નીતિન કોઠારી
વીરમગામ
વીરમગામ : અમદાવાદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 07´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.ની આજુબાજુનો 1,714 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકો જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલો છે. તેની ઉત્તરે અને પૂર્વે મહેસાણા જિલ્લાની સીમા, અગ્નિકોણ તરફ સાણંદ તાલુકો, દક્ષિણે ધોળકા તાલુકો,…
વધુ વાંચો >વુલર (Wular)
વુલર (Wular) : જમ્મુ-કાશ્મીર રાજ્યના બારામુલા જિલ્લામાં આવેલું વિશાળ સરોવર. ભૌગોલિક સ્થાન : 34° 21´ ઉ. અ. અને 74° 33´ પૂ. રે.. તે શ્રીનગરથી ઉત્તર-વાયવ્ય (NNW) દિશામાં આશરે 32 કિમી.ને અંતરે કાશ્મીર ખીણને ઉત્તર છેડે આવેલું છે. ઋતુભેદે પાણીની આવકજાવક મુજબ તેના ક્ષેત્રફળમાં ફેરફાર થયા કરે છે. સામાન્ય સંજોગોમાં તેની…
વધુ વાંચો >વૃંદાવન
વૃંદાવન : ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 27° 35´ ઉ. અ. અને 77° 35´ પૂ. રે.. તે મથુરાથી ઉત્તરે આશરે 46 કિમી. દૂર યમુના નદીના જમણા કાંઠે વસેલું છે. અહીંનો સમગ્ર પ્રદેશ સમતળ છે અને શહેર સમુદ્રસપાટીથી આશરે 175 મીટરની ઊંચાઈ પર આવેલું છે. અહીંનો આખોય પ્રદેશ…
વધુ વાંચો >વેડેલ સમુદ્ર
વેડેલ સમુદ્ર : ઍન્ટાર્ક્ટિકા ભૂખંડમાં આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 70°થી 80° દ. અ. અને 10°થી 60° પ. રે. વચ્ચેનો 28 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો જળવિસ્તાર ઍટલાન્ટિક મહાસાગર સાથે સંકળાયેલો છે. તેની પશ્ચિમે ઍન્ટાર્ક્ટિકા દ્વીપકલ્પ, પૂર્વમાં પૂર્વ ઍન્ટાર્ક્ટિકાનો સમુદ્રકિનારો, દૂર દક્ષિણ તરફ ફિલ્શનેર(Filchner) અને રોનની…
વધુ વાંચો >વેનિસ (વેનેઝિયા)
વેનિસ (વેનેઝિયા) : ઇટાલીના ઈશાન કાંઠે આવેલું મહત્વનું શહેર, બંદર તથા આજુબાજુના ટાપુઓનો સમાવેશ કરતું પરગણું. ભૌગોલિક સ્થાન : તે 45° 27´ ઉ. અ. અને 12° 21´ પૂ. રે. પર આવેલું છે અને 7 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. પરગણાનો વિસ્તાર 70 ચોકિમી. જેટલો થાય છે. ઇટાલીના ઈશાનકોણમાં ઍડ્રિયાટિક સમુદ્રના…
વધુ વાંચો >વેલ્લોર
વેલ્લોર : તામિલનાડુ રાજ્યના ઉત્તર આર્કટ આંબેડકર જિલ્લાનું જિલ્લામથક, તાલુકો તથા શહેર. ભૌગોલિક સ્થાન : 12° 56´ ઉ. અ. અને 79° 08´ પૂ. રે.. ઉત્તર આર્કટ આંબેડકર જિલ્લામાં પૂર્વઘાટના ભાગરૂપ આવેલી જાવાદીસ હારમાળા આ વેલ્લોર તાલુકા સુધી વિસ્તરેલી છે. વેલ્લોર શહેર નાની નાની ટેકરીઓથી ઘેરાયેલું છે. અહીં અનામત જંગલો આવેલાં…
વધુ વાંચો >વૈદિક ભૂગોળ
વૈદિક ભૂગોળ : વેદકાલીન ભૌગોલિક માહિતી. વેદ ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથો છે. વેદનાં સ્વરૂપ, મહત્વ અને સિદ્ધાંતોની જાણકારી મેળવવી એ પ્રત્યેક ભારતીય નાગરિકની ફરજ લેખાય છે. વેદો ભારતીય સંસ્કૃતિના સ્રોત છે. વેદોમાં સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ, રાજનીતિ, ભૂગોળ વગેરે અનેક વિષયોનું વર્ણન જોવા મળે છે. વૈદિક યુગની ભૌગોલિક બાબતોથી સામાન્ય જનસમાજ…
વધુ વાંચો >વૈનગંગા (Wainganga)
વૈનગંગા (Wainganga) : મધ્યભારતની મહત્ત્વની નદી. આ નદી મધ્ય પ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલી સાતપુડા હારમાળાની મહાદેવ ટેકરીઓમાંથી નીકળે છે. તે શિવની જિલ્લાના તેનાં ઉદભવસ્થાનમાંથી થોડાક અંતર માટે પૂર્વ તરફ વહી, શિવનીમાંડલા અને શિવનીબાલાઘાટ જિલ્લાઓની સરહદ રચે છે, જ્યાં તે ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. તે બાલાઘાટ અને મહારાષ્ટ્ર રાજ્યના ભંડારા…
વધુ વાંચો >વૈશાલી (જિલ્લો)
વૈશાલી (જિલ્લો) : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 25° 40´ ઉ. અ. અને 85° 13´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 2,036 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મુઝફ્ફરપુર, પૂર્વે સમસ્તીપુર, દક્ષિણે ગંગાને સામે કાંઠે પટણા તથા પશ્ચિમે સરન જિલ્લા આવેલા છે.…
વધુ વાંચો >વૉલ્ટા
વૉલ્ટા : પશ્ચિમ આફ્રિકામાં આવેલા ઘાના દેશની મુખ્ય નદી. નાઇલ નદીની જેમ આ નદી પણ બે પ્રવાહોમાં વહે છે : શ્યામ વૉલ્ટા (Volta-Noire) અને શ્વેત વૉલ્ટા (Volta-Blanche). આ બંને નદીપ્રવાહો બુર્કના ફાસોના વાયવ્ય ભાગમાંથી નીકળે છે અને દક્ષિણ તરફ જુદા જુદા માર્ગે વહીને તમાલેના દક્ષિણ ભાગમાં વૉલ્ટા સરોવરના ઉત્તર કાંઠે…
વધુ વાંચો >