નીતિન કોઠારી
મોરૉક્કો
મોરૉક્કો : આફ્રિકા ખંડના વાયવ્યકોણમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 28° ઉ. અ.થી 36° ઉ. અ. અને 2° 00´ પ. રે.થી 13° 00´ પ. રે. વચ્ચેનો 4,58,730 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઈશાન-નૈર્ઋત્ય મહત્તમ લંબાઈ 1,328 કિમી.; જ્યારે પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 760 કિમી. જેટલી છે. તેની ઉત્તરે…
વધુ વાંચો >મોસમી પવનો
મોસમી પવનો : મોસમ પ્રમાણે વાતા પવનો – ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો. મોસમી શબ્દ અરબી ભાષાના ‘મૌસીમ’ શબ્દમાંથી ઊતરી આવેલો છે. ‘મૌસીમ’નો અર્થ મોસમ અથવા ઋતુ (season) થાય છે. પૃથ્વી પર ખંડો અને સમુદ્રો એકબીજાની પાસે આવેલા છે. ભૂમિ અને પાણી જુદા જુદા પ્રમાણમાં ગરમી ગ્રહણ કરે છે. આ…
વધુ વાંચો >મૉસ્કો (Moscow)
મૉસ્કો (Moscow) : રશિયાનું પાટનગર અને દુનિયાનાં મોટાં ગણાતાં શહેરો પૈકીનું એક. તે 55° 45´ ઉ. અ. અને 37° 35´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 1,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભૂપૃષ્ઠ–જળપરિવાહ–આબોહવા : મૉસ્કોનો વિસ્તાર ડેવોનિયન અને કાર્બોનિફેરસ કાળના ખડકોથી બનેલું ભૂપૃષ્ઠ ધરાવે છે. અહીં આશરે 1,750 મીટરની ઊંડાઈએ…
વધુ વાંચો >મૉંગોલિયા
મૉંગોલિયા (Mon-go-li-a) : મધ્ય એશિયામાં આવેલો પ્રજાસત્તાક દેશ. તે 42°થી 53° ઉ. અ. અને 87° થી 120° પૂ. રે. વચ્ચેનો આશરે 15,65,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 2,392 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ પહોળાઈ 1,255 કિમી. છે. તેની ઉત્તરે રશિયાઈ સીમા તથા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફ…
વધુ વાંચો >મ્યાનમાર
મ્યાનમાર : અગ્નિ એશિયામાં આવેલો ભારતનો પડોશી દેશ. અગાઉ તે બ્રહ્મદેશ (બર્મા) તરીકે ઓળખાતો હતો. ભૌગોલિક સ્થાન : તે આશરે 10° 00´થી 28° 30´ ઉ. અ. અને 92° 00´થી 101° 00´ પૂ. રે. વચ્ચેનો 6,76,553 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર પતંગને મળતો આવે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ…
વધુ વાંચો >યારેન
યારેન : ઑસ્ટ્રેલિયા તેમજ ન્યૂ ગિનીથી ઈશાનમાં આવેલા ટાપુદેશ નાઉરુનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 0° 45´ દ. અ. અને 166° 55´ પૂ. રે.. પૅસિફિક મહાસાગરમાં આવેલા આ ટાપુદેશના જિલ્લાઓ પૈકીનો એક. યારેન નાઉરુના નૈર્ઋત્ય કાંઠા પર આવેલું છે. નાઉરુ અહીંની સત્તાવાર ભાષા છે, તેમ છતાં અંગ્રેજી ભાષાનો પણ અહીં…
વધુ વાંચો >યુકોન
યુકોન : કૅનેડાના વાયવ્ય ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 60°થી 70° ઉ. અ. અને 124°થી 141° પ. રે. વચ્ચેનો 4,83,450 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યની દક્ષિણે બ્રિટિશ કોલંબિયા, ઉત્તર અને પશ્ચિમ દિશાએ યુ.એસ.ના અલાસ્કા રાજ્યની સીમા, ઉત્તર ભાગમાં થઈને ઉત્તર ધ્રુવવૃત્ત પસાર થાય છે, જ્યારે વધુ…
વધુ વાંચો >યુનાન
યુનાન : ચીનના નૈર્ઋત્ય ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 21°થી 29° ઉ. અ. અને 97°થી 106° પૂ. રે. વચ્ચેનો 4,36,200 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની ર્દષ્ટિએ ચીનનાં રાજ્યોમાં તે ચોથા ક્રમે આવે છે. નૈર્ઋત્યમાં તે પર્વતો અને ઉચ્ચપ્રદેશોથી ઘેરાયેલું છે. તેની વાયવ્યે તિબેટ, ઉત્તરે ઝેચિયાંગ, પૂર્વે…
વધુ વાંચો >યુરોપ
યુરોપ ઑસ્ટ્રેલિયાને બાદ કરતાં દુનિયાના બાકીના ખંડો પૈકીનો નાનામાં નાનો ખંડ. સ્થાન–સીમા–વિસ્તાર : આ ખંડ ઘણા નાના નાના દ્વીપકલ્પોથી બનેલો એક મહાદ્વીપકલ્પ છે. તેનું ‘યુરોપ’ નામ સેમિટિક ભાષાના શબ્દ ‘Erib’ (અર્થ = પશ્ચિમનો અથવા સૂર્યાસ્તનો પ્રદેશ) પરથી ઊતરી આવેલું છે. તે આશરે 35° 30´થી 71° 00´ ઉ. અ. અને 22°…
વધુ વાંચો >રક્સોલ
રક્સોલ : ભારત-નેપાળ સરહદે આવેલું બિહાર રાજ્યના પૂર્વ ચંપારણ્ય જિલ્લાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આશરે 27o ઉ. અ. અને 84o 50´ પૂ. રે. તેની ઉત્તરમાં અને પૂર્વમાં નેપાળ, દક્ષિણમાં જિલ્લાનો વિસ્તાર તથા પશ્ચિમે પશ્ચિમ ચંપારણ્ય જિલ્લો આવેલા છે. એક સમયે આ વિસ્તાર ચંપાનાં વૃક્ષોથી છવાયેલો રહેતો હતો, પરંતુ વર્તમાન સમયમાં…
વધુ વાંચો >