નીતિન કોઠારી
ઉધમપુર (જિલ્લો-શહેર)
ઉધમપુર (જિલ્લો-શહેર) : જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો જિલ્લો અને શહેર. ભૌગોલિક માહિતી : ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લો 32o 56′ ઉ. અ. અને 75o 08′ પૂ. રે.ની આજુબાજુનો 4,550 ચોકિમી. વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે અનંતનાગ, ઈશાને ડોડા, અગ્નિએ કથુઆ, વાયવ્યે રાજૌરી અને નૈર્ઋત્યે પુંચ અને જમ્મુ જિલ્લો સરહદ…
વધુ વાંચો >ઉન્નાવ
ઉન્નાવ : ઉત્તર પ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26o 07’થી 27o 02′ ઉ. અ. અને 80o 03’થી 81o 03′ પૂ.રે.ની વચ્ચેનો આશરે 4,558 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હરદોઈ, ઈશાન અને પૂર્વમાં લખનૌ, દક્ષિણમાં રાયબરેલી તથા પશ્ચિમે કાનપુર જિલ્લાઓ આવેલા છે. કાનપુરથી અલગ પડતી…
વધુ વાંચો >ઉપલેટા
ઉપલેટા : ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 44′ ઉ.અ. અને 70o 22′ પૂ. રે. ની આજુબાજુનો 839.3 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જામનગર જિલ્લો, પૂર્વ તરફ ધોરાજી તાલુકો, દક્ષિણે જૂનાગઢ જિલ્લો તથા પશ્ચિમે અંશત: પોરબંદર જિલ્લો…
વધુ વાંચો >ઉલન બટોર (ઉલામ્બતાર)
ઉલન બટોર (ઉલામ્બતાર) : મૉંગોલિયાનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 47o 55′ ઉ. અ. અને 106o 53′ પૂ. રે.. આ શહેર દેશના ઈશાન ભાગમાં, ગોબીના રણની ઉત્તરે, ટોલા નદીને કાંઠે વસેલું છે. તે તુલ ગોલ નદી લોએસના મેદાનમાં આશરે 1330 મીટરની ઊંચાઈએ આવેલું છે. તે બેજિંગ(ચીન)થી વાયવ્યમાં…
વધુ વાંચો >ઉલ્કા અને ઉલ્કાશ્મ
ઉલ્કા અને ઉલ્કાશ્મ (meteors and meteorites) : રાત્રિ દરમિયાન આકાશમાં જોવા મળતા તેજસ્વી લિસોટા અને પૃથ્વીના પટ પર પડેલી ઉલ્કાઓના ધાત્વિક કે પાષાણિક પિંડો. ઉલ્કા એ અંધારી રાત્રે દેખાતા પ્રકાશિત લિસોટા છે. લોકભાષામાં તેમને ‘ખરતા તારા’ (shooting stars) પણ કહે છે. ધાત્વિક કે પાષાણિક અવકાશી પિંડો પોતાના મૂળ સ્થાનેથી મુક્ત…
વધુ વાંચો >ઉષ્ણ કટિબંધ
ઉષ્ણ કટિબંધ : કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં 0o અક્ષાંશથી અક્ષાંશ વચ્ચે આવેલો પ્રદેશ. આમ છતાં 30o ઉ. અ. અને 30o દ. અ. સુધી ઉષ્ણ કટિબંધ જેવી આબોહવા રહે છે. પૃથ્વી પોતાની ધરી ઉત્તર દિશામાં નમતી રાખીને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તેથી જુદે જુદે સમયે વર્ષ દરમિયાન…
વધુ વાંચો >ઊના
ઊના : હિમાચલ પ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 31o 30¢ ઉ. અ. અને 76o 15¢ પૂ. રે.ની આજુબાજુનો 1,540 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કાંગરા, પૂર્વે હમીરપુર, અગ્નિકોણમાં બિલાસપુર જિલ્લા તથા દક્ષિણ અને પશ્ચિમમાં પંજાબ રાજ્યની…
વધુ વાંચો >ઊના (તાલુકો)
ઊના (તાલુકો) : ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ઊના 20o 49¢ ઉ. અ. અને 71o 03¢ પૂ. રે. પર આવેલું છે. તાલુકામથકની આજુબાજુ પથરાયેલા તાલુકાનો કુલ વિસ્તાર 1,568 ચોકિમી. જેટલો છે. 2011 મુજબ તાલુકાની કુલ વસ્તી 3,60,000 જેટલી છે. જ્યારે તાલુકામથકની વસ્તી 18,722…
વધુ વાંચો >એટના
એટના (Etna) : સિસીલી ટાપુ(ઇટાલી)ના પૂર્વભાગમાં આવેલો દુનિયાનો ખૂબ જ જાણીતો સક્રિય જ્વાળામુખી. ભૌગોલિક સ્થાન : 37o 46′ ઉ. અ. અને 15o 00′ પૂ. રે.. ભૂમધ્ય સમુદ્રમાં સિસીલી ટાપુના પૂર્વ કિનારા પરના કૅટાનિયા શહેરથી તે વાયવ્યમાં આવેલો છે. સિસીલીના લોકો તેને મોંજિબેલો (Mongibello) નામથી તથા આરબો તેને ‘જેબેલ અલ્લામત’ (Jebel…
વધુ વાંચો >એડનનો અખાત
એડનનો અખાત (Gulf of Aden) : અરબી સમુદ્ર અને રાતા સમુદ્રને સાંકળતું ઊંડા જળનું થાળું. તે અરબ દ્વીપકલ્પ અને ઈશાન આફ્રિકાના ઈશાન ભાગ સોમાલિયાને જુદાં પાડે છે. ભૌગોલિક સ્થાન : તે 12o 00¢ ઉ. અ. અને 48o 00¢ પૂ. રે.ની આજુબાજુનો આશરે 5,30,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની…
વધુ વાંચો >