નિરંજન ભગત
થિયોક્રિટસ
થિયોક્રિટસ (જ. આશરે ઈ. સ. પૂ. 308, સાઇરાક્યૂઝ; અ. ઈ. સ. પૂ. 240) : ગ્રીક ગોપકવિ. આરંભમાં તેઓ સિસિલીમાં વસ્યા હતા અને ત્યાં કાવ્યસર્જન કર્યું હતું. પછી તેઓ કોસમાં વસ્યા હતા અને ફિલેટાસની આસપાસ જે કવિવૃન્દ હતું તેના સભ્ય થયા હતા. ઈ. સ. પૂ. 270ની આસપાસ થોડાંક વર્ષ માટે તેઓ…
વધુ વાંચો >પ્રેવેર, ઝાક
પ્રેવેર, ઝાક (જ. 1900, પૅરિસ; અ. 1977, ઓમોવિલ-લા-પતીતી) : ફ્રેંચ કવિ અને સિનેસર્જક. મધ્યમ વર્ગના સામાન્ય કુટુંબમાં જન્મ. આરંભમાં ડિપાર્ટમેન્ટ-સ્ટોરમાં મદદનીશ તરીકે કામ કર્યું. 1920–21માં લશ્કરી તાલીમ લીધી. 1926–29માં પરાવાસ્તવવાદના આંદોલનમાં સક્રિય હતા. 1931માં ‘કૉમર્સ’ સામયિકમાં એક દીર્ઘ કથનાત્મક કટાક્ષકાવ્ય ‘દીને દ તેત’ પ્રગટ કર્યું. તે સમયથી કવિ તરીકે પ્રસિદ્ધ…
વધુ વાંચો >ફ્રી વર્સ
ફ્રી વર્સ : કાવ્યરચનાના સંદર્ભમાં વપરાતો શબ્દપ્રયોગ. ફ્રી વર્સને ગુજરાતીમાં મુક્ત પદ્ય કહી શકાય. પણ ‘ફ્રી વર્સ’ – ‘મુક્ત પદ્ય’ – શબ્દપ્રયોગ એ વદતોવ્યાઘાત છે. પદ્યમાં લયનું નિયંત્રણ-નિયમન અનિવાર્યપણે હોય જ; એથી તો પદ્યનું પદ્યત્વ સિદ્ધ થાય છે. એટલે પદ્ય મુક્ત ન હોય. પદ્ય હોય તો મુક્ત નહિ, અને મુક્ત…
વધુ વાંચો >ફ્રેન્ચ સાહિત્ય
ફ્રેન્ચ સાહિત્ય ફ્રેન્ચ સાહિત્યનો નવમી સદીથી આજ લગીનો બારસો વરસનો ઇતિહાસ. એમાં 5 યુગો છે : મધ્યકાલીન યુગ, પુનરુત્થાન યુગ, પ્રશિષ્ટતાનો યુગ, રંગદર્શિતાનો યુગ અને અર્વાચીન યુગ. મધ્યકાલીન યુગ : સાહિત્ય તરીકે ફ્રેન્ચ સાહિત્યનો આરંભ બારમી સદીમાં થયો હતો. ફ્રાંસ ત્યારે યુરોપનું બૌદ્ધિક અને સાંસ્કૃતિક કેન્દ્ર હતું. પણ ફ્રેન્ચ પ્રજા…
વધુ વાંચો >બોદલેર, શાર્લ
બોદલેર, શાર્લ (જ. 9 એપ્રિલ 1821, પૅરિસ; અ. 31 ઑગસ્ટ 1867, પૅરિસ) : ફ્રેંચ કવિ અને કલાવિવેચક. વૃદ્ધ પિતા ફ્રાંસ્વા અને યુવાન માતા કારોલિનના એ એકના એક પુત્ર હતા. 6 વર્ષની વયના હતા ત્યારે પિતાનું અવસાન થયું. ત્યાં લગીનું એમનું શૈશવ લીલાલીલા સ્વર્ગ સમું હતું. એક જ વર્ષ પછી માતાએ…
વધુ વાંચો >બ્લૅન્ક વર્સ
બ્લૅન્ક વર્સ : અંગ્રેજી પદ્યરચનાનો એક પ્રકાર. આ પદ્યરચનામાં પ્રાસરહિતત્વ છે એથી એ બ્લૅન્ક કહેવાય છે. વ્યાખ્યાથી તો, કોઈ પણ પ્રકારની પ્રાસરહિત પદ્યરચનાને બ્લૅન્ક વર્સ કહી શકાય; પણ છેલ્લાં 450 જેટલાં વરસમાં મોટાભાગનાં કાવ્યો પ્રાસરહિત પદ્યરચનાના જે પ્રકારમાં રચાયાં છે તે પદ્યરચના એટલે કે આયૅમ્બિક ગણનાં 5 આવર્તનોની પ્રાસરહિત પંક્તિ…
વધુ વાંચો >ભટ્ટ, સંતપ્રસાદ રણછોડદાસ
ભટ્ટ, સંતપ્રસાદ રણછોડદાસ (જ. 24 ફેબ્રુઆરી 1916, સૂરત; અ. 24 મે 1984, અમદાવાદ) : ગુજરાતના અંગ્રેજી ભાષાના જાણીતા પ્રાધ્યાપક, વિદ્વાન, જોશીલા વક્તા, નીડર રાજકારણી અને લેખક. પિતા રણછોડદાસ અને માતા વિજયાગૌરી બંને શિક્ષણના વ્યવસાયમાં હતાં એથી એમને શિક્ષણ તો વારસામાં જ પ્રાપ્ત થયું હતું. વ્યવસાયી માતા-પિતાનું એકનું એક સંતાન એથી…
વધુ વાંચો >મીરાં
મીરાં (જ. 1498, કૂડકી; અ. 1563 આશરે) : ભારતની મહાન સંત કવયિત્રી. મીરાંના જીવનચરિત્ર માટે કોઈ ઐતિહાસિક આધાર મળતો નથી. તેના વિશે માત્ર કેટલીક જનશ્રુતિઓ જ ઉપલબ્ધ છે. આધાર કહો કે પ્રમાણ કહો, જે કંઈ સુલભ છે તે મીરાંનાં પદો. મીરાંનાં પદો અને એમાંથી મીરાંનું જે વ્યક્તિત્વ પ્રગટ થાય છે…
વધુ વાંચો >વક્તૃત્વકળા
વક્તૃત્વકળા : વાણીનો પ્રભાવક વિનિયોગ કરવાની કળા અને તે અંગેના નિયમોના અભ્યાસ તેમજ પ્રયોગનું શાસ્ત્ર. વક્તૃત્વકળા સામાન્ય રીતે સફળ વક્તા કેમ થવાય એ માટેની સાધના માગી લેતી કળા લેખાય છે. વક્તૃત્વકળા ને સાહિત્યકળા વાણીથી ગાઢ રીતે સંબદ્ધ છતાં બન્ને ભિન્ન ભિન્ન કળાઓ છે. વક્તૃત્વકળા અવબોધમૂલક કળા છે; જ્યારે સાહિત્યની કળા…
વધુ વાંચો >સત્ય
સત્ય ભારતીય તત્વજ્ઞાનના સંદર્ભમાં દેશકાલાતીત અસ્તિત્વ ધરાવતું તત્વ. ઋગ્વેદના દશમા મંડળના સૂક્ત 129ના નાસદીય સૂક્તમાં સૃદૃષ્ટિની ઉત્પત્તિ વિશે વિવિધ મતો નિરૂપાયા છે. આ સૃદૃષ્ટિ સત્માંથી કે અસત્માંથી ઉત્પન્ન થઈ છે એ પ્રશ્ન આરંભે ચર્ચતાં સૂક્તમંત્ર કહે છે કે સૃદૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં સત્ કે અસત્ કશું જ ન હતું, પણ કાંઈક…
વધુ વાંચો >