નીતિન કોઠારી
લૅટવિયા (Latvia)
લૅટવિયા (Latvia) : 1991માં પુન: સ્વાતંત્ર્ય મેળવનાર બાલ્ટિક પ્રદેશમાં આવેલો પૂર્વ યુરોપનો એક દેશ. ભૌગોલિક સ્થાન : તે 57° 00´ ઉ. અ. અને 25° 00´ પૂ. રે. આજુબાજુનો આશરે 63,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 450 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 270 કિમી. છે. તેની…
વધુ વાંચો >લૅન્ઝારોટી (Lanzarote)
લૅન્ઝારોટી (Lanzarote) : ઉત્તર ઍટલૅટિક મહાસાગરના કેનેરી દ્વીપસમૂહમાં પૂર્વ તરફ આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 29° 00´ ઉ. અ. અને 13° 40´ પ. રે. પર આશરે 795 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં આશરે 150 કિમી. દૂર ઉત્તર આફ્રિકાનો પશ્ચિમ ભાગ આવેલો છે. ટાપુનું ભૂપૃષ્ઠ લાવાના ખડકોથી…
વધુ વાંચો >લેબેનૉન (Lebanon)
લેબેનૉન (Lebanon) : એશિયા ખંડની પશ્ચિમ સીમા પર આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 33° 50´ ઉ. અ. અને 35° 50´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,400 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉ.દ. લંબાઈ 193 કિમી. અને પૂ.પ. પહોળાઈ 80 કિમી. જેટલી છે. તેની ઉત્તરે અને પૂર્વે સીરિયા, દક્ષિણે…
વધુ વાંચો >લૅમ્પિડૂઝ (Lampedusa)
લૅમ્પિડૂઝ (Lampedusa) : ઇટાલીનો સૌથી મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : 35° 31´ ઉ. અ. અને 12° 35´ પૂ. રે. તેની ઈશાનમાં લિનોસા અને પશ્ચિમ તરફ લૅમ્પિયોન નામના નાના ટાપુઓ આવેલા છે. આ ટાપુ ભૂમધ્ય સમુદ્રમાં આવેલા માલ્ટા અને ટ્યૂનિસ ટાપુઓની વચ્ચે રહેલો છે. તે સિસિલીથી નૈર્ઋત્યમાં 205 કિમી. અને ટ્યૂનિસિયાથી…
વધુ વાંચો >લેસોથો
લેસોથો : દક્ષિણ આફ્રિકા દેશના અંતરાલમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 29° 30´થી 31° 00´ દ. અ. અને 27° 00´થી 29° 00´ પૂ. રે. વચ્ચેનો 30,352 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 515 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 430 કિમી. જેટલી છે. માસેરુ તેની રાજધાનીનું સ્થાન છે.…
વધુ વાંચો >લૅસ્નિગ, મારિયા
લૅસ્નિગ, મારિયા (જ. 1919, કાર્ન્ટેન, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન મહિલા-ચિત્રકાર. છ વરસની ઉંમરે ક્લાગનફુર્ટ નગરમાં ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો. મેટ્રિક પછી શિક્ષિકા બનવા માટેની તાલીમ મેળવી. 1940થી 1941 સુધી મેટ્નીટ્ઝલમાં આવેલી સિંગલ ક્લાસ માઉન્ટન સ્કૂલમાં અધ્યાપન કર્યું. 1941માં એ છોડીને વિયેના ખાતેની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટમાં પ્રો. ડેશોર પાસે ચિત્રકલાનો…
વધુ વાંચો >લેહ
લેહ : ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના લદ્દાખ જિલ્લાનું મુખ્ય મથક અને શહેર. હવે લદ્દાખ જિલ્લાને લેહ જિલ્લા તરીકે અને લદ્દાખને વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ભૌગોલિક સ્થાન : 34° 09´ ઉ. અ. અને 77° 59´ પૂ. રે.. દુનિયાના છાપરા તરીકે ઓળખાતા તિબેટ વિસ્તારની નજીક, પરંતુ તેના પાટનગર લ્હાસાથી 2,160 કિમી. અંતરે…
વધુ વાંચો >લૉસ ઍન્જલસ
લૉસ ઍન્જલસ : યુ.એસ.નું વસ્તીની દૃદૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 34° 03´ ઉ. અ. અને 118° 14´ પ. રે.. તે કૅલિફૉર્નિયા રાજ્યનું સૌથી મોટું શહેર ગણાય છે. તેની પશ્ચિમે પૅસિફિક મહાસાગર અને પૂર્વમાં ગેબ્રિયલ પર્વત આવેલા છે, તેમની વચ્ચેના મેદાની વિસ્તારમાં વસેલું આ શહેર સમુદ્રસપાટીથી 83…
વધુ વાંચો >લોહિત
લોહિત : ભારતના છેક ઈશાન છેડે આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 28° 00’ ઉ. અ. અને 96° 40’ પૂ. રે.ની આજુબાજુનો 11,402 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ચીન, પૂર્વ અને અગ્નિ તરફ મ્યાનમાર, દક્ષિણે રાજ્યનો તિરાપ જિલ્લો તથા પશ્ચિમે દિબાંગ…
વધુ વાંચો >લ્હાસા (Lhasa)
લ્હાસા (Lhasa) : ચીનના આધિપત્ય હેઠળ રહેલા તિબેટનું પાટનગર તેમજ બૌદ્ધ ધર્મનું પવિત્ર શહેર. ભૌગોલિક સ્થાન : 29° 40´ ઉ. અ. અને 91° 09´ પૂ. રે.. આ શહેર ત્સાંગપો (બ્રહ્મપુત્ર નદીના ઉપરવાસના ભાગનું નામ) નદીની સહાયક નદી લ્હાસાહેના જમણા કાંઠા પર વસેલું છે. ભગવાન બુદ્ધના સમય પછીથી તે બૌદ્ધ ધર્મનું…
વધુ વાંચો >