નાનુભાઈ સુરતી

ઉદયન ચિનુભાઈ

ઉદયન ચિનુભાઈ (જ. 25 જુલાઈ 1929, અમદાવાદ) : પ્રસિદ્ધ ભારતીય નિશાનબાજ ખેલાડી અને અમદાવાદના સુપ્રસિદ્ધ સર ચિનુભાઈ કુટુંબના નબીરા. પિતાનું નામ ગિરિજાપ્રસાદ ચિનુભાઈ. માતાનું નામ તનુમતી. તેમનું નિવાસસ્થાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ધામ હતું. ઉદયનની યશસ્વી કારકિર્દી એ રીતે જ ઘડાઈ હતી. તેઓ બી.એ. (ઓનર્સ) થયા ત્યાં સુધી સાક્ષર શ્રી ધૂમકેતુએ ગુજરાતીનું…

વધુ વાંચો >

કર્ણીસિંહ શાર્દૂલસિંહ

કર્ણીસિંહ શાર્દૂલસિંહ (જ. 21 એપ્રિલ 1942, બિકાનેર; અ. 6 સપ્ટેમ્બર 1988, દિલ્હી) : નિશાનબાજીમાં ટ્રૅપ-શૂટિંગની સ્પર્ધાના ભારતના શ્રેષ્ઠ ખેલાડી. 28 વર્ષની વયે નૅશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો. એ પછી અમેરિકામાં કુશળ પ્રશિક્ષક પાસે તાલીમ લઈને ભારત આવ્યા. પાંચમી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધામાં સોમાંથી 93 નિશાન વીંધીને રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો અને એ…

વધુ વાંચો >

ધ્યાનચંદ

ધ્યાનચંદ (જ. 29 ઑગસ્ટ 1905, અલ્લાહાબાદ; અ. 3 ડિસેમ્બર 1979, દિલ્હી) : ભારતીય હૉકીના વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ મેળવનાર સર્વોત્કૃષ્ટ ખેલાડી અને સુકાની. પંદર વર્ષની ઉમરથી તેમણે હૉકી રમવાની શરૂઆત કરી હતી જેમાં પ્રાપ્ત કરેલ નિપુણતાને કારણે 1922માં ભારતીય લશ્કરમાં સિપાહી તરીકે ભરતી થયા અને છેક મેજરના પદ સુધી પહોંચ્યા હતા. હૉકીના…

વધુ વાંચો >

નવરોતિલોવા, માર્ટિના

નવરોતિલોવા, માર્ટિના (જ. 18 ઑક્ટોબર 1956 ચેકોસ્લોવૅકિયાના પ્રાગ શહેરમાં) : લૉન-ટેનિસની રમતમાં અનેક સિદ્ધિઓ મેળવનારી મહિલા ખેલાડી. તે ટેનિસમાં સર્વિસ અને વૉલીની રમત માટે જાણીતી હતી. ‘ક્રૉસ કોર્ટ’ અને ‘ડ્રૉપ વૉલી’ના ફટકાથી એ વિરોધીને મૂંઝવતી હતી. પાતળું અને સ્નાયુબદ્ધ શરીર ધરાવતી ડાબોડી માર્ટિના નવરોતિલોવા પાસે કસાયેલું ખમીર, માનસિક સ્વસ્થતા અને…

વધુ વાંચો >

નહેરુ (નેહરુ) સ્ટેડિયમ

નહેરુ (નેહરુ) સ્ટેડિયમ : નવી દિલ્હીના લોદી માર્ગ પાસે આવેલું અદ્યતન સુવિધાઓ ધરાવતું રમતગમતનું સ્ટેડિયમ. 15 એકર જમીન પર 60,254 પ્રેક્ષકોને સમાવતું આ સ્ટેડિયમ નવમા એશિયાઈ રમતોત્સવનું મુખ્ય કેન્દ્ર હતું. એ એશિયાઈ રમતોત્સવના ઉદ્ઘાટન અને સમાપનનો ભવ્ય કાર્યક્રમ અહીં યોજાયો હતો. પં. જવાહરલાલ નહેરુના નામ સાથે સંકળાયેલા આ વિશાળ સ્ટેડિયમમાં…

વધુ વાંચો >

નાણાવટી, કમલેશ

નાણાવટી, કમલેશ (જ. 21 મે 1950, અમદાવાદ) : ગુજરાતના જાણીતા તરવૈયા અને કોચ. બી.કૉમ., એલએલ.બી. થયા પછી તરણસ્પર્ધામાં રસ લેતા. 1968થી 1973 સુધી રાજ્યકક્ષાએ વિજેતાપદ જાળવી રાખ્યું. 1973માં લંડનના વિન્ડરમિયરમાં યોજાયેલી લાંબી તરણસ્પર્ધામાં ભાગ લીધો. 1975માં ગુજરાત રાજ્યનો સરદાર પટેલ ઍવૉર્ડ મેળવ્યો. 1977માં ભારતીય વૉટર પોલો ટીમના કૅપ્ટન બન્યા અને…

વધુ વાંચો >

નાદિયા, કૉમેનેસી

નાદિયા, કૉમેનેસી (જ. 12 નવેમ્બર 1961, ઑનેસ્ટી, રુમાનિયા) : વિશ્વખ્યાત ખેલકૂદ મહિલા ખેલાડી (gymnast). 1976ની મૉન્ટ્રિયલ ઑલિમ્પિકમાં ખેલકૂદ(gymnastics)માં સંપૂર્ણપણે ‘દસ પૉઇન્ટ’ મેળવનારી વિશ્વની પ્રથમ જિમ્નૅસ્ટ બની હતી. બૅલન્સ બીમ અને એસિમેટ્રિકલ બાર્સમાં અનોખી છટા અને કૌશલ દાખવ્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરે આકર્ષક ખેલાડી તરીકે નામના મેળવ્યા બાદ યુરોપની જુદી…

વધુ વાંચો >

નાયડુ, સી. કે.

નાયડુ, સી. કે. (જ. 31 ઑક્ટોબર 1895, વિજયવાડા, આંધ્રપ્રદેશ; અ. 14 નવેમ્બર 1967, ઇંદોર, મધ્યપ્રદેશ) : ભારતીય ક્રિકેટના પ્રથમ ટેસ્ટ સુકાની, ઝડપી બૅટિંગ કરતા ખમીરવંતા બૅટધર અને ચપળ ક્ષેત્રરક્ષક. 1916થી મુંબઈમાં ખેલાતી ચતુરંગી સ્પર્ધામાં ખેલતા હતા. 1926–27માં પ્રવાસી એમ.સી.સી. ટીમ સામે રમતાં 11 છગ્ગા અને 13 ચોગ્ગા સાથે 100 મિનિટમાં…

વધુ વાંચો >

નિસાર, મહંમદ

નિસાર, મહંમદ (જ. 1 ઑગસ્ટ 1910; અ. 11 માર્ચ 1963) : પતિયાળા, દક્ષિણ પંજાબ, ઉત્તરપ્રદેશ અને ભારત વતી ખેલનાર અત્યંત ઝડપી ગોલંદાજ. પંજાબના પહાડી પ્રદેશમાં જન્મેલા ઊંચા અને મજબૂત બાંધાના આ ગોલંદાજની દડો નાખવાની રીત અત્યંત પદ્ધતિસરની હોવાથી દડાને આઉટસ્વિંગ અને ઇનસ્વિંગ કરી શકતા હતા. કારકિર્દીના પ્રારંભે સુરવાળ પહેરીને ગોલંદાજી…

વધુ વાંચો >

સહગલ, લક્ષ્મી (કૅપ્ટન લક્ષ્મી)

સહગલ, લક્ષ્મી (કૅપ્ટન લક્ષ્મી) (જ. 24 ઑક્ટોબર 1914, ચેન્નાઈ) : સ્વાતંત્ર્યસેનાની અને નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળની ‘આઝાદ હિંદ ફોજ’(INA)ની મહિલાપાંખનાં સેનાપતિ. પિતા એસ. સ્વામીનાથન્ ડૉક્ટર અને માતા અમ્મુ સ્વામીનાથન્ સામાજિક અને રાજકીય કાર્યકર હતાં. રાજકીય ક્ષેત્રે અમ્મુ સ્વામીનાથન્ ભારતના બંધારણસમિતિનાં સભ્ય (1946-49), પ્રથમ લોકસભાના સભ્ય (1952-57) તથા રાજ્યસભાના સભ્ય…

વધુ વાંચો >