નિરંજન ભગત

સોલંકી રમણીકલાલ છગનલાલ

સોલંકી, રમણીકલાલ છગનલાલ (જ. 12 જુલાઈ 1931, રાંદેર) : પત્રકાર. માતા ઇચ્છાબહેન. પિતા છગનલાલ. એમનું બાળપણ રાંદેરમાં વીત્યું; પછી તેઓ અભ્યાસ અર્થે સૂરત ગયા. 1949માં આઇરિશ પ્રેસ્બિટેરિયન મિશન સ્કૂલમાંથી મૅટ્રિક થયા, એમ.ટી.બી. કૉલેજમાંથી અર્થશાસ્ત્રના વિષયમાં બી.એ. તથા સાર્વજનિક લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા. વિદ્યાર્થીકાળમાં જ તેઓ 1950–54માં રાંદેર વિદ્યાર્થી મંડળના પ્રમુખ…

વધુ વાંચો >

હેઝલિટ વિલિયમ

હેઝલિટ, વિલિયમ (જ. 10 એપ્રિલ 1778, મેડસ્ટોન; અ. 18 સપ્ટેમ્બર 1830) : અંગ્રેજ વિવેચક અને નિબંધકાર. પિતા યુનિટેરિયન મિનિસ્ટર હતા. એમની ઇચ્છા અનુસાર 1793માં હેઝલિટે હેકનીની યુનિટેરિયન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. જોકે એમને ધર્મશાસ્ત્રથી વિશેષ તો ફિલસૂફી અને રાજકારણમાં રસ હતો. 1798માં કોલરિજ અને વર્ડ્ઝવર્થ સાથે એમનું મિલન થયું. એ…

વધુ વાંચો >

હેલન

હેલન : ગ્રીક મહાકવિ હોમરના મહાકાવ્ય ‘ધી ઇલિયડ’ની નાયિકા. જગતની સુન્દરતમ સ્ત્રી. ટ્રૉયના યુદ્ધમાં નિમિત્તરૂપ, કારણરૂપ. દેવાધિદેવ ઝ્યુસે લીડા સાથે રતિક્રીડા કરી એના પરિણામે અંડજમાંથી એનો જન્મ. આમ ઝ્યુસ એના દૈવી પિતા. લીડાના પતિ સ્પાર્ટાના રાજા ટિન્ડારુસ એના દુન્યવી પિતા. એ કિશોરવયની હતી ત્યારે એના સૌંદર્યના આકર્ષણને કારણે થીસીઅસે એનું…

વધુ વાંચો >

હેસ હરમાન

હેસ, હરમાન (જ. 2 જુલાઈ 1877, કાલ્વ, વુર્ટમ્બર્ગ; અ. 9 ઑગસ્ટ 1962, મોન્ટાગ્લોના, લુગાનોલ, સ્વિટ્ઝર્લૅન્ડ) : જર્મન નવલકથાકાર અને કવિ. એમના પિતા અને માતામહ ભારતમાં મિશનરી હતાં. મોલબ્રોનની થિયોલોજીની શાળામાં અભ્યાસ અર્થે દાખલ થયા હતા, પણ પછી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આરંભમાં તેઓ ગ્રંથવિક્રેતાના વ્યવસાયમાં હતા, પણ 1904થી જીવનભર તેઓએ…

વધુ વાંચો >