નીતિન કોઠારી

બિજનોર (બિજનૌર)

બિજનોર (બિજનૌર) : ઉત્તરપ્રદેશ રાજ્યના મધ્ય-ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લો 29° 02´થી 29° 57´ ઉ. અ. અને 77° 59´થી 78° 56´ પૂ. રે. વચ્ચેનો 4,715 ચોકિમી. જેટલો ત્રિકોણાકાર વિસ્તાર આવરી લે છે. તેનો  સમાવેશ બરેલી (રોહિલખંડ) વિભાગમાં કરવામાં આવેલો છે. તેની સમગ્ર પશ્ચિમ…

વધુ વાંચો >

બિજાપુર (જિલ્લો)

બિજાપુર (સત્તાવાર વિજયાપુરા) : કર્ણાટક રાજ્યના 31 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 16° 82´ ઉ. અ. અને 75° 71´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. જે કર્ણાટક રાજ્યના ઉત્તર ભાગમાં રહેલો છે. દક્ષિણ ભારતની કૃષ્ણા અને ભીમા નદીની વચ્ચે આ જિલ્લો આવેલો છે. જેની પૂર્વમાં ગુલબર્ગા અને યાદગીર જિલ્લા, દક્ષિણે રાયચુર…

વધુ વાંચો >

બિલખા

બિલખા : સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢથી અગ્નિખૂણે ગિરનારની તળેટી નજીક આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 21° 26´ ઉ. અ. અને 70° 36´ પૂ. રે. આઝાદી પૂર્વે આ એક દેશી રાજ્ય હતું, તે વખતે તેના કબજા હેઠળ 25 જેટલાં ગામોનો વહીવટ હતો. તેની આજુબાજુનું ભૂપૃષ્ઠ લાવાના ખડકોથી બનેલું હોવાથી તેનો ભૂમિભાગ…

વધુ વાંચો >

બિલ્મા

બિલ્મા : પશ્ચિમ આફ્રિકાના નાઇજર દેશની ઈશાનમાં અગાદેઝ વિસ્તારમાં ચાડ સરોવરની ઉત્તરે આશરે 480 કિમી. અંતરે આવેલો રણદ્વીપ (18° 30´ ઉ. અ. અને 13° 30´ આજુબાજુ) તથા તે જ નામ ધરાવતું નગર (18° 46´ ઉ. અ. અને 12° 50´ પૂ. રે.). રણદ્વીપ : આ રણદ્વીપ 96 કિમી. લંબાઈનો અને 16…

વધુ વાંચો >

બીડ (મહારાષ્ટ્ર)

બીડ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા-મથક, તાલુકા-મથક તથા નગર. ભૌગોલિક સ્થાન : તે 18° 28´થી 19° 27´ ઉ. અ. અને 74° 54´થી 76° 57´ પૂ. રે. વચ્ચેનો 10,693 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જાલના, ઈશાન અને પૂર્વ તરફ પરભણી અને લાતુર,…

વધુ વાંચો >

બીર

બીર (1) : મધ્યપ્રદેશ રાજ્યના નિમાડ જિલ્લાનું મહત્વનું નગર. તે 22° 8´ ઉ. અ. અને 76° 35´ પૂ. રે. પર સમુદ્રસપાટીથી આશરે 300 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેની ઉત્તરે વિંધ્યાચળ અને દક્ષિણે સાતપુડા ટેકરીઓ આવેલી છે. આ હારમાળાઓની વચ્ચેના નીચાણવાળા પ્રદેશમાં નર્મદાની એક શાખાનદી પર તે વસેલું છે. અહીંથી આશરે…

વધુ વાંચો >

બીવા સરોવર

બીવા સરોવર : જાપાનમાં આવેલું મોટામાં મોટું સ્વચ્છ જળનું સરોવર. જાપાની ભાષામાં તે બીવા-કો નામથી ઓળખાય છે. તે બીવા નામના જાપાની વાજિંત્રના આકારનું હોવાથી તેને ‘બીવા’ નામ અપાયેલું છે. ભૌગોલિક સ્થાન : 35° 15´ ઉ. અ. અને 136° 05´ પૂ. રે. પર તે હોંશુ ટાપુના દક્ષિણ-મધ્ય ભાગમાં કિયોટોથી ઈશાનમાં 9…

વધુ વાંચો >

બેટ દ્વારકા

બેટ દ્વારકા : ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના ઓખામંડળ તાલુકામાં આવેલો એક બેટ. ભૌગોલિક સ્થાન : તે 22° 27´થી 22° 29´ ઉ. અ. અને 69° 5´થી 69° 9´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ બેટ ઉપર ‘બેટ’ નામનું ગામ વસેલું છે. નજીકનાં અન્ય નાનાં ગામોમાં બાલાપુર, ખંભાળા અને પારનો સમાવેશ થાય…

વધુ વાંચો >

બેલુર

બેલુર (Belur) : કર્ણાટક રાજ્યના હસન જિલ્લાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 13° 08´ ઉ. અ. અને 75° 15´ પૂ. રે. તેની વાયવ્યમાં 70 કિમી. અંતરે ચિકમગલુર, અગ્નિકોણમાં 50 કિમી. અંતરે હસન અને પશ્ચિમે 200 કિમી. અંતરે મેંગલોર શહેર આવેલાં છે. ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : બેલુરનો પ્રદેશ પશ્ચિમઘાટની હારમાળામાં આશરે 600 મીટરની ઊંચાઈ…

વધુ વાંચો >

બોડેલી

બોડેલી : ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાનું ગામ. ભૌગોલિક સ્થાન : 22o 16´ ઉ. અ. અને 73o 43´ પૂ. રે. તે સમુદ્રસપાટીથી આશરે 80 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ઓરસંગ નદી આ ગામ પાસેથી પસાર થાય છે. અહીં ચોખા છડવાની મિલ, દાળની અને તેલની મિલ, તેમજ ટાઇલ્સ અને બરફ…

વધુ વાંચો >