નીતિન કોઠારી

માલેગાંવ

માલેગાંવ : મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં આવેલો તાલુકો અને તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : 20° ઉ. અ. અને 74° પૂ. રે. આ તાલુકો જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલો છે. પશ્ચિમ ઘાટના પ્રદેશમાં આવેલા આ તાલુકાનો પૂર્વ ભાગ પહાડી છે. અહીંની જમીનો કાળી અને રાખોડી રંગની છે. તાપી નદીની…

વધુ વાંચો >

માંડલે

માંડલે : મ્યાનમાર(બ્રહ્મદેશ)ની મધ્યમાં, ઇરાવદી નદીને કિનારે આવેલું શહેર. વસ્તીની ર્દષ્ટિએ રંગૂન, હવે યાંગોન પછી તે બીજા ક્રમે આવે છે. ભૌગોલિક સ્થાન : 22° 00´ ઉ. અ. અને 96° 06´ પૂ. રે.. આ શહેર ઇરાવદી અને તેની સહાયક નદીઓના કાંપથી જમાવટ પામેલા વિસ્તારમાં આવેલું હોવાથી અહીં સમતળ મેદાની પ્રદેશ નિર્માણ…

વધુ વાંચો >

મિશિગન (શહેર)

મિશિગન (શહેર) : યુ.એસ.ના ઇન્ડિયાના રાજ્યના લા પૉર્ટ પરગણામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 41° 42´ ઉ. અ. અને 86° 53´ પ. રે. પર આવેલું છે. તે શિકાગોથી પૂર્વમાં આશરે 90 કિમી. દૂર આવેલું છે. એક સમયે અહીંથી ફક્ત લાકડાંની જ નિકાસ થતી હતી, પરંતુ આજે અહીં મોટરગાડીઓ, વીજાણુયંત્રો,…

વધુ વાંચો >

મિસિસિપી (નદી)

મિસિસિપી (નદી) : દુનિયામાં સૌથી મોટી–લાંબી ગણાતી નદીઓ પૈકીની ત્રીજા ક્રમે આવતી યુ.એસ.ની નદી. આ નદી મિનેસોટા રાજ્યના ઇટાસ્કા (Itasca) સરોવરમાંથી એક નાનકડા વહેળા રૂપે નીકળે છે, યુ.એસ.ના સમગ્ર ઉત્તર-દક્ષિણ વિસ્તારને પસાર કરી છેવટે તે મૅક્સિકોના અખાતને મળે છે. મૂળથી મુખ સુધીની તેના પ્રવહનપથની લંબાઈ 3,766 કિમી. છે. દર સેકંડે…

વધુ વાંચો >

મીઠાપુર

મીઠાપુર : જામનગર જિલ્લાના ઓખામંડલ તાલુકાનું એક શહેર. આ શહેર 22° 27´ ઉ. અ. અને 69° 00´ પૂ. રે. પર આવેલું છે. ઓખામંડલ તાલુકાના મેદાની વિસ્તારમાં વસેલું આ શહેર પ્રમાણમાં સૂકી આબોહવા ધરાવે છે. જાન્યુઆરી માસનું સરેરાશ મહત્તમ તાપમાન 26° સે. અને લઘુતમ તાપમાન 11° સે. રહે છે; જ્યારે જૂન…

વધુ વાંચો >

મીરજ

મીરજ : મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 16° 50´ ઉ. અ. અને 74° 38´ પૂ. રે. પર આવેલો છે. ભૂપૃષ્ઠ : દક્ષિણના ઉચ્ચ પ્રદેશ વિભાગમાં આ તાલુકો આવેલો હોવાથી અહીં સહ્યાદ્રિ હારમાળાના ખડકો જોવા મળે છે. કૃષ્ણા નદી આ તાલુકામાંથી વહેતી હોવાથી તેના…

વધુ વાંચો >

મુઝફ્ફરાબાદ (જિલ્લો)

મુઝફ્ફરાબાદ (જિલ્લો) : પાકિસ્તાન હસ્તક રહેલા કાશ્મીરના દસ જિલ્લાઓમાનો એક. ભૌગોલિક સ્થાન : 34 19´ ઉ. અ. અને 73 39´ પૂ. રે.ની આસપાસ આવેલો છે. આ જિલ્લાની મુખ્ય નદીઓ જેલમ અને નિલમ છે. આ સિવાય અન્ય શાખા નદીઓ પણ વહે છે. મોટે ભાગે તે સમુદ્રસપાટીથી 700થી 800 મીટરની ઊંચાઈ ધરાવે છે. પાકિસ્તાને…

વધુ વાંચો >

મુન્નાર

મુન્નાર : કેરળ રાજ્યના ઇડુક્કી જિલ્લાનું જાણીતું પ્રવાસધામ. ભૌગોલિક સ્થાન : આશરે 10° 10´ ઉ. અ. અને 77° 10´ પૂ. રે. તે કોચીનથી પૂર્વમાં આશરે 130 કિમી. દૂર આવેલું છે. ભૂપૃષ્ઠ–આબોહવા : કાર્ડેમમ પર્વતીય હારમાળાના ખીણભાગમાં આવેલો આ વિસ્તાર કન્નન દેવન હિલ્સના નામથી જાણીતો છે. 2,300 મીટર કરતાં વધુ ઊંચાઈએ…

વધુ વાંચો >

મુરવાડા

મુરવાડા : મધ્યપ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન : 23° 05´ ઉ. અ. અને 80° 24´ પૂ. રે.. તે કટની અને સુમરાર નદીઓની વચ્ચે કટની નદીને દક્ષિણ કાંઠે આવેલું છે. તે રેલમાર્ગ પરનું જંક્શન હોવાને કારણે તેની આજુબાજુના વિસ્તાર માટેનું વેપારી મથક બની રહેલું છે. રેલજંક્શન બન્યા પછી તેનો…

વધુ વાંચો >

મુલતાન

મુલતાન :પાકિસ્તાનના પશ્ચિમ પંજાબના નૈર્ઋત્ય ભાગમાં આવેલા જિલ્લાનું શહેર. તે ધર્મગુરુઓના શહેર તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 30 11´ ઉ. અ. અને 71 28´ પૂ. રે. તે ચિનાબ (ચંદ્રભાગા) નદીને કાંઠે સ્થિત છે. આ શહેરનો વિસ્તાર 560 ચો. કિમી. જ્યારે તેની મહત્તમ ઊંચાઈ 153 મીટર છે. પાકિસ્તાનનાં મોટાં…

વધુ વાંચો >