નવનીત દવે

નૉર્થકોટ-ટ્રેવેલિયન સમિતિ

નૉર્થકોટ-ટ્રેવેલિયન સમિતિ : વહીવટી સેવાની સમીક્ષા કરી તેમાં સુધારાવધારા સૂચવવા માટે ઇંગ્લૅન્ડમાં નીમવામાં આવેલ સમિતિ (1853). એક સમયે ઇંગ્લૅન્ડ અને તેના સામ્રાજ્યના વિસ્તારોના વહીવટમાં લાગવગશાહીનું દૂષણ ઠીક પ્રમાણમાં વિકસ્યું હતું અને વિકલ્પના અભાવે તેને લાંબા સમય સુધી સહન કરવામાં આવ્યું હતું. આ દૂષણની તપાસ કરી તે અંગે સુચિંતિત અહેવાલ રજૂ…

વધુ વાંચો >

નૉર્વેજિયન સમુદ્ર

નૉર્વેજિયન સમુદ્ર : ઉત્તર આટલાન્ટિક મહાસાગરનો એક ભાગ. તેના વાયવ્યમાં ગ્રીનલૅન્ડ, ઈશાનમાં બેરન્ટ સમુદ્ર, પૂર્વમાં નૉર્વે, દક્ષિણમાં ઉત્તર સમુદ્ર, શેટલૅન્ડ અને ફેરો ટાપુઓ તથા આટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમે આઇસલૅન્ડ તથા જાન માયેન ટાપુઓ આવેલા છે. ગ્રીનલૅન્ડ, આઇસલૅન્ડ, ફેરો ટાપુઓ તથા ઉત્તર સ્કૉટલૅન્ડને જોડતી અધોદરિયાઈ ડુંગરધાર નૉર્વેજિયન સમુદ્રને આટલાન્ટિક મહાસાગરથી અલગ…

વધુ વાંચો >

ન્યાય્ય યુદ્ધ

ન્યાય્ય યુદ્ધ : યુદ્ધને લગતા નિયમો મુજબ લડવામાં આવતું યુદ્ધ. તેમાં યુદ્ધનું કારણ અને તેનું સંચાલન બંને ન્યાયપુર:સરનાં હોવાં જોઈએ એવો ભાવ રહ્યો છે. કયા સંજોગોમાં યુદ્ધનો આશ્રય ન્યાયી ગણાય અને ન્યાયી યુદ્ધ કેવી રીતે લડી શકાય, તેને લગતો સિદ્ધાંત મુખ્યત્વે મધ્યકાલીન ઈસાઈ વિચારમાંથી આવ્યો છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કાયદાના વિકાસ(હ્યુગો…

વધુ વાંચો >

ન્યુરમબર્ગ ખટલો

ન્યુરમબર્ગ ખટલો : દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન નેતાઓએ આચરેલ યુદ્ધનાં ગુનાઇત કૃત્યોને કારણે તેમના પર કામ ચલાવવા માટે મિત્ર-રાષ્ટ્રોએ હાથ ધરેલ ખટલો. 1945–49 દરમિયાન ત્યાં આવા 13 ખટલાઓ ચલાવવામાં આવ્યા હતા. એડૉલ્ફ હિટલરના નેતૃત્વવાળા જર્મનીના નાઝી પક્ષે પોતાના પ્રચાર માટે ન્યુરમબર્ગને કેન્દ્ર બનાવી અનેક વાર વિશાળ રૅલીઓ યોજી હતી. આ…

વધુ વાંચો >

ન્યૂ કૅલિડોનિયા

ન્યૂ કૅલિડોનિયા : નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં મેલાનેશિયા (Melanesia) તરીકે ઓળખાતા વિસ્તારમાં દક્ષિણ ગોળાર્ધમાં આવેલો ફ્રાન્સનાં દરિયાપારનાં સંસ્થાનો પૈકીનો ટાપુપ્રદેશ. નાના નાના ટાપુઓ ધરાવતો ન્યૂ કૅલિડોનિયા પ્રદેશ ઑસ્ટ્રેલિયાના સિડનીથી 2,000 કિમી. અંતરે ઈશાનમાં આવેલો છે. આખો પ્રદેશ ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ 19°થી 23° દ. અ. અને 163°થી 169° પૂ. રે. વચ્ચે આવેલો…

વધુ વાંચો >

ન્યૂફાઉન્ડલૅન્ડ

ન્યૂફાઉન્ડલૅન્ડ : કૅનેડાના પૂર્વ કિનારે આવેલા દરિયાકાંઠાના ચાર પ્રાંતો પૈકીનો એક. ન્યૂફાઉન્ડલૅન્ડ નામ હેઠળ લૅબ્રાડોરનો પણ સમાવેશ થાય છે. લૅબ્રાડોર કૅનેડાની તળભૂમિના યુગાવા દ્વીપકલ્પના પૂર્વ છેડાનો ભાગ છે, જ્યારે ન્યૂફાઉન્ડલૅન્ડ તેનાથી દક્ષિણે જોડાજોડ આવેલો અલગ ટાપુ છે. બંને બેલી ટાપુની સામુદ્રધુનીથી અલગ પડે છે. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ ન્યૂફાઉન્ડલૅન્ડ આશરે 46°…

વધુ વાંચો >

પટવર્ધન, અચ્યુત સીતારામ

પટવર્ધન, અચ્યુત સીતારામ (જ. 5 ફેબ્રુઆરી 1905, અહમદનગર; અ. 5 ઑગસ્ટ 1992, વારાણસી) : સ્વતંત્રતાસેનાની, સમાજવાદી નેતા અને અગ્રણી ચિંતક. પિતા હરિ કેશવ પટવર્ધન અહમદનગર ખાતે વકીલ હતા. તેમના છ પુત્રોમાં અચ્યુત બીજા ક્રમે હતા. અચ્યુત જ્યારે ચાર વર્ષના હતા ત્યારે નિવૃત્ત નાયબ શિક્ષણાધિકારી સીતારામ પટવર્ધને તેમને દત્તક લીધા. અચ્યુતનું…

વધુ વાંચો >

પટેલ, ચીમનભાઈ જીવાભાઈ

પટેલ, ચીમનભાઈ જીવાભાઈ (જ. 3 જૂન 1929, સંખેડા; અ. 17 ફેબ્રુઆરી 1994, અમદાવાદ) : ગુજરાતના કુશળ રાજનીતિજ્ઞ, દૃઢ વહીવટકર્તા, પ્રભાવશાળી સંગઠક તથા ગુજરાતના મુખ્યમંત્રી. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ. પિતા જીવાભાઈ અને માતા રેવાબહેનની નજર નીચે ચિખોદરાની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યા બાદ કોસિન્દ્રાના ટી. વી. વિદ્યાલય તથા વડોદરાની ન્યૂ ઈરા હાઈસ્કૂલમાં…

વધુ વાંચો >

પાટીલ નાના

પાટીલ, નાના (જ. 3 ઑગસ્ટ 1900, યેડે મચિન્દ્ર, જિ. સાંગલી; અ. 6 ડિસેમ્બર 1976, મિરજ) : ‘ગ્રામ રાજ્ય’ની ધારણાને અમલમાં મૂકનાર મહારાષ્ટ્રના અગ્રણી દેશભક્ત તથા ક્રાંતિકારી નેતા. એક ગરીબ મરાઠા કુટુંબમાં જન્મ. માતાપિતા વારકરી પંથના. તેમનો ઉછેર ચુસ્ત ધાર્મિક વાતાવરણમાં થયો હતો. 16 વર્ષની વયે પ્રાથમિક શાળાંત પરીક્ષા પસાર કરી…

વધુ વાંચો >

પાઠક ગોપાલસ્વરૂપ

પાઠક, ગોપાલસ્વરૂપ (જ. 26 ફેબ્રુઆરી 1896, બરેલી; અ. 31 જુલાઈ 1982, દિલ્હી) : ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને અગ્રણી ધારાશાસ્ત્રી. અલાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ. (1917) અને એલએલ. બી.(1919)ની પદવીઓ મેળવ્યા પછી અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયમાં 1919-46 દરમિયાન વકીલાત કરી. 1946-60 દરમિયાન તેમણે લૉ કમિશનના સભ્ય અને કાનૂન સુધારા સમિતિના સભ્ય ઉપરાંત ઉત્તરપ્રદેશ વિધાનસભાના…

વધુ વાંચો >