ધર્મ-પુરાણ
સોડરબ્લૉમ લાર્સ એલૉફ નાથન (જોનાથન)
સોડરબ્લૉમ, લાર્સ એલૉફ નાથન (જોનાથન) (જ. 15 જાન્યુઆરી 1866, ટ્રોનો, સ્વીડન; અ. 12 જુલાઈ 1931, ઉપસાલા, સ્વીડન) : સ્વીડિશ ધર્મગુરુ, લુથેરન ખ્રિસ્તી દેવળના મુખ્ય બિશપ, અગ્રણી ધર્મશાસ્ત્રી તથા ખ્રિસ્તી દેવળોની એકતા મારફત આંતરરાષ્ટ્રીય સમજણ વિસ્તારવાનો સઘન પ્રયાસ કરવા બદલ 1930 વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. ખ્રિસ્તી સંપ્રદાયોની એકતા તથા…
વધુ વાંચો >સોમ
સોમ : અગ્નિ અને ઇન્દ્ર પછી ત્રીજું સ્થાન ધરાવતા વૈદિક દેવતા. એની કલ્પના સ્વર્ગીય લતાનો રસ અને ચંદ્રમા સાથે કરવામાં આવી છે. આ રસ દેવતા અને મનુષ્ય બંને માટે સ્ફૂર્તિદાયક ગણાયો છે. વૈદિક સાહિત્યમાં સોમરસ તૈયાર કરવાની, યજ્ઞોમાં તેનો વિવિધ રીતે કરવાનો પ્રયોગ તેમજ દેવતાઓને એ સમર્પિત કરવાની વિધિનાં વિસ્તૃત…
વધુ વાંચો >સોમવંશ
સોમવંશ : સોમ-ચન્દ્રથી પ્રવર્તેલો વંશ. પુરાણોમાં સૂર્ય-ચંદ્રથી પ્રવર્તેલા વંશો ઉપરાંત સ્વયંભુવ વંશ, ભવિષ્ય વંશ અને માનવેતર વંશોનાં વર્ણન મળે છે. પૌરાણિક સાહિત્યમાં ઘણોખરો રાજકીય વંશોનો ઇતિહાસ ચંદ્રવંશ સાથે સંબંધિત છે. પ્રાચીન ઇતિહાસમાં સૂર્યવંશી રાજવીઓનું પ્રાબલ્ય હતું; પરંતુ ઉત્તરકાલીન યુગમાં સૂર્યવંશી રાજ્યસત્તા અયોધ્યા, વિદેહ અને વૈશાલીમાં સૂર્યોદિત બની રહી. તેમાંય માંધાતૃ–માંધાતા…
વધુ વાંચો >સોમસુંદરસૂરિ
સોમસુંદરસૂરિ (જ. 1374/સં. 1430 મહા વદ 14, શુક્રવાર, પાલનપુર; અ. 1443/સં. 1499) : પ્રસિદ્ધ જૈનાચાર્ય. તેઓ પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના હતા. પિતાનું નામ સજ્જન શ્રેષ્ઠી અને માતાનું નામ માલ્હણદેવી. એમનું સંસારી નામ સોમ. માતાપિતાની સંમતિથી સાત વર્ષની કુમળી વયે 1381(સં. 1437)માં એમને દીક્ષા અપાઈ. એમના દીક્ષાગુરુ આચાર્ય જયાનંદસૂરિ હતા. દીક્ષિત થયા…
વધુ વાંચો >સૌત્રા મણિ
સૌત્રા મણિ : જુઓ યજ્ઞ.
વધુ વાંચો >સૌર સંપ્રદાય
સૌર સંપ્રદાય : પ્રાચીન ભારતીય હિંદુ ધર્મનો પ્રત્યક્ષ સૂર્યને દેવ માનતો સંપ્રદાય. છેક વેદકાળથી ભારતમાં સૂર્યપૂજા પ્રચલિત છે. ઋગ્વેદ 10–158–1માં સૂર્યની સ્તુતિ છે. વૈદિક સૂર્યોપાસના પછીનો બીજો તબક્કો ઈરાની અસર નીચેની સૂર્યોપાસના છે. સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં બાર સૂર્યમંદિરોના ઉલ્લેખ છે. ગુજરાતમાં મૈત્રક કાળથી સૂર્યમંદિરો અને સૂર્યપ્રતિમાઓ જોવા મળે છે. સૂર્યપૂજકોનો…
વધુ વાંચો >સ્કન્દપુરાણ
સ્કન્દપુરાણ : પુરાણસાહિત્યનો ગ્રંથ. મુખ્ય અઢાર મહાપુરાણોમાં તેરમું પુરાણ શિવે કહેલું છે. વિસ્તારની દૃષ્ટિએ આ પુરાણ બધાં પુરાણોમાં સૌથી મોટું છે. ભૂગોળ, કથાનકો અને અન્ય વિગતોની દૃષ્ટિએ આ પુરાણ પદ્મપુરાણ કરતાં પણ વધુ મહત્વનું છે. સ્કંદપુરાણનાં બે સંસ્કરણો મળે છે. એક સંસ્કરણ ખંડાત્મક છે – તે સાત ખંડોમાં વહેંચાયેલું છે;…
વધુ વાંચો >સ્મૃતિ–2
સ્મૃતિ–2 : અનુભૂત વિષયનું કે અનુભવજન્ય જ્ઞાનને અનુલક્ષતું, શ્રુતિને અનુસરતું આચારલક્ષી શાસ્ત્ર. યોગશાસ્ત્ર સ્મૃતિને અનુભવજન્ય જ્ઞાન કહે છે. (‘अनुभवजन्यं ज्ञानं तु स्मृति’:). ઋષિઓ સાક્ષાત્કૃતધર્મા હતા. તેમણે તેમનાથી ઊતરતા–અનુભવવિહોણાને અનુભૂત જ્ઞાન આપ્યું. [‘साक्षात्कृतधर्माण: ऋषय: संबभूवु: । तेडवरेभ्य असाक्षात्कृतधर्मेभ्य: उपदेशेन मन्वान् संप्रादु:’ (યાસ્ક નિરુક્ત 1–53)] આમ વેદ, શ્રુતિ અને ધર્મશાસ્ત્ર સ્મૃતિગ્રંથો કહેવાયા…
વધુ વાંચો >સ્યાદ્વાદ
સ્યાદ્વાદ : જૈન તત્વજ્ઞાનનો જાણીતો સિદ્ધાન્ત. અનેકાન્તાત્મક અર્થનું કથન સ્યાદ્વાદ છે. વસ્તુ અનેકાન્તાત્મક છે. અહીં ‘અન્ત’ શબ્દનો અર્થ ધર્મ સમજવાનો છે અને ‘અનેક’ શબ્દથી જૈન ચિન્તકને અભિપ્રેત છે અનન્ત. આમ, વસ્તુ અનન્તધર્માત્મક છે. એ કારણે તેમાં પરસ્પરવિરોધી ધર્મો પણ છે જ. તે ભાવરૂપ પણ છે અને અભાવરૂપ પણ છે, તે…
વધુ વાંચો >સ્વર્ગ
સ્વર્ગ : હિંદુ ધર્મ અનુસાર પુણ્યશાળીઓને માટે પરલોકમાં ભોગોપભોગ માટેનું સુખધામ. કર્મ અને પુનર્જન્મના સનાતન ધર્મના સિદ્ધાંત અનુસાર પુણ્યકર્મોનું ફળ પરલોકમાં સુખ રૂપે અને પાપકર્મોનું ફળ પરલોકમાં નરકનાં દુ:ખ રૂપે મળે છે. જે દેવને ઇષ્ટ દેવ ગણી આરાધ્યા હોય અને પુણ્યકર્મો કર્યાં હોય તદનુસાર તે દેવના લોકમાં સ્થાન પામી સુખોપભોગ…
વધુ વાંચો >