નીતિન કોઠારી
મુંબઈ (શહેર)
મુંબઈ (શહેર) : મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર અને કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન : તે 18° 58´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે. પર આવેલું છે. શહેરની ઉત્તરે મુંબઈ જિલ્લો અને બાકીની ત્રણેય દિશાઓમાં અરબી સમુદ્ર આવેલો છે. કોંકણપટ્ટીના સમુદ્રકિનારે આવેલા મૂળ સાત ટાપુઓના સમૂહને સાંકળી લઈને આ શહેરનું નિર્માણ કરવામાં…
વધુ વાંચો >મુંબઈ મહાનગર (બૃહદ્ મુંબઈ)
મુંબઈ મહાનગર (બૃહદ્ મુંબઈ) (જિલ્લો – પરાવિસ્તાર સહિત) : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 18° 58´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે.ની આજુબાજુનો 534 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. મહારાષ્ટ્ર રાજ્યનો તે નાનામાં નાનો જિલ્લો હોવા છતાં વસ્તીની ર્દષ્ટિએ પ્રથમ ક્રમે…
વધુ વાંચો >મૃત્યુદર
મૃત્યુદર (mortality rate) : દર 1,000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન થયેલાં મૃત્યુનું પ્રમાણ. જન્મ પછી કોઈ પણ સમયે જીવનનાં બધાં જ લક્ષણો અર્દશ્ય થઈ જાય તેને મૃત્યુ તરીકે ઓળખવામાં આવે છે. મૃત્યુપ્રમાણના આંકડા જન્મ-મરણની નોંધણીપદ્ધતિ દ્વારા મેળવાય છે. દુનિયાના મોટાભાગના દેશો જન્મ-મરણની નોંધણી અંગે દુર્લક્ષ સેવે છે. આથી મૃત્યુપ્રમાણના આંકડા…
વધુ વાંચો >મેઇન (Maine)
મેઇન (Maine) : યુ.એસ.ના ઈશાન કોણમાં આવેલા ન્યૂ ઇંગ્લૅન્ડ વિભાગનાં છ રાજ્યો પૈકીનું સૌથી મોટું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 43°થી 47° 30´ ઉ. અ. અને 67°થી 71° પ. રે. વચ્ચેનો 91,646 ચોકિમી. (કિનારાની અંદરના 5,811 ચોકિમી. જળવિસ્તાર સહિત) જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્ય ન્યૂ ઇંગ્લૅન્ડ વિભાગના…
વધુ વાંચો >મૅકમેહૉન રેખા
મૅકમેહૉન રેખા : ભારતની ઉત્તર-પૂર્વ(ઈશાન)માં આશરે 1,500 કિમી.ની સરહદ દર્શાવતી રેખા. ઈ. સ. 1914માં ભરવામાં આવેલી સિમલા પરિષદમાં બ્રિટન, ચીન અને તિબેટના પ્રતિનિધિઓએ ભારતની ઈશાન દિશામાં આવેલ સીમાની રેખા નક્કી કરી હતી. 1640માં મૉંગોલોએ દલાઈ લામાને તિબેટનો હક્ક આપ્યો હતો. ત્યારબાદ મંચુઓએ ચીન અને તિબેટ પર પ્રભુત્વ સ્થાપ્યું. તિબેટ ભારતની…
વધુ વાંચો >મૅકિન્ડર, હૅલફર્ડ જૉન (સર)
મૅકિન્ડર, હૅલફર્ડ જૉન (સર) (જ. 15 ફેબ્રુઆરી 1861, ગેઇન્સબરો, લિંકનશાયર, ઇંગ્લૅન્ડ; અ. 6 માર્ચ 1947, પાર્કસ્ટન, ડૉરસેટશાયર) : વૈશ્વિક ભૂરાજકીય સંકલ્પના માટે જાણીતા બ્રિટિશ ભૂગોળવેત્તા અને કેળવણીકાર. તેઓ સ્કૉટિશવંશી એક ડૉક્ટરના પુત્ર હતા. તેમને બાળપણથી જ ગ્રામીણ વિસ્તારોના પ્રાકૃતિક ઇતિહાસની જાણકારી મેળવવાનો અને વિક્ટોરિયન યુગના પ્રવાસીઓનાં વર્ણનો વાંચવાનો અનહદ શોખ…
વધુ વાંચો >મેસીનાની સામુદ્રધુની
મેસીનાની સામુદ્રધુની : ભૂમધ્ય સમુદ્ર-વિસ્તારમાં આવેલી સામુદ્રધુની. ભૌગોલિક સ્થાન : 38° 12´ ઉ. અ. અને 15° 33´ પૂ. રે.. તે ઇટાલી (પૂર્વ તરફ) અને સિસિલી ટાપુ(પશ્ચિમ તરફ)ને અલગ કરે છે, પરંતુ ભૂમધ્ય સમુદ્રના ફાંટાઓરૂપ પશ્ચિમ તરફ આવેલા તિરહેનિયન અને પૂર્વ તરફ આવેલા આયોનિયન સમુદ્રોને સાંકળે છે. તેની લંબાઈ 32થી 40…
વધુ વાંચો >મૅંગલોર (મંગળુરુ)
મૅંગલોર (મંગળુરુ) : કર્ણાટક રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લામાં અરબી સમુદ્રના મલબાર કિનારે આવેલું મુખ્ય બંદર અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 12° 52´ ઉ. અ. અને 74° 53´ પૂ. રે. પર આશરે 31.7 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : મૅંગલોરનો સમગ્ર વિસ્તાર સમુદ્રસપાટીથી 5 મીટરથી વધુ…
વધુ વાંચો >મોજું
મોજું : સમુદ્રની જળસપાટી પર પવનથી ઉદભવતી હલનચલનની સ્થિતિ. સમુદ્રની ઉપલી સપાટી હવાના સંપર્કમાં આવવાથી તેનાં જળ હલનચલન તેમજ ગતિ પ્રાપ્ત કરે છે. આ પ્રકારની ક્રિયાને મોજું કહે છે. આ મોજાંનો પ્રભાવ મોટેભાગે માત્ર સપાટીની થોડીક ઊંડાઈ પૂરતો જ સીમિત રહે છે, ઊંડાઈ તરફ જતાં તેની અસર ઘટતી જાય છે.…
વધુ વાંચો >મોડાસા
મોડાસા : ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક તેમજ જિલ્લા મથક. ભૌગોલિક સ્થાન : તે 23° 28´ ઉ. અ. અને 73° 18´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તાલુકાનો કુલ વિસ્તાર 602.78 ચોકિમી. છે. તેની ઉત્તર દિશાએ ભિલોડા તાલુકો, પૂર્વ તરફ મેઘરજ અને માલપુર, દક્ષિણ તરફ…
વધુ વાંચો >