારમાં સ્થાન પરત્વે આબોહવા, વનસ્પતિ અને માનવપ્રવૃત્તિઓનો સમાવેશ થાય; જ્યારે બીજા…

વધુ વાંચો >

હજીરા

હજીરા : સૂરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ખંભાતના અખાતને કાંઠે આવેલું ગામ અને બંદર. ભૌગોલિક સ્થાન : 21° 10´ ઉ. અ. અને 72° 15´ પૂ. રે.. તે તાપી નદીના જમણા કાંઠે આવેલા મુખત્રિકોણપ્રદેશની પંકભૂમિ નજીક વસેલું છે. નદીના ડાબા કાંઠા પર પ્રવાસન-મથક તરીકે જાણીતું ડુમસ આવેલું છે. હજીરાની પૂર્વમાં આશરે 30…

વધુ વાંચો >

હડસન (Hudson)

હડસન (Hudson) : યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યના પૂર્વ ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 40° 44´ ઉ. અ. અને 74° 02´ પ. રે.. હડસન નદીના પૂર્વ કાંઠે આવેલું આ શહેર આલ્બેની શહેરથી દક્ષિણે 45 કિમી.ને અંતરે વસેલું છે. આ સ્થળે ડચ પ્રજાએ 1662માં સર્વપ્રથમ વસાહત સ્થાપી હતી. સુગંધીદાર ઘાસના ક્ષેત્રની શોધ…

વધુ વાંચો >

હડસનની સામુદ્રધુની

હડસનની સામુદ્રધુની : આટલાંટિક મહાસાગરમાં આવેલી સામુદ્રધુની. ભૌગોલિક સ્થાન : 62° 30´ ઉ. અ. અને 72° 00´ પ. રે.. આ સામુદ્રધુની બેફિન ટાપુસમૂહ અને ઉત્તર ક્વિબૅક(કૅનેડા)ની મધ્યમાં આવેલી છે. તે હડસનના અખાતને લાબ્રાડોર સમુદ્ર સાથે સાંકળે છે. તેની લંબાઈ 800 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 64–240 કિમી. જેટલી છે. તેની સૌથી…

વધુ વાંચો >

હમ્બોલ્ટ ઍલેક્ઝાન્ડર ફૉન

હમ્બોલ્ટ ઍલેક્ઝાન્ડર, ફૉન (Humboldt Alexander, Von) (જ. 1769; અ. 1859) : મહાન જર્મન ભૂગોળવેત્તા. 18 વર્ષની વયે ફ્રૅન્કફર્ટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી, જીવવિજ્ઞાન અને ભૂસ્તરશાસ્ત્રમાં રસ લેતા થયા. 1790માં જ્યૉર્જ ફૉર્સ્ટર સાથે પશ્ચિમ યુરોપ, નેધરલૅન્ડ, બેલ્જિયમ, યુ.કે. અને ઉત્તર ફ્રાન્સનો પ્રવાસ ખેડેલો. 1799માં દક્ષિણ અમેરિકાના દેશોના પ્રવાસ દરમિયાન ભૂસ્તરશાસ્ત્રને કેન્દ્રમાં રાખીને…

વધુ વાંચો >