નીતિન કોઠારી
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ : જળસંસાધન મંત્રાલય, ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર ઑથોરિટી, નવી દિલ્હીના આશ્રયે 1954માં સ્થપાયેલ તથા 1970માં બંધારણીય રીતે પૂર્ણપણે કાર્યરત થયેલ રાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થા ભૂગર્ભજળભંડારોનાં સર્વેક્ષણ, અન્વેષણ, સિંચાઈ-વ્યવસ્થા, વિતરણ, ઔદ્યોગિક તેમજ ગૃહવપરાશ, જરૂરી જળનિયંત્રણ, જળવિકાસ જેવી જવાબદારીઓ નિભાવે છે. સંશોધનથી મેળવાતી ભૂગર્ભજળની આધારસામગ્રી દ્વારા રાજ્યો…
વધુ વાંચો >સેભા (Sebha Sabha)
સેભા (Sebha, Sabha) : નૈર્ઋત્ય લિબ્યા(આફ્રિકા)ના સહરાન રણદ્વીપમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : – 27° 03´ ઉ. અ. અને 14° 26´ પૂ. રે.. આ સ્થળ છેક અગિયારમી સદીથી આજ સુધી વણજારનું સક્રિય મથક રહ્યું છે. 1943થી 1963 સુધી તે ફૈઝાન પ્રાંતનું પાટનગર રહેલું. આ નગર આજે આધુનિક તો બન્યું છે…
વધુ વાંચો >સેલવાસા
સેલવાસા : કેન્દ્રશાસિત દાદરા-નગર હવેલીનું પાટનગર – મુખ્ય વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 20° 17´ ઉ. અ. અને 73° 00´ પૂ. રે.. તે દમણથી અગ્નિ દિશામાં 21 કિમી. અંતરે દમણગંગા નદી નજીક વસેલું છે. સહ્યાદ્રિ પર્વતમાળામાં તે આવેલું હોવાથી તેની આબોહવા ખુશનુમા અને સ્વાસ્થ્યપ્રદ રહે છે. બારેમાસ લીલાં જંગલોથી ઘેરાયેલું…
વધુ વાંચો >સેવાલિયા
સેવાલિયા : પંચમહાલ જિલ્લામાં પંચમહાલ-ખેડા સીમા નજીક આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 22° 50´ ઉ. અ. અને 73° 21´ પૂ. રે.. તે મહી નદીના કાંઠા નજીક પૂર્વ તરફ 6 કિમી.ના અંતરે વસેલું છે. સેવાલિયાનું ભૂપૃષ્ઠ બેસાલ્ટ ખડકોથી બનેલું છે, જમીનો ખડકાળ તેમજ કાળી છે. કાળી જમીનોમાં ખેતીના પાકો લેવાય છે.…
વધુ વાંચો >સોકોત્રા (Socotra)
સોકોત્રા (Socotra) : હિંદી મહાસાગરમાં યમન દેશની દરિયાઈ સીમામાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 12 30´ ઉ. અ. અને 54.0 પૂ. રે. ઉપર સ્થિત છે. ગુઆરડાફૂઈ (Guardafui) ખાડી અને અરબી સમુદ્રની વચ્ચે આવેલો છે. સોકોત્રા દ્વીપસમૂહમાં સોકોત્રા ટાપુ સૌથી મોટો છે. જેનું ક્ષેત્રફળ 3,665 ચો.કિમી. છે. આ સિવાય બીજા ચાર…
વધુ વાંચો >સોનગઢ (તાલુકો)
સોનગઢ (તાલુકો) : સૂરત જિલ્લાના સોનગઢ તાલુકાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 21° 10´ ઉ. અ. અને 73° 35´ પૂ. રે.. તેની ઉત્તરે ઉમરપાડા તાલુકો, પૂર્વે ઉચ્છલ તાલુકો, પશ્ચિમે વ્યારા તાલુકો તથા દક્ષિણે ડાંગ જિલ્લો આવેલા છે. આ તાલુકાનો વિસ્તાર 1207 ચોકિમી. જેટલો છે. તાલુકાની જમીનો કાળી, ગોરાડુ તેમજ ખડકાળ…
વધુ વાંચો >સોમનાથ
સોમનાથ : જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : તે 20° 53´ ઉ. અ. અને 70° 24´ પૂ. રે. પર વેરાવળથી માત્ર આઠ કિમી. દૂર અરબી સમુદ્રને કાંઠે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આવેલું છે. ભારતનાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ ક્રમે આવતું જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવેલું હોવાથી હિન્દુઓનું પ્રખ્યાત…
વધુ વાંચો >સોમાલિયા
સોમાલિયા : આફ્રિકાખંડની મુખ્ય ભૂમિ પર છેક ઈશાનકોણમાં આવેલો દેશ. હિંદ મહાસાગર અને એડનના અખાત વચ્ચે આવેલી તેની ભૂશિર શિંગડાનો આકાર રચે છે. તે 2° 00´ દ. અ.થી 12° 00´ ઉ. અ. તથા 41° 00´થી 51° 00´ પૂ. રે. વચ્ચેનો આશરે 6,37,657 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર–દક્ષિણ…
વધુ વાંચો >સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર તળ ગુજરાતની પશ્ચિમે આવેલો દ્વીપકલ્પીય ભૂમિભાગ. ભૌગોલિક સ્થાન : તે 20° 42´ ઉ. અ.થી 23° 34´ ઉ. અ. અને 68° 57´ પૂ. રે.થી 72° 10´ પૂ. રે. વચ્ચેનો 64,339 ચોકિમી. (ગુજરાત રાજ્યનો 32.8 %) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કચ્છના અખાત સહિતનો ભૂમિભાગ, કચ્છનું નાનું રણ અને…
વધુ વાંચો >સ્કિલીના ટાપુઓ (Scilly Isles of)
સ્કિલીના ટાપુઓ (Scilly, Isles of) : ઍટલૅંટિક મહાસાગરમાં આવેલો ઇંગ્લૅન્ડની માલિકીનો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : તે 49° 55´ ઉ. અ. અને 6° 20´ પ. રે.ની આજુબાજુનો 16 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 50 કરતાં પણ વધુ સંખ્યામાં આવેલા આ ટાપુઓ કૉર્નવૉલની નૈર્ઋત્યમાં કિનારાથી આશરે 40થી 58 કિમી. દૂરના અંતરમાં…
વધુ વાંચો >